________________
૧૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
કરવા માટે છે. આ ‘આદ્ય' અને ‘દ્વિતીય’નાં બહુલપણાંનું સફળપણું ત્યારે જ થાય જ્યારે બધા જ વર્ગોનાં પહેલા અને બીજા લેવામાં આવે. જો માત્ર પહેલો અને બીજો એ પ્રમાણે જ સમાસની અપેક્ષાએ આદ્ય અને દ્વિતીયનો અર્થ ક૨વામાં આવે તો અસમર્થપણું થવાથી જ સમાસનો અભાવ થાય. વાક્યનો અર્થબોધ કરીએ ત્યારે આદ્ય દ્વિતીય તરીકે દરેક વર્ગનો પહેલો અને બીજો એવો અર્થ કરાય છે. જ્યારે સમાસમાં તો માત્ર પહેલો તથા બીજો જ એવો અર્થ થાય છે. આ પ્રમાણે સમાસ અને વાક્યમાં સમાન અર્થનો બોધ થતો નથી. વાક્યમાં બહુલપણું જણાય છે જે સમાસમાં જણાતું નથી. હવે વાક્ય અને સમાસનું સમાન અર્થપણું થાય તો જ સામર્થ્ય થાય છે. આથી “આચાર્ય ભગવંતે” સમાસમાં બહુવચન કરવા દ્વારા સમાસમાં પણ ‘આદ્યદ્વિતીય' શબ્દનો બહુલપણાં સ્વરૂપ અર્થ જ (દરેક વર્ગનો પહેલો અને બીજો વ્યંજન સ્વરૂપ અર્થ જ) કર્યો છે. આથી વાક્ય અને સમાસ બંનેમાં સમાન અર્થનો બોધ થતો હોવાથી અસામર્થ્યનો અભાવ થવાથી સમાસ થઈ શક્યો છે.
પૂર્વપક્ષ :- “ગરજ્યો: મધ્યમ્' કૃતિ ‘જારમધ્યમ્’. અહીં વાક્યમાં અર્થ જણાય છે “બે કારકોની મધ્યમાં' અને સમાસમાં અર્થ જણાય છે. “કારકની મધ્યમાં.” આ પ્રમાણે સમાસમાં ષષ્ઠી એકવચનનો અર્થ જણાય છે જ્યારે વાક્યમાં ષષ્ઠી દ્વિવચનનો અર્થ જણાય છે. આ પ્રમાણે અસમર્થપણું હોવાથી જ સમાસનો અભાવ થાય છે. છતાં જગતમાં આવો સામાસિક શબ્દ તો જોવા મળે જ છે આવું કેમ ?
ઉત્તરપક્ષ :- દ્વિત્વને બતાવનાર એવાં ‘મધ્ય’ શબ્દનો સદ્ભાવ હોવાથી ‘મધ્ય’ શબ્દ દ્વારા જ કારકનું ‘દ્વિત્વપણું’ જણાઈ જાય છે. આથી સમાસમાં પણ કારકનું દ્વિત્વપણું જણાઈ જતું હોવાથી સામર્થ્યપણું છે જ. ‘મત્તવદુમાત વનમ્’ સામાસિક શબ્દમાં માતનું એકત્વપણું જણાતું હોવા છતાં પણ ‘વહુ’ શબ્દનાં સામર્થ્યથી ‘માત’નું અનેકપણું જણાય છે. એ જ પ્રમાણે અહીં પણ ‘મધ્ય’ શબ્દનાં સામર્થ્યથી જ “કારક”નું દ્વિત્વપણું જણાઈ જશે જ. માટે તમારી આપત્તિનો કોઈ અવકાશ રહેશે નહીં.
પૂર્વપક્ષ :- ‘આદ્ય’ અને ‘દ્વિતીય’ શબ્દ કોઈકની અપેક્ષાવાળો હોવાથી “સાપેક્ષમ્ અસમર્થમ્” ન્યાયથી સમાસ થશે નહીં. કારણ કે ‘આદ્યદ્વિતીય' શબ્દ જેની અપેક્ષાએ આદિપણું છે અને દ્વિત્વપણું છે તેની અપેક્ષાવાળો હોવાથી આદ્ય અને દ્વિતીય શબ્દ કોઈકને સાપેક્ષ થશે. આમ થવાથી કોઈકની અપેક્ષાવાળા એવાં આવૃદ્વિતીય શબ્દનો સમાસ થઈ શકશે નહીં.
ઉત્તરપક્ષ :- ‘આવૃદ્વિતીય' શબ્દ સાપેક્ષ હોવાથી સમાસનો અભાવ થશે એવું કહેવું જોઈએ નહીં. આ સંદર્ભમાં કેટલીક ચર્ચા જરૂરી હોવાથી અહીં લખીએ છીએ. “રાનપુરુષ:: અમિરૂપ:” (વિદ્વાન એવો રાજપુરુષ) અહીં પુરુષ પદ અભિરૂપને સાપેક્ષ હોવાથી ‘રાખન્’ પદ સાથે સમાસ