________________
૧૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સંબંધથી રહે છે, એવું નૈયાયિકો માને છે. એ જ પ્રમાણે અહીં પણ વાર વગેરે અવયવોમાં વ્યંજન સ્વરૂપ સમુદાય રહે છે. આથી જેમ લાંબા કાન સ્વરૂપ ધર્મવાળો જ રાસમ છે તેમ અહીં કાર સ્વરૂપ ધર્મવાળો સમુદાય છે.
પૂર્વપક્ષ :- જો અવયવમાં સમુદાય રહે છે તો સમુદાય સ્વરૂપ એવો “ચન” શબ્દ બહુવચનમાં આવવો જોઈએ. અવયવો ઘણા બધા હોવાથી અને અવયવોમાં સમુદાય રહેતો હોવાથી સમુદાયમાં પણ બહુલપણું થવાથી સમુદાયવાચક 'બેન' શબ્દ બહુવચનમાં આવવો જોઈએ.
ઉત્તરપક્ષ :- અવયવોનું ગૌણપણું થવાથી સમુદાયની પ્રધાનતા છે તથા સમુદાય એક જ હોવાથી વ્યન શબ્દનો એકવચનમાં જ પ્રયોગ કર્યો છે.
“ઃિ સંજ્ઞી છે અને વ્યગ્નનમ્' સંજ્ઞા છે. આથી સંજ્ઞી અને સંજ્ઞાનું સમાનાધિકરણપણું હોવાથી સંજ્ઞીનું પુલિંગપણું છે તો સંજ્ઞાનું પણ પુલિંગાણું થવું જોઈએ, છતાં સંજ્ઞા અને સંજ્ઞી વચ્ચે લિંગભેદ કરવામાં આવ્યો છે એના કારણમાં “આચાર્ય ભગવંત” જણાવે છે કે “મૃત: પ્રમાણમ્' પ્રયોગની જેમ અહીં રહેલાં શબ્દોનું નિયત લિંગ હોવાથી “નમ્' એ પ્રમાણે નપુંસકલિંગવાળો પ્રયોગ થયો છે. “દ્ધિ' શબ્દ પુલિંગમાં જ છે તથા “વ્યંજન' શબ્દ નપુંસકલિંગમાં જ છે. વળી, બંનેમાં લિંગો નિયત છે. આથી સમાનાધિકરપણાંથી પણ કોઈ પણ શબ્દએ પોતાનાં લિંગ છોડ્યા નથી. જેમ ‘કૃતિ' શબ્દ એ નિયત એવાં સ્ત્રીલિંગમાં છે અને પ્રમાણમ્' શબ્દ એ નિયત એવાં નપુંસકલિંગમાં છે. આથી જ સમાધિકરણપણું હોવા છતાં પણ બંનેએ પોતાનાં લિંગો છોડ્યા નથી.
પૂર્વપક્ષ :- ઉપરનાં સૂત્રનો વિગ્રહ આ પ્રમાણે પણ થઈ શકત. “સ્ય માહિદ તિ વિ વ્યગ્નનમ્ “"ની શરૂઆતમાં જે હોય તે વ્યંજન કહેવાય. એ પ્રમાણે વ્યવસ્થા અર્થની પણ સંભાવના હતી તથા સામીપ્ય, પ્રકાર વગેરે અર્થની પણ સંભાવના હતી છતાં પણ અવયવ અર્થનું જ ગ્રહણ શા માટે કર્યું?
ઉત્તરપક્ષ:- ઉપરોક્ત શંકાનાં અનુસંધાનમાં જણાવે છે કે જે અર્થ શીધ્ર ઉપસ્થિત થઈ શકતો હોય તે આસન અર્થ કહેવાય છે. હવે જો અવયવ અર્થ અત્યંત શીધ્ર ઉપસ્થિત થતો હોય અને સામીપ્ય વગેરે અર્થ દૂરવર્તી હોય તો અવયવ અર્થ કરવો જ યોગ્ય છે. જો નજીકનાં અર્થનો નિર્ણય થઈ શકતો ન હોય તો જ અન્ય વ્યવહિત (દૂરવર્તી) અર્થોની વિચારણા કરવી જોઈએ. ૩૩ (તેત્રીસ) વ્યંજનોમાં કાર પણ એક વ્યંજન છે. જે વ્યંજન સ્વરૂપ સમુદાયનાં અવયવ સ્વરૂપ છે અને અવયવ સ્વરૂપ અર્થની અહીં સંગતિ થઈ જાય છે. માટે જ સામીપ્ય વગેરે અન્ય અર્થ અહીં લેવામાં આવ્યાં નથી.