________________
૦ ૧-૧-૮
૧૬૭
-: શબ્દમહાર્ણવન્યાસ :
''
"ए-ऐ-ओ-औ इत्यादि-ए-ऐ-ओ- औ इत्यत्र जातिनिर्देशस्य विवक्षितत्वाद् व्यक्तेरनाश्रितत्वाद् वर्णस्वरूपाभावाद् "वर्णाव्ययात् स्वरूपे कारः" [७.२.१५६.] इति कारप्रत्ययो न મતિ, વમન્યત્રાપિ ।
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ ઃ
આ પંક્તિઓનો અર્થ સમજતાં પહેલાં કેટલીક બાબતો સમજી લઈએ. “આચાર્ય ભગવંતે” અનેકાંતવાદની પુષ્ટિ કરી હોવાથી ક્યાંક વ્યક્તિપરક નિર્દેશ કર્યો છે. જ્યારે ક્યાંક જાતિપરક નિર્દેશ કર્યો છે. “ૌવન્તા: સ્વર:” (૧/૧/૪) સૂત્રમાં ઔ સુધીનાં વર્ષોંને સ્વર કહ્યા છે ત્યાં વ્યક્તિ૫૨ક નિર્દેશ કરવા માટે વર્ણની પાછળ તારનું ગ્રહણ કર્યું છે. હવે ત્યાં વ્યક્તિ૫૨ક નિર્દેશ હતો માટે જ પ્યુત અ, બ વગેરેનું ગ્રહણ થતું નહોતું. તેથી પ્યુત અ વગેરેને ગ્રહણ કરવા માટે તે તે સૂત્રમાં બહુવચનની શક્તિનો ઉપયોગ કર્યો છે જ્યારે આ સૂત્રમાં સ્વરૂપદર્શક તાર અથવા તો ‘જર’ પ્રત્યયનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. આથી જ જણાય છે કે આ સૂત્રમાં જાતિપ૨ક નિર્દેશ છે. હવે જાતિપરક નિર્દેશ હોવાથી સમસ્ત પ્રકારવાળા ઘુ, છે, ઓ, ગૌ સ્વરો આવી જતાં હોવાથી પ્લુતને અલગથી ગ્રહણ કરવા માટે કોઈ પુરૂષાર્થ કરવો પડતો નથી. પાણિની વ્યાકરણનાં ચૌદ માહેશ્વર સૂત્રોમાં કોઈ પણ વર્ણોનો વ્યક્તિ૫૨ક નિર્દેશ કરવા માટે તાર વગેરે દ્વારા પુરૂષાર્થ કરાયો નથી. કારણ કે આપણાં જેવાં અનેકાંતવાદને તેઓ માનતા નથી. તેથી તેમની પ્રરૂપણા એક જાતિ અંશને આશ્રયીને થઈ જણાય છે.
હવે પંક્તિઓનું ભાષાંતર કરીએ છીએ. અહીં હૈં, ઘે, ઓ, ગૌમાં જાતિનિર્દેશની વિવક્ષા હોવાથી વ્યક્તિ૫૨ક કથન કરાયું નથી. હવે જ્યાં જ્યાં જાતિપરક નિર્દેશ હોય ત્યાં ત્યાં વર્ણોનો કોઈ આકાર આવી શકે નહીં. જેમ કે વ્યક્તિ સ્વરૂપ ઘટનો આકાર હોઈ શકે પરંતુ જાતિ સ્વરૂપ ઘટત્વનો કોઈ આકાર હોઈ શકે નહીં. એ જ પ્રમાણે અહીં વ્યક્તિનું અનાશ્રિતપણું હોવાથી વર્ણ સ્વરૂપનો અભાવ થાય છે અને વર્ણ સ્વરૂપનો અભાવ થયો હોવાથી જ ‘વર્ષાવ્યયાત્...” (૭/ ૨૧૫૬) સૂત્રથી વર્ણ સ્વરૂપને બતાવનાર “ર” પ્રત્યય થયો નથી. આ પ્રમાણે જે જે સૂત્રોમાં વર્ષોનો વ્યક્તિ૫૨ક નિર્દેશ કરવા માટે કોઈ પુરૂષાર્થ ન કર્યો હોય ત્યાં ત્યાં તે તે વર્ણોને જાતિપરક માની લેવા. દા.ત. ‘‘-િવ્યંગ્ઝનમ્' (૧/૧/૧૦) સૂત્રમાં જાતિપરક એવાં ‘ ૢ વગેરેનો નિર્દેશ થયો છે.
(શખ્યા ) અત્ર સમાહારો દ્વન્દ્વ:, “વસ્તીને" [૨.૪.૧૭.] કૃતિ હ્રસ્વત્વામાત્રોપિ