________________
સૂ) ૧-૧-૪
૧૩૧ વૃત્તિઓમાં હોય છે. આ પ્રમાણે ત્રણેયમાં પ્રત્યક્ષપણે ભેદ જણાય છે. અહીં નાગેશજીએ સુષુન્નાનાડી દ્વારા બ્રહ્માંડમાં ઓજસ રૂપી અમૃતબિંદુ ટપકે છે. એવી ઉપમા દ્વારા કથન કર્યું છે. સુષુમ્નાનાડી દ્વારા જે અમૃતબિંદુઓ ટપકે છે તે યોગીજનોને જ જણાય છે. પરંતુ ટપકવાની ક્રિયા તો સાધારણ જનોને (લોકોને) પ્રત્યક્ષથી જણાય જ છે. તેથી વર્ણોનાં પાઠક્રમમાં આ ત્રણ વૃત્તિવાળા વર્ગોનો પાઠ પણ હોવો જોઈએ અથવા તો બહુવચનથી તે ત્રણ વૃત્તિનો સમાવેશ પણ થવો જોઈએ.
“માસા દ્રતા વૃત્તિ, પ્રયોગાળે તુ મધ્યમાં | शिष्याणामुपदेशार्थे, वृत्तिरिष्टा विलम्बिता" ॥१४॥ (याज्ञवल्क्यशिक्षा-५८)
ભાવાર્થ:- ગ્રંથનાં અભ્યાસને માટે દુતાવૃત્તિ હોય છે. ગ્રંથનાં પ્રયોગને માટે મધ્યમવૃત્તિ હોય છે તથા શિષ્યોને ઉપદેશ આપવાને માટે વિતસ્વિતાવૃત્તિ હોય છે. અહીં પ્રયોગથી ગ્રંથ રચનાને સમજવી. પહેલાં જ્યારે લેખિતભાષા ન હતી ત્યારે ઉચ્ચારણ સ્વરૂપ પ્રવૃત્તિ હતી અને એ પ્રકારનાં ઉચ્ચારણને પ્રયોગ કહેવામાં આવે છે. માહેશ્વર સૂત્રોમાં જે વણનો નિર્દેશ થયો છે તે પ્રયોગ અવસ્થાવાળા કહેવાય છે. આથી વર્ણનાં સમ્યક્ પાઠક્રમમાં મધ્યમવૃત્તિ આવી શકશે. હવે જો મધ્યમાવૃત્તિનો સમાવેશ ક વગેરે વર્ણમાં થાય તો બાકીની બે વૃત્તિઓનો સમાવેશ વર્ણોનાં પાઠક્રમમાં જણાઈ શકતો નથી. આ પ્રમાણે પ્રત્યક્ષભેદનો જો વર્ણનાં સમ્યક્ પાઠક્રમમાં સમાવેશ ન થાય તો ન્યૂનતાની આપત્તિ આવે છે..
પ્રતિપૂર્વપક્ષ - ખરેખર તો દરેક વૃત્તિઓમાં વર્ષોની પુષ્ટિ અથવા તો હાનિ થતી જ નથી. દુતાવૃત્તિવાળો ન અક્ષર બોલતી વખતે હાનિ થાય છે. તથા વિસ્વિતીવૃત્તિવાળો અક્ષર બોલતી વખતે મની પુષ્ટિ થાય છે, એવું છે જ નહીં. માટે દ્રત, મધ્યમ અને વિલમ્બિત આ ત્રણ પ્રકારનાં “ગ”ને અમે માનતા જ નથી. જે પ્રમાણે જનાર વ્યક્તિનાં આળસ વગેરે દોષોને કારણે ધીમી, ઝડપી વગેરે ગતિભેદ થાય છે, પરંતુ માર્ગનો ભેદ થતો નથી. તે પ્રમાણે “ગ”ને ઉચ્ચારણ કરનારાની અપેક્ષાએ જ “” એક સ્વરૂપવાળો હોવા છતાં પણ ભેદ થાય છે.
પૂર્વપક્ષ - અહીં રજુઆતનું વિષમપણું હોવાથી આ પ્રમાણે કહેવા યોગ્ય નથી. કારણ કે વર્ણની ઉત્પત્તિ પ્રયત્નથી ઉત્પન્ન કરવા યોગ્ય છે. જ્યારે માર્ગની ઉત્પત્તિ ગતિવડે થતી નથી. પ્રયત્નનો ભેદ હોતે છતે દુતા વગેરે વૃત્તિઓમાં ભેદ પડે છે. આથી ભિન્ન સમયવાળા વર્ગો થાય છે. જ્યારે જનારની ક્રિયાથી જણાતો એવો માર્ગ તો એક જ છે. એ માર્ગ કાંઈ જનારની ક્રિયાથી ઉત્પન્ન થતો નથી. આમ, માર્ગનું દૃષ્ટાંત અહીં બરાબર નથી. પ્રયત્નનાં ભેદથી ઉત્પન્ન થતી એવી કુંતા વગેરે વૃત્તિઓ ભિન્ન ભિન્ન જ છે. આથી આ વગેરે વર્ષોમાં પણ ભેદ સ્પષ્ટપણે