________________
સૂ૦ ૧-૧-૪
૧૨૯ થઈ જાય છે એવું માનશો તો દીર્ઘ ઉમરનો સમાવેશ પણ જાતિનાં સામર્થ્યથી થઈ જ જાત. આથી પાઠક્રમમાં દીર્ઘ ૩ર, દીર્ઘ રૂાર વગેરેનો સમાવેશ કરવો આવશ્યક ન હતો. છતાં પણ દીર્ઘ વર્ગોનો સમાવેશ પાઠક્રમમાં કરાયો છે, જે વ્યર્થ જણાય છે.
ઉત્તરપક્ષ - જગતમાં સામાન્યથી પણ વ્યવહાર જણાય છે અને વિશેષથી પણ વ્યવહાર જણાય છે. દા.ત. રતિલાલ નામનો માણસ હોય તેને રતિલાલ તરીકે ઓળખવામાં આવે તો વિશેષથી વ્યવહાર થયેલો કહેવાય તથા રતિલાલનો માત્ર માનવ તરીકે વ્યવહાર કરવામાં આવે તો સામાન્યથી વ્યવહાર થયેલો કહેવાશે. આ પ્રમાણે વ્યક્તિ પણ જગતમાં હોય છે. અહીં વ્યક્તિ એટલે વિશેષ પદાર્થ સમજવો અને સામાન્ય પદાર્થ પણ વિદ્યમાન હોય છે. જાતિ (સામાન્ય) અને વ્યક્તિ વિશેષ) એ પ્રમાણે ઉભયથી શાસ્ત્ર પ્રવર્તે છે એવું જણાવવા માટે દીર્થપાઠ વર્ણના પાઠક્રમમાં લખ્યો છે.'
(शन्या०) तथा परिस्फुटभेदत्वादनुनासिकादिषु त्वभेदाध्यवसायाद् दीर्घपाठः, नियतविषयत्वात् तु परिस्फुटभेदः स्यादिति प्लुतस्य बहुवचनेन परिग्रह इत्याह-बहुवचनमिति ।
અનુવાદ:- પૂર્વપક્ષ:- જો વ્યક્તિપક્ષનો આશ્રય કરવામાં આવે છે તો જે પ્રમાણે અની સાથે દીર્ઘ એવા માનો વર્ણના પાઠક્રમમાં નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે અનુનાસિક વગેરે ભેદોનો વર્ણના પાઠક્રમમાં શા માટે સમાવેશ કરવામાં આવ્યો નથી ?
ઉત્તરપક્ષ - જે જે ભેદો પ્રત્યક્ષથી જણાય છે, તેનો તેનો સમાવેશ વર્ણના પાઠક્રમમાં કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હ્રસ્વ . પ્રત્યક્ષથી જણાય છે તે જ પ્રમાણે દીર્ઘ ના પ્રત્યક્ષથી જ જણાય છે. માટે દીર્ઘપાઠનો સમાવેશ વર્ણના પાઠક્રમમાં કર્યો છે. પરંતુ અનુનાસિક વગેરે ભેદોનો અભેદથી નિર્ણય થતો હોવાથી (પૃથગુ પૃથ– ભેદ પ્રત્યક્ષ ન જણાતો હોવાથી) અનુનાસિક વગેરે ભેદોનો સમાવેશ વર્ણોની શ્રેણીમાં કર્યો નથી. “ગ”નું ઉચ્ચારણ કરવામાં આવે અને અનુનાસિક “ગ”નું ઉચ્ચારણ કરવામાં આવે, તે “ગ”માં જ અનુનાસિક “ગ” પ્રકારનો પણ અભિન્નતાથી જ બોધ થઈ શકે છે. અર્થાત્ “ક”ની જેમ જ અનુનાસિક “ગ”નું પણ પ્રત્યક્ષ થઈ શકે છે. તેથી અનુનાસિક વગેરે ભેદોને પૃથગુ લખ્યા નથી. અહીં માત્ર જાતિપક્ષનો આશ્રય કરીને જ તેવા ભેદોનો “બ” વગેરેમાં સમાવેશ કરી દીધો છે.
પૂર્વપક્ષ:- ડુત વર્ણો તો પ્રત્યક્ષથી જણાય એવાં સ્વરૂપવાળા છે તો તેમનો સમાવેશ વર્ણનાં પાઠક્રમમાં શા માટે કરવામાં આવ્યો નથી ?
ઉત્તરપક્ષ :- વ્યુત વગેરેને ગ્રહણ કરવા માટે સૂત્રમાં બહુવચન કર્યું છે. આ પ્રમાણે બહુવચનની શક્તિથી વર્ણોનાં પાઠક્રમમાં પ્લતનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે.