________________
૧ ૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનુવાદ :- પૂર્વપક્ષ:- શાસ્ત્રમાં જે આચરણનો નિષેધ થયો હોય તેવાં આચરણને અનુકરણ કરીને કોઈ બતાવે તો તેવું અનુકરણ અસાધુ કહેવાય છે. દા.ત. ગાયને મારવાનો શાસ્ત્રમાં નિષેધ છે. હવે કોઈક વ્યક્તિ ગાયને મારે છે. બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિની મારવાની ક્રિયાને જોઈને અનુકરણ કરીને કહે છે કે, “આ ભાઈએ આ પ્રમાણે ગાયને મારી.” તો અનુકરણ સ્વરૂપ આવું આચરણ અસાધુ કહેવાય છે. અહીં શાસ્ત્રકારો અનુકરણ કરનારને પણ પતિત ગણે છે. એ જ પ્રમાણે કોઈકે દારૂ પીધો અને બીજો એ જ પ્રમાણે દારૂ પીને બતાવે તો આ અનુકરણ સ્વરૂપ દારૂ પીવાની ક્રિયા અસાધુ છે. કારણ કે શાસ્ત્રમાં બંને ક્રિયાનો નિષેધ કર્યો હોવાથી તેવી ક્રિયાનું અનુકરણ પણ અસાધુ કહેવાય છે. એ પ્રમાણે શ્રી શબ્દ અશક્તિના કારણે નૃત. તરીકે બોલાયો. આવો નૃત શબ્દ શાસ્ત્રનિષિદ્ધ હોવાથી અસાધુ શબ્દ છે. તથા અસાધુ શબ્દનું અનુકરણ જે નૃત શબ્દ છે તે પણ અસાધુ સ્વરૂપ જ થશે. અર્થાત્ દોષરૂપ જ થશે. માટે એવાં “નૃત” શબ્દ દ્વારા “યત્વ” કાર્ય કરવા માટે “નૃવર્ણ"નો ઉપદેશ વર્ણનાં પાઠક્રમમાં આવશ્યક નથી.
ઉત્તરપક્ષ:- આ પ્રમાણે કહેવું નહીં. કારણ કે જ્યાં બંને ક્રિયામાં સંપૂર્ણપણે સમાનતા હોય ત્યાં અનુકરણ હોતું જ નથી. પરંતુ જ્યાં સાદૃશ્ય ધર્મ હોય ત્યાં જ અનુકરણ હોય છે. સાદશ્ય ધર્મમાં સંપૂર્ણપણે સમાનતા આવતી નથી. જેમ કોઈ પાગલ ગાંડપણ કરે અને એ જ પાગલ બીજે દિવસે એવું જ ગાંડપણ કરીને કહે કે, મેં ગઈકાલે આવું જ ગાંડપણ કરેલું. તો આ બીજી ક્રિયા અનુકરણવાચક ગણાતી નથી. આ બંને ક્રિયામાં સાદશ્યનો અભાવ છે. જ્યાં બંનેમાં કંઈક અંશે સમાનતા હોય ત્યાં જ સાદશ્ય કહેવાય. જ્યારે અહીં તો સંપૂર્ણપણે સમાનતા છે. માટે સાદૃશ્ય કહેવાતું નથી. જો આ ક્રિયામાં અનુકરણપણું લાવવું હોય તો આ પ્રમાણે લાવી શકાય. કોઈક વ્યક્તિ દાતરડાંથી ગાયને મારે અને બીજી વ્યક્તિ દાતરડું લઈને કેળનાં થડને મારીને કહે કે, “પેલાં ભાઈએ ગાયને આ રીતે મારી.” તો તે અનુકરણવાચક કહેવાય. એ જ પ્રમાણે કોઈક દૂધ પીતો પીતો કહે કે પેલા ભાઈએ દારૂ આ રીતે પીધો. તો તે અનુકરણવાચક કહેવાય અને આવી અનુકરણવાચક ક્રિયા થાય ત્યારે વ્યક્તિ પતિત કહેવાતી નથી. એ પ્રમાણે “ઋત" શબ્દનું “નૃત' ઉચ્ચારણ થયું તે “નૃત'નું કોઈ અનુકરણ કરે તો તે પણ દોષરૂપ નથી. અહીં સંપૂર્ણ સમાનતા નથી માટે દોષરૂપ નથી.
હવે કોઈક કહે છે કે, સાધુ શબ્દનું અનુકરણ સાધુ છે તથા અસાધુ શબ્દનું અનુકરણ અસાધુ થાય છે. આમ તો જે જે શબ્દપ્રયોગો થાય છે, તેનો વાચ્યાર્થ પદાર્થ સ્વરૂપે જગતમાં વિદ્યમાન હોય છે. પરંતુ અનુકરણવાચક શબ્દોમાં અનુકાર્ય સ્વરૂપ શબ્દો જ વાચ્યાર્થ સ્વરૂપે હોય છે. કોઈક “મૃત' નામનો શબ્દ બોલે, પરંતુ ઉચ્ચારણની વિકલતાને કારણે એ “ઋત"ને બદલે