________________
૦ ૧-૧-૩
૧૦૩
અનુવાદ :- તથા ૠાર વગેરે વર્ણોનાં અવયવોને જો વર્ણોના ગ્રહણથી ગ્રહણ નહીં કરો -ડર્વા-વિદ્યારે’... (૭/૪/૧૦૨) સૂત્રમાં આપત્તિ આવશે, જેનો નિર્દેશ અમે થોડી વારમાં
તો પ્રશ્નાજ કરીશું.
ઉત્તરપક્ષ :- અમે લોકોએ સ્યાદ્વાદનો આશ્રય કર્યો છે, આથી ઉભયપક્ષનો સ્વીકાર કરીએ છીએ. ક્યાંક તે તે વર્ગોનાં ગ્રહણથી જ અવયવોને ગ્રહણ નહીં કરીએ અને ક્યાંક તે તે વર્ણોનાં ગ્રહણથી જ અવયવોને ગ્રહણ કરીશું. શિષ્ટપુરુષો જે જે લક્ષ્યો હોય, તે તે લક્ષ્યોની સિદ્ધિ માટે સૂત્રોની રચના કરે છે. આ પ્રમાણે લક્ષ્યનાં અનુરોધથી અમે તે તે સ્થાનોમાં ક્યાંતો અવયવને ગ્રહણ કરીશું અથવા તો માત્ર અવયવી સ્વરૂપ વર્ણોને ગ્રહણ કરીને અવયવોને ગ્રહણ નહીં કરીએ. અને + રૂમ્ વગેરે પ્રયોગોમાં સમુદાય સંબંધી કાર્યોમાં વ્યાપાર જણાતો હોવાથી અને અવયવ નિમિત્તક વ્યાપાર ન જણાતો હોવાથી “āતોડયાન્' (૧/૨/૨૩) સૂત્રનું જ કાર્ય થશે અને અવયવમાં કાર્ય નહીં થાય.
તથા “આનૂય’”, ‘‘પ્રમાય’' વગેરે પ્રયોગોમાં પણ અવયવીને જ ગ્રહણ કરીશું, પરંતુ સમુદાયનાં અવયવોને ગ્રહણ નહીં કરીએ. સમુદાય સ્વરૂપ વર્ણને ન ગ્રહણ કરવા હોય તો ‘અનાક્-માડો...’ (૧/૩/૨૮) આ સૂત્રની આવશ્યકતા જ ન રહેત. કારણ કે સમુદાયમાં પણ અવયવ સ્વરૂપ વર્ણને જ માનવાનો હોય તો ‘‘વીર્થાત્’’ પદ નિરર્થક થાત અને તેમ થાત તો ‘‘લક્ષ્મી∞યા'' વગેરે પ્રયોગો સિદ્ધ થાત જ નહીં. તે જ પ્રમાણે ‘‘થૈતોઽયાર્’” (૧/૨/૨૩) વગે૨ે સમુદાય સ્વરૂપ વર્ષોનાં વાચક સંબંધી બધા જ સૂત્રો નિષ્ફળ જાત. આથી જ્યાં જ્યાં જેવા જેવા લક્ષ્યો “આચાર્ય ભગવંત’ને બુદ્ધિમાં ઉપસ્થિત થયા હશે, તે તે પ્રમાણે સૂત્રોની રચના કરી. ક્યાંક અવયવી સ્વરૂપ પક્ષનો સ્વીકાર કર્યો છે તથા ક્યાંક અવયવ સ્વરૂપ પક્ષનો સ્વીકાર કર્યો છે. સ્યાદ્વાદના આશ્રયથી બંને પક્ષો ઘટી શકે છે.
''
પૂર્વપક્ષ :- પૃથગ્ પ્રયત્નથી ઉત્પન્ન કરવા યોગ્ય હોય તે વર્ણ કહેવાય છે, એ પ્રમાણે વર્ણનું લક્ષણ છે. અહીં પ્રયત્ન એટલે કરણનો વ્યાપાર છે અર્થાત્ સ્થાનનાં વ્યાપાર દ્વારા વર્ણની ઉત્પત્તિ થાય છે. હવે જ્યારે જ્યારે સમુદાય સ્વરૂપ વર્ણ હશે ત્યારે ત્યારે પ્રયત્નથી ઉત્પન્ન કરવા યોગ્ય સમુદાય સ્વરૂપ વર્ણ જ હશે. આ સંજોગોમાં તે તે સમુદાય સ્વરૂપ વર્ણીનાં અવયવોમાં તો પ્રયત્નથી ઉત્પન્ન કરવાપણું આવી શકશે નહીં. તે પરિસ્થિતિમાં અવયવોમાં વર્ણનું લક્ષણ કેવી રીતે પ્રાપ્ત થશે ? દા.ત. પેને કોઈક પ્રયત્નથી ઉત્પન્ન થાય છે એવું માનશો તો તે પરિસ્થિતિમાં છે નાં અવયવો અવળે અને વર્ણમાં પ્રયત્નથી ઉત્પન્ન થવા યોગ્યપણું ઘટી શકશે નહીં. આ સંજોગોમાં સમુદાયના અવયવોમાં વર્ણપણાંનું લક્ષણ પ્રાપ્ત થતું નથી.