SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સૂ૦ ૧-૧-૨ વિશેષણ સ્વરૂપે હેતુ જણાવે છે : વિદ્વાનપણું હોવાથી પુરુષો ક્ષતિ કરતા નથી. એ જ પ્રમાણે તારું શાસ્ત્ર અસહનશીલતાવાળું નથી એના અનુસંધાનમાં વિશેષણ તરીકે પક્ષપાતી હેતુ મૂક્યો છે. જેનો અર્થ આ પ્રમાણે છે – “પક્ષમ્ પતતિ (નાશયતિ) તિ વિમ્ શીતઃ' એ અર્થમાં “સનાતે: શીભે” (૫/૧/૧૫૪) સૂત્રથી રૂનું પ્રત્યય (શીલ = સ્વભાવ અર્થમાં) થતાં “પક્ષપતિન” શબ્દ બન્યો છે. જેનું પ્રથમ એકવચન “પક્ષપાતી” થાય છે. આનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે - રાગનિમિત્તક એવી વસ્તુસ્વીકાર સ્વરૂપ પક્ષનો નાશ કરવાનાં સ્વભાવવાળું જે છે તે પક્ષપાતી શબ્દનો અર્થ છે. અને તારું શાસ્ત્ર રાગ નિમિત્તક કોઈ પણ વસ્તુના સ્વીકારનાં સ્વભાવવાળું નથી. આથી બીજાઓની જેમ તારું શાસ્ત્ર અસહનશીલતાના સ્વભાવવાળું નથી. તારું શાસ્ત્ર શા માટે રાગ નિમિત્તક કોઈ પણ વસ્તુનો સ્વીકારવાળું નથી? તેને માટે હેતુ આપે છે – રામાણ્ય, નીવનાશમ્ નષ્ટત્વત્ – રાગ જીવ લઈને નાશ થાય છે - ફૂં: નીવ પુરુષાત્ નમ્ વ: (પ/૪ ૬૯) સૂત્રથી પણ પ્રત્યય થતા નીવનાશમ્ શબ્દ થાય છે. રાગનો નાશ જીવ લીધા પછી થતો હોવાથી તારું શાસ્ત્ર રાગ નિમિત્તક પક્ષનો સ્વીકાર કરતું નથી. પરમાત્માનું શાસ્ત્ર પક્ષપાતી છે એના અનુસંધાનમાં જિજ્ઞાસુને શંકા થાય છે કે શા માટે પ્રભુનું શાસ્ત્ર પક્ષપાતી છે ? આ શંકાના અનુસંધાનમાં ગ્રંથકાર હેતુ આપે છે કે નૈગમ વિગેરે બધા જ્યોને તારું શાસ્ત્ર સામાન્યથી જ ઇચ્છે છે. અમે બધા જ નયોને અવિશેષતાથી ઇચ્છીએ છીએ એનું કારણ કોઈપણ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ અલગ અલગ સ્વરૂપવાળા થવાનાં જ સ્વભાવવાળી છે. આથી જ એ પ્રમાણે સ્વીકાર કરતું એવું તારું શાસ્ત્ર અસહનશીલતાનાં સ્વભાવવાળું નથી. નયોને સમાનપણાંથી જોવાથી (પ્રમાણવાક્યોથી જોવાથી) રાગમય એવા પક્ષનો નાશ થયો છે અને રાગમય એવા પક્ષનો નાશ થયો હોવાથી તારા શાસ્ત્રમાં અસહનશીલતાનો અભાવ છે. બીજાઓને નયો અસમાનપણે જણાતા હોવાથી રાગમય પક્ષ ઊભો રહે છે માટે જ અસહનશીલતાનો સદ્ભાવ છે. હવે સમય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – સભ્ય જીત – શબ્દ અર્થને જેના વડે પ્રાપ્ત કરે છે એ અર્થમાં સન્ + રૂ ધાતુને પુનનિ - (૫/૩/૧૩૦) સૂત્રથી કરણ અર્થમાં પ્રત્યય થતાં સમય શબ્દ બને છે. સમય એટલે આગમ અથવા તો શાસ્ત્ર, સિદ્ધાંત અર્થ પણ સમય શબ્દવડે કહેવાય છે. શાસ્ત્રનાં સંબંધ વિશેષથી જ પ્રવર્તતો હોવાથી સિદ્ધાંત પણ સમય શબ્દવડે કહેવાય છે. સમયનો આગમ અર્થ થાય છે તેનો શાસ્ત્રપાઠ આપે છે. શાસ્ત્રની શક્તિથી પરોક્ષ અનુભવનું છે કારણ છે તે આગમ છે અથવા તો નીવાદ્રિ પદાર્થો સમ્યગુ રીતે પ્રાપ્ત થાય છે જેમાં અર્થાતુ નીવાદ્રિ પદાર્થો પોતાનાં સ્વરૂપમાં સ્થિરતાને પ્રાપ્ત કરે છે જેમાં તે સમય કહેવાય છે. આ સમયનો જ પર્યાયવાચી શબ્દ આગમ છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy