________________
५ स्थानकाध्ययने उद्देशः १ महाव्रताणुव्रतानि ३८९ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|| ઞથ પØમરથાનાધ્યયને પ્રથમ ઉદેશ ||
ચતુર્થ અધ્યયનનું વ્યાખ્યાન કરાયું, હવે સંખ્યાના ક્રમથી સંબંધવાળા પાંચમા અધ્યયનનું વ્યાખ્યાન કરાય છે. એનો વિશેષ અભિસંબંધ આ પ્રમાણે-આનાથી પૂર્વના અધ્યયનને વિષે જીવ, અજીવ અને તેના ધર્મરૂપ પદાર્થો ચાર સ્થાનકના અવતાર વડે કહ્યા, હવે તે જ પંચસ્થાનકના અવતાર વડે કહેવાય છે. આ સંબંધ વડે આવેલ ઉદ્દેશકત્રયવિશિષ્ટ અને ચાર અનુયોગવાળા આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની વ્યાખ્યા કરાય છે. આ ઉદ્દેશકનો પૂર્વના ઉદ્દેશક સાથે સંબંધ અંગીકૃત અધ્યયનની જેમ જાણવો. પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે—
पंच महव्वता पन्नत्ता, तंजहा-सव्वातो पाणातिवातातो वेरमणं । जाव सव्वातो परिग्गहातो वेरमणं । पंचाणुव्वता पन्नत्ता, तंजहा – थूलातो पाणातिवातातो वेरमणं, थूलातो मुसावायातो वेरमणं, थूलातो अदिन्नादाणातो વેરમાં, સવારસંતોને, રૂક્છાપરિમાને | સૂ॰ રૂ૮૧ ||
(મૂળ) પાંચ મહાવ્રતો કહેલા છે, તે આ પ્રમાણે—સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું યાવત્ સર્વથા પરિગ્રહથી વિરમવું. પાંચ અણુવ્રતો કહેલા છે, તે આ પ્રમાણે—સ્થૂલ (મોટા) પ્રાણાતિપાતથી વિરમવું, સ્થૂલ મૃષાવાદથી વિરમવું, સ્થૂલ અદત્તાદાનથી વિરમવું, સ્વદારાસંતોષ અને ઇચ્છાનું પરિમાણ–પરિગ્રહની મર્યાદા કરવી. II૩૮૯।।
(ટી૦) આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે. પૂર્વ સૂત્રને વિષે અજીવોનો પરિણામવિશેષ કહ્યો, અહિં પણ જીવોનો પરિણામ જ કહેવાય છે. એવી રીતે સંબંધવિશિષ્ટ આ સૂત્રની સંહિતાદિના ક્રમ વડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. તે સંહિતાદિ ક્રમ સુગમ છે. વિશેષ એ કે-પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ છે તેથી ચાર નહિં. પ્રથમ અને અંતિમ જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ હોય છે. મહાન્ એવા વ્રતો-નિયમો તે મહાવ્રતો. સર્વ જીવાદિના વિષયપણાએ મહાવિષયવાળા હોવાથી તેઓનું મહત્ત્વ છે. કહ્યું છે કે—
पढमंमि सव्वजीवा, बीए चरिमे अ सव्वदव्वाई । सेसा महव्वया खलु, तदेक्कदेसेण दव्वाणं ॥१॥
[आवश्यक नियुक्ति ५७४ विशेषावश्यक २६३७ त्ति]
પ્રથમ મહાવ્રતમાં વિષયપણાએ સર્વ જીવો જાણવા, કારણ કે સર્વ જીવોનું પાલન લક્ષણ હોય છે. બીજા અને પાંચમા મહાવ્રતમાં વિષયપણાએ સર્વ દ્રવ્યો જાણવા અર્થાત્ સર્વ દ્રવ્ય સંબંધી મૃષાવાદ અને (પરિગ્રહની) મૂર્ચ્છના ત્યાગરૂપ જાણવા. શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશ વડે વિષયપણાએ હોય છે અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યના સંબંધમાં અદત્તાદાનની વિરતિ હોય છે, રૂપ અને રૂપવાળા દ્રવ્યના સંબંધમાં અબ્રહ્મની વિરતિ હોય છે અને છઠ્ઠું વ્રત રાત્રિ ભોજનની વિરતિરૂપ છે એટલે એ ત્રણે વ્રતો દ્રવ્યોના એકદેશના વિષયવાળા છે. (૧)
તથા યાવત્ જીવનપર્યંત ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનરૂપ હોવાથી એઓનું મહત્ત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મહાન વીરે અને આદિ તીર્થંકરે પ્રરૂપેલ છે પણ બીજા (બાવીશ) તીર્થંકરોએ નહિ. આ સ્વરૂપ શ્રીસુધર્માસ્વામી, શ્રીજંબુસ્વામી પ્રત્યે કહે છે. તે આ પ્રમાણે—'સર્વસ્માત્'—સમસ્ત ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદભેદથી કરેલ, કરાવેલ તથા અનુમતિના ભેદથી, અથવા દ્રવ્યતઃ છજીવનિકાયના વિષયથી, ક્ષેત્રતઃ ત્રણ લોકના સંબંધથી, કાલતઃ અતીત વગેરેથી અને ભાવતઃ રાગદ્વેષ ઉત્પન્ન થવાથી; પરંતુ પરિસ્થૂલની જ નહિ. 'પ્રાનાં' ઇન્દ્રિય, ઉચ્છવાસ અને આયુ વગેરે પ્રાણોનો અતિપાત (પ્રાણીઓના પાસેથી નાશ કરવો) તે પ્રાણાતિપાત અર્થાત્ પ્રાણીઓના પ્રાણોનો વિયોગ કરવો, તેથી વિરમવું–સમ્યજ્ઞાન અને શ્રદ્ધાનપૂર્વક
1