________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
परिशिष्ट
પ્રમાણમાં મળે. સંયમી વહોરવા જાય અને આવી ઉત્કૃષ્ટ વસ્તુઓની વિનંતિ થાય પછી એ લોભાઈ ન જાય? બધું વહોરે, બધું વાપરે, પુષ્કળ આસક્તિ પોષે, મોક્ષપ્રાપ્તિની લેશ્યા હવે માત્ર ખાવાની લેશ્યારૂપે પરાવર્તન પામે. આજે મોટા શહેરોમાં શિયાળાના બે–ત્રણ મહિના તો લગભગ બધાને ત્યાં મેથીપાક, ખજુર, મેથીના લાડવા, બદામકાજુ, ગુંદરની ઘેસ... વગેરે અત્યંત માદક વસ્તુઓ મળે. માત્ર આ જ વસ્તુઓ વાપરીને એકાસણા કરવા હોય તો પણ થઈ શકે એટલા પ્રમાણમાં આ વસ્તુઓ મળે. આ બધું મળવા છતાં ન વાપરનારા, ઈચ્છા સુદ્ધા ન કરનારા મહાવૈરાગી સંયમીઓ કેટલા મળે? નિમિત્ત મળતા લગભગ બધાને આસક્તિ જાગે જ.
એમ શહેરોમાં ઉનાળામાં કેરીના રસ, મુરબ્બાઓ, કેળાઓ વગેરે જાતજાતની આઈટમો મળે.
સંસારીઓ તો સામાન્યથી ખાવાના રસીયા હોય જ. અને એટલે જ શહેરી શ્રીમંતોને ત્યાં બધી જાતની આસક્તિઓ પોષાવની જ. રોજ વિગઈઓ ખાનારાઓને પછી શાસ્ત્રના પદાર્થો, વાચનાઓ શું અસર કરે? માટે જ તો વિગઈ વાપરનાઓને આગમો ભણાવવાનો નિષેધ છે. આંબિલાદિ યોગોહન કરનારાઓને જ આગમો ભણાવવાની અનુમતિ છે.
ગામડાઓમાં આવા માદક દ્રવ્યોનું ભક્ષણ પણ નથી કે વિકારો જગાવનારા બિભત્સ નિમિત્તો પણ નથી. જ્યારે શહેરોમાં તો એક બાજુ માદક દ્રવ્યોનું ચિક્કાર ભક્ષણ અને બીજી બાજુ હદ વિનાના બિભત્સ નિમિત્તો... શી રીતે બચાય?
આજે ય ગામડાઓમાં ગોચરી જઈએ તો દૂધ વગેરે માંડ માંડ મળે છે. અને બહેનોમાં સંપૂર્ણ મર્યાદાઓ દેખાય છે. (૩) શહેરોમાં અવારનવાર કોઈને કોઈ તહેવારો, ઉત્સવો, લગ્નપ્રસંગો ઉપસ્થિત થતા હોય એ વખતે શહેરી પ્રજા બેંડ બોલાવે, સંગીત વગાડે, વર્તમાનકાળમાં મોટા અવાજે ટેપરેકાર્ડરો વાગે, પીકચરના ગીતો અત્યંત મધુર સંગીત સાથે કલાકો સુધી ચાલે. ભલભલાને આકર્ષે એવા મધુર સંગીતને કારણે ઉપાશ્રયમાં બેઠેલાં સંયમીનું પણ એ તરફ ધ્યાન ખેંચાય. માથું પુસ્તકમાં હોય અને મન સંભળાતા સંગીતમાં હોય, કદાચ મોઢેથી એ ગીત પણ ધીમા સ્વરે ગણગણવા માંડે.
એમાંય આજના નૂતન સંયમીઓ કેટલાંય પિકચરો જોઈને આવેલા હોય. એટલે એમને તો ગીત-સંગીતનો રંગ લાગ્યો હોવાની શક્યતા છે જ.
એક સંયમીને ગૃહસ્થપણામાં ૧૦૦ ગીતો આખાને આખા આવડતા હતા. એ સિવાય તો સેંકડો હજારો ગીતો આવડતા હતા. હવે એ જ ગીતો સંભળાય એટલે વૈરાગી સંયમીનું પણ મન એમાં ખેંચાય. એમાં વળી એ ગીતવાળું પિકચર જોયું હોય તો પિકચરના દેશ્યો પણ યાદ આવે. લાંબા સમય સુધી એ પિક્ચરના જ વિચારમાં સંયમી
રચ્યોપચ્યો રહે. એમાં વળી જો એ ચિત્રો બિભત્સ હોય તો તો એના સ્મરણમાં વિકારો પણ જાગે.
મોટા શહેરોમાં ઉતરાણ વગેરે તહેવારોમાં સવારથી માંડી સાંજ સુધી ચારેબાજુ ગીતો વાગતા સંભળાય જ છે. આવા ગીતો સાંભળીને, એના કારણે એ ગીત સાથે જોડાયેલા ચિત્રો સ્મરણ કરીને, ખરાબ વિચારધારામાં ચડીને પુષ્કળ પાપકર્મ બાંધવાના પ્રસંગો આજે પણ બની રહ્યા છે.
ગામડાઓમાં આ નુકસાન નથી. ત્યાં તો ક્યારેક સંગીત વાગે તો પણ વર્તમાન સંયમીઓને રસ ન પડે, મન ન ખેંચાય એવું વાગે. એટલે મોટા નુકસાનો થતા અટકે.
(૪) શહેરના બહેનો ભણેલા હોય એટલે હોંશિયારી વધારે હોય. બોલવાના શબ્દો, બોલવાની છટા કંઈક જુદા જ પ્રકારની હોય. એ બધામાં સંયમીને આકર્ષણ થવાની શક્યતા ઘણી છે. ગામડાના બહેનોમાં એક તો રૂપ પણ ઓછું, વિભૂષા પણ ઓછી અને અભણ હોવાને લીધે એવી હોંશિયારી પણ ઓછી. એટલે એમના શબ્દોમાં કે શબ્દો બોલવાની
426