________________
परिशिष्ट
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
જિનાગમોના ચૂંટેલા પદાર્થો
-
પંન્યાસપ્રવર મુનિરાજશ્રી ચંદ્રશેખર વિજયજી
ભારતભરમાં શ્વેતાંબર સંપ્રદાયના કુલ ૧૦,૦૦૦ જેટલા સંયમીઓ હશે. ગયા વર્ષના ચાતુર્માસિક સ્થાનો જોતાં ખ્યાલ આવ્યો કે બોમ્બેમાં ૧૫૦૦, અમદાવાદમાં ૧૫૦૦, સુરતમાં ૭૦૦, આમ કુલ ત્રણ મોટા શહેરોમાં જ લગભગ ૪૦% જેટલા સાધુ–સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ હતા. એ સિવાય પણ બીજા ઘણા બધા નાના-મોટા શહેરોમાં પુષ્કળ સાધુ–સાધ્વીજીઓ હતા. લગભગ ૮૦% જેટલા સંયમીઓ શહેરોમાં ચાતુર્માસ કરે છે અને ઘણો ખરો શેષકાળ પણ શહેરમાં જ વિતાવે છે.
શહેરોમાં પ્રવેશ કરવાનો પણ ઉત્સર્ગ માર્ગે નિષેધ હોવાથી અત્યારનો શહેરમાં સંયમીઓનો રહેવાસ ઉત્સર્ગ માર્ગ તો ન જ બને. પણ અપવાદમાર્ગ પણ બને કે કેમ? એની વિચારણા કરતા પહેલાં સ્થાનાંગસૂત્રકાર શું કહે છે? એ જોઈએ.
જ્યારે આ સ્થાનાંગસૂત્રની રચના થઈ ત્યારે ચંપા, શ્રાવસ્તી, રાજગૃહી, ઉજ્જયિની વગેરે ૧૦ મોટી રાજધાનીઓ હતી. શાસ્ત્રકારો કહે છે કે સંયમીઓએ આ ૧૦ મોટી રાજધાનીઓ અને એ સિવાય પણ જે મોટા નગરો, શહેરો હોય તેમાં પ્રવેશ ન કરવો. પણ ગામડાઓમાં જ રહેવું. (શહેરોમાં રહેવાનો તો નિષેધ છે જ, પણ પ્રવેશ કરવાનો પણ નિષેધ છે.)
જો સંયમીઓ શહેરોમાં જશે તો ઘણા દોષો લાગશે.
(૧) શહેરોમાં મોટા ભાગે શ્રીમંતો રહેતા હોય છે. શ્રીમંતોને ત્યાં જન્મ લેનારાઓ પ્રાયઃ બધા પ્રકારના પુણ્યો લઈને આવતા હોય છે. એટલે શ્રીમંતોની પત્નીઓ, પુત્રવધૂઓ, પુત્રીઓ મોટા ભાગે રૂપવાન હોય, વળી સંપત્તિ હોવાથી તેઓ આભૂષણાદિનો શણગાર પણ ખૂબ કરે. એટલે સ્વાભાવિક રૂપ કરતાં ઘણું વધારે રૂપ નીખરે. સંયમી ઘરોમાં વહોરવા જાય, અત્યંત રૂપવાન બહેનોને જુએ અને એનું મન ચંચળ બને, વિકારો જાગે. ઉપાશ્રયે આવ્યા પછી પણ એ ૨૫, એ બહેનો વડે બોલાયેલા મીઠા શબ્દો યાદ આવે. સ્વાધ્યાયાદિની એકાગ્રતાને બદલે બહેનોના રૂપશબ્દાદિના સ્મરણમાં જ સંયમી એકાગ્ર બની જાય. એની સંયમપરિણતિ નબળી પડવા માંડે. દીક્ષા છોડીને ઘરે જવાનો પ્રસંગ તો કદાચ ૧૦ વર્ષ બાદ બને કે ન પણ બને. પણ મનથી તો એ ભાવદીક્ષાનો ત્યાગ કેટલીયવાર કરી ચૂકે.
(એમાંય પ્રાચીનકાળમાં તો ખાનદાનકૂળની બહેનો શ્રીમંત હોવા છતાં ઘણી બધી મર્યાદાઓ સાચવતી. પણ આજે તો બિભત્સતાએ માઝા મૂકી છે. પ્રાચીનકાળ કરતા કદાચ અનેકગણી વિકારક શક્તિ આજની બિભત્સતાઓમાં છે. પ્રાચીનકાળના સંયમીઓનો વૈરાગ્ય ઝળહળતો હોવા છતાં અને ત્યારની રૂપવાન બહેનો પણ ઘણી મર્યાદાવાળા હોવા છતાં જો શાસ્ત્રકારોએ સંયમીના મન ચંચળ બની જવાનો ભય દર્શાવ્યો છે, તો આજે તો પ્રાચીનકાળની અપેક્ષાએ કાચા વૈરાગ્યવાળા સંયમીઓ અને બીજી બાજુ પ્રાચીનકાળ કરતા અનેક ગણી વધારે વિકારક બિભત્સતાઓ... શું ન થાય? એ જ પ્રશ્ન છે. મનના વિચારો પકડી શકાતા નથી એટલે આના નુકશાનોનું ગણિત કરી શકાતું નથી.) (૨) શહેરોમાં ખાવાની વસ્તુઓ જાત-જાતની, સ્વાદિષ્ટ, આસક્તિપોષક મળે. શ્રીમંતાઈ હોવાથી વિગઈઓ પણ મોટા 1. આરાધક આત્માઓ પોતાના મનને ટટોળે તો પોતાને જે અનુભવ થયા હોય તે પોતાથી છાના ન હોય.
425