________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने दशधा सम्यग्दर्शनम् ७५१ सूत्रम् પ્રશંસા અને શ્લોક-તે તે સ્થાનમાં જ શ્લાઘા (વખાણ). આ બધાયનો ધ્વંદ્વ સમાસ છે, તેથી આ બધાય 'પરિમુવંતિ'–વ્યાકૂલ, થાય છે–સતત ભમે છે અથવા 'પરિપૂયો’–‘ગુડ્ડ' ધાતુ શબ્દના અર્થમાં હોવાથી અવાજ કરે છે, પાઠાંતરથી પરિભ્રમણ કરે છે. કેવી રીતે તે કહે છે 'તિ ઉત' રૂત્યાદ્રિ ‘ઇતિ’ એવં પ્રકાર અર્થમાં છે, “ખલ’ વાક્યના અલંકારમાં છે તેથી આવા પ્રકારવાળા ભગવાન્ સર્વજ્ઞાની, સર્વદર્શી, સર્વ સંશયનો વ્યવચ્છેદ કરનાર, સર્વ જનોને બોધક થાય એવી ભાષાને બોલનાર, સર્વ જગત જીવના વત્સલ, સર્વ ગુણીજનોના સમૂહમાં ચક્રવર્તી, સર્વ નર અને નાકિ (દેવ) ના નાયકના સમુદાય વડે સેવાયેલ ચરણયુગલવાળા “મહાવીર' નામે એ જ ફરીથી કહેવાય છે. શ્લાઘા કરવાવાળાઓનો આદર જણાવવા માટે અથવા અનેકપણું જણાવવા માટે ૯, 'માધવે ત્યારે પૂર્વવત્ ૧૦, ૭૫ol.
સ્વપ્નના દર્શનકાળમાં ભગવાન્ સરાગ સમ્યગદર્શની હતા માટે સરાગ સમ્યદર્શનનું નિરૂપણ કરતાં થકાં સૂત્રકાર કહે
दसविधे सरागसम्मइंसणे पन्नत्ते, तंजहा–निसग्गु १ वतेसरुती २, आणारुती ३ सुत्त-४ बीतरुतिमेव ५ । अभिगम-६ वित्थाररुती ७, किरिया-८ संखेव-९ धम्मरुती १० ॥१।। ।। सू० ७५१।। (મૂ૦) દશ પ્રકારે સરાગી જીવોનું સમ્યગ્દર્શન કહેલું છે, તે આ પ્રમાણે—ગુરુના ઉપદેશ વિના સહજથી જાતિસ્મરણાદિ વડે : -
જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરે તે નિસર્ગરુચિ ૧, ગુરુના ઉપદેશથી જે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરે તે ઉપદેશરુચિ ૨, સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞા વડે જે રુચિ તે આજ્ઞારુચિ, માષતુષાદિ મુનિવત્ તમેવ સર્વ નિસૅ નં નિહિં પત્યિ' ઇત્યાદિ ૩, આચારાંગાદિસૂત્રને ભણતો થકો જે સમ્યક્તને પામે તે સૂત્રરુચિ-ગોવિંદવાચકવર્ ૪, જે એક પદના જ્ઞાન વડે અનેક પદને સમજી શકે તે બીજરુચિ-જેવી રીતે ઉદકમાં તેલબિંદુ વિસ્તરે તેવી બુદ્ધિવાળો ૫, આચારાંગાદિ સૂત્રને જે અર્થથી જાણે તે અભિ[ધિગમરુચિ ૬, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને, સર્વ પર્યાય અને સર્વ નય અને પ્રમાણ વડે જાણે તે વિસ્તારરુચિ ૭, જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ હોય તે ક્રિયારુચિ ૮, જે કુમતને સ્વીકારેલ ન હોય અને જિનપ્રવચનમાં કુશલ ન હોય પણ ચિયાતિપુત્રની માફક માત્ર ત્રણ પદથી (સંક્ષેપથી) તત્ત્વરુચિને પામે તે સંક્ષેપરુચિ ૯, જે વસ્તુના ધર્મ (સ્વભાવ) ને અથવા શ્રુત-ચારિત્રરૂપ જિનોક્ત
ધર્મને સદ્ધહે તે ધર્મરુચિ ૧૦. //// I૭૫૧// (ટી0) 'રવિ' ત્યાદ્રિ સરીસ્ય–ઉપશાંત નહિ થયેલ અને ક્ષય નહિ થયેલ મોહવાળાનું જે સમ્યગુદર્શન તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સરાગ સમ્યગ્દર્શન. અથવા રાગ સહિત એવું સમ્યગ્દર્શન અથવા રાગ સહિત સમ્યગ્દર્શન છે જેને તે સરોગસમ્યગ્દર્શન. 'નિસા' સાદા રુચિ શબ્દ, પ્રત્યેકમાં જોડાય છે. તેથી નિસર્ગ સ્વભાવ તેના વડે તત્ત્વના અભિલાષરૂપ રુચિ છે જેને તે નિસર્ગરુચિ અથવા નિસર્ગતઃ-સહજથી રુચિ તે નિસર્ગરુચિ અર્થાત્ જે જાતિસ્મરણજ્ઞાનાદિરૂપ પોતાની બુદ્ધિ વડે સદ્ભૂત (છતા) જીવાદિ પદાર્થોને જાણીને સદહે છે તે નિસર્ગરુચિ. યવાદ– जो जिणदिढे भावे, चउव्विहे [द्रव्यादिभिः] सद्दहाइ सयमेव । एमेव नन्नह त्ति य, निसग्गरुइ त्ति नायव्वो ।।१।।
[૩રર૦ ૨૮૨૮ 7િ]. જે જિનેશ્વરોએ જોયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવભેદથી અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ભેદથી ચાર પ્રકારના ભાવોને બીજાના ઉપદેશ સિવાય સ્વયમેવ જાતિસ્મરણાદિથી સદહે છે–જિનવચન અન્યથા નથી એવી શ્રદ્ધા છે તે નિસર્ગરુચિ સમજવો. (૭૧)
૧, તથા ઉપદેશ-ગુરુપ્રમુખના કથન વડે રુચિ છે જેને તે ઉપદેશરુચિ. સર્વત્ર તપુરુષ (સમાસ) પક્ષ સ્વયં સમજવું અર્થાત્ જિનેશ્વરોએ કહેલ જીવાદિ પદાર્થો જ, તીર્થકર કે તેના શિષ્યાદિ વડે ઉપદેશાયેલને જે સદેહે છે તે ઉપદેશરુચિ. યાત
358