________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे બતાવવા માટે મિથ્યાકાર કરે છે. આ મિથ્યા ક્રિયા છે એમ તાત્પર્ય છે. કહ્યું છે કે– संजमजोगे अब्भुट्टियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एवं ति वियाणिऊण मिच्छ त्ति कायव्वं ॥६॥
[પા૦ ૧૨૦ માવશ્ય નિર્યુક્તિ ૬૮૨ 7િ. સંયમયોગમાં તત્પર થયેલ સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તે મેં આ ખોટું કર્યું એમ જાણીને તેનો મિથ્યાકાર કરવો અર્થાત્ મિચ્છા મિ દુક્કડું આપવું. (૬૦)
૨, તથા-તહત્ત કરવું તે તથાકાર તે સૂત્ર સંબંધી પ્રશ્ન વગેરેના વિષયવાળો છે. જેમ આપે કહ્યું તેમજ આ છે આવા સ્વરૂપવાળો તથાકાર છે. કહ્યું છે કેवायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए अवितहमेयं ति तहा, पडिसुणणाए तहक्कारो ॥६१।।
[पञ्चा० १२।१५ आवश्यक नियुक्ति ६८९ त्ति] સૂત્રની વાચનામાં, સૂત્રને સાંભળવામાં, ઉપદેશમાં, સૂત્ર સંબંધી અર્થના કથનમાં વ્યાખ્યાનમાં) તથા પૂછેલ પ્રશ્નના આચાર્યે આપેલ ઉત્તરમાં આપનું વચન અવિતથ (સત્ય) છે એમ કહેવું તે તથાકાર છે. (૬૧),
આ પુરુષવિશેષના વિષયમાં (બહુશ્રુતના સંબંધમાં) જ પ્રયોગ કરવો યોગ્ય છે. અદ્રિ – कप्पाकप्पे परिनिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संजम-तवडगस्स उ, अविगप्पेणं तहक्कारो ।।६२।।
[पञ्चा० १२।१४ आवश्यक नियुक्ति ६८८ त्ति] કથ્ય-આચરવા યોગ્ય અને અકથ્ય-નહિ આચરવા યોગ્ય, તે બન્નેને વિષે નિષ્ણાત હોય, પાંચ મહાવ્રતરૂપ સ્થાનને વિષે સ્થિત હોય તથા સંયમ અને તપને વિષે વર્તનાર હોય એવા આઢય (અંતરંગ લક્ષ્મીવાળા) મુનિને વિષે વિના સંકોચે તથાકાર કરવો. (૬૨)
૩, 'માવલ્સિયા ' ત્તિ અવશ્ય કર્તવ્ય યોગ વડે નીપજેલી તે આવશ્યકી ‘ચ' સમુચ્ચયમાં છે. આનો પ્રયોગ ઉપાશ્રયથી નીકળતાં આવશ્યક યોગયુક્ત સાધુને હોય છે. આ હિ– कज्जे गच्छंतस्स उ, गुरुनिइसेण सुत्तनीईए । आवस्सिय ति नेया, सुद्धा अन्नत्थजोगाओ ॥६३।।
[પશ૦ ૨૮ ]િ ગુરુની આજ્ઞા વડે કાર્યપ્રસંગે ઉપાશ્રયથી નીકળતાં સૂત્રોક્ત નીતિએ આવશ્યકી જાણવી, કારણ કે શુદ્ધા-સત્યઅન્તર્થસાર્થક યોગવાળી હોવાથી. (૬૩)
૪, તથા નિષેધ વડે થયેલી તે નૈધિક-અન્ય વ્યાપારના નિષેધરૂપ આનો પ્રયોગ ઉપાશ્રયમાં પ્રવેશ કરનારને હોય છે. જેથી કહ્યું છે કે
एवोग्गहप्पवेसे, निसीहिया तह निसिद्धजोगस्स । एयस्सेसा उचिया, इयरस्स [अनिषिद्धयोगस्य] न चेव नत्थि त्ति ।।६४।।
[પશ૦ ૧૨ા૨૨ 7િ] એવી રીતે અવગ્રહ (ઉપાશ્રય) ના પ્રવેશમાં નિષિદ્ધયોગ-નિરુદ્ધ કરેલ મન, વચન, કાયયોગવાળાને આ ઔષધિની ઉચિત છે, પરંતુ અનિષિદ્ધ યોગવાળાને ઉચિત નથી; કારણ કે સાર્થક નથી. (૬૪)
૫, તથા પૂછવું તે આપૃચ્છા. તે વિહારભૂમિના ગમનાદિ પ્રયોજનમાં ગુરુને પૂછવારૂપ કરવી. ‘ચ' શબ્દ પૂર્વની જેમ જાણવો. ઢોક્તમ્आपुच्छणा उ कज्जे, गुरुणो तस्सम्मयस्स वा नियमा । एवं खु तयं सेयं, जायइ सइ निज्जराहेऊ ।।५।।
[પશ્ચા૨ારદ તિ] કાર્યપ્રસંગે ગુરુને પૂછવું. ગુરુને સમ્મત કાર્ય હોય તો પણ અવશ્ય પૂછવું. આ પ્રમાણે વારંવાર પૂછવાથી નિશ્ચયે તેને 354