________________
१० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (ટી૦) 'સે' ત્યા॰િ સંક્લેશ-અસમાધિ. ૩૫ધીયતે—આત્માને સહાય કરે તે સંયમ, અથવા સંયમરૂપ શરીર જેના વડે સંકલેશ પામે તે ઉપધિ-વસ્ત્રાદિ તેના વિષયવાળો સંક્લેશ તે ઉપધિ સંક્લેશ ૧, એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે '૩વય' એટલે ઉપાશ્રય-વસતિ ૨, તથા કષાયો જ અથવા કષાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ એમ સમાસ છે ૩, ભક્તપાનને આશ્રયીને સંક્લેશ તે ભક્તપાન સંક્લેશ ૪, તથા મનથી અથવા મનમાં સંક્લેશ ૫, વાણીથી સંક્લેશ ૬, કાયાને આશ્રયીને સંક્લેશ તે કાયસંક્લેશ એમ સમાસ છે ૭, જ્ઞાનનો સંક્લેશ-અવિશુદ્ધમાનતા (જ્ઞાનમાં અતિચાર લગાડવો) તે જ્ઞાનસંક્લેશ ૮, એવી રીતે દર્શન અને ચારિત્રનો સંક્લેશ પણ જાણવો ૯–૧૦. એથી વિપક્ષભૂત અસંક્લેશને હવે કહે છે— 'સે' ત્યાદ્િ॰ સુગમ છે. I૭૩૯॥
અસંક્લેશ તો જીવનો વિશિષ્ટ વીર્યબલ હોતે છતે થાય છે માટે સામાન્યથી બલના નિરૂપણને અર્થે કહે છે—'સે’ ત્યાવિ॰ શ્રોત્રંદ્રિય વગેરે પાંચે ઇંદ્રિયોના બલ–પોતાના વિષયને ગ્રહણ કરવાના સામર્થ્યરૂપ છે 'નવ' ત્તિ ચક્ષુ ઇંદ્રિયનો બલ વગેરે કહેવું ૫, જ્ઞાનબલ–અતીતાદિ વસ્તુના નિર્ણયનું સામર્થ્ય, અથવા ચારિત્રના સાધનપણાને લઈને મોક્ષ સાધનનું સામર્થ્ય ૬, દર્શનબલ-સર્વજ્ઞ વચનના પ્રમાણપણાથી અદ્રિય અને યુક્તિ વડે અગમ્ય-જાણી ન શકાય [નિગોદાદિ સૂક્ષ્મ ભાવો] એવા પદાર્થના રોચન પ્રતીતિ લક્ષણ સમ્યક્ત્વબલ ૭, ચારિત્રબલ–જેથી દુષ્કર છતાં પણ સકલ સંગના વિયોગને આત્મા કરે છે અને જે અનંત, અનાબાધ, એકાંતિક, આત્યંતિક અને આત્માને સ્વાધીન એવા આનંદને પ્રાપ્ત કરે છે ૮, તપબલ–જે અનેક ભવમાં ઉપાર્જેલ, અને અનેક દુઃખના કારણભૂત નિકાચિત કર્મની ગાંઠને ખપાવે છે ['તવસા નિાયપિ'] ૯, વીર્યરૂપ બલ તે વીર્યબલ, જેથી ગમનાગમનાદિ વિચિત્ર ક્રિયામાં (આત્મા) વર્તે છે અને સમસ્ત કલુષના સમૂહને દૂર કરીને સતત આનંદનું ભાજન થાય છે. ૭૪૦ના
ચારિત્રના બલયુક્ત પુરુષ સત્ય જ ભાષે છે, તેથી સત્યનું નિરૂપણ કરવા માટે . સૂત્ર दसविहे सच्चे पण्णत्ते, तंजहा
'जणवय १ सम्मुति २ ठवणा ३, नामे ४, रूवे ५ पडुच्चसच्चे ६ य । ववहार ७ भाव ८ जोगे ९, दसमे ओवम्मसच्चे य १० ॥ १ ॥
दसविधे मोसे पन्नत्ते, तंजहा
को १ मा २ माया ३, लोभे ४ पिज्जे ५ तहेव दोसे ६ य । हास ७ भते ८ अक्खातित ९, उवघातेनिस्सिते दसमे
૧૦ ।।૨।।
दसविधे सच्चामोसे पन्नत्ते, तंजहा
उप्पन्नमीसते १ विगतमीसते २ उप्पण्णविगतमीसते ३ जीवमीस ४ अजीवमसीए ५ जीवाजीवमीसए ६ अणंतमीसए ७ परित्तमीसए ८ अद्धामीसते ९ अद्धद्धामीसते १० ।। सू० ७४१ ।।
(મૂ) દશ પ્રકારે સત્ય કહેલ છે, તે આ પ્રમાણે—જનપદસત્ય-જે દેશમાં શબ્દ, જે અર્થમાં રૂઢ હોય તે શબ્દ દેશાંતરમાં
બોલ્યું છતું પણ સત્ય છે. જેમ કોંકણાદિ દેશમાં પયઃ પિચ્ચ, નીર, ઉદક વગેરે બોલાય છે ૧, સમ્મત સત્ય-કુમુદ, કુવલય વગેરે કાદવમાં ઉત્પન્ન થયા છતાં પણ ગોપાલાદિને સમસ્ત અરવિંદ જ પંકજ કહેવાય છે ૨, લેપ્પાદિકર્મ, અરિહંતાદિના વિકલ્પથી જે સ્થપાય છે તે સ્થાપના સત્ય છે ૩, કુલની વૃદ્ધિ ન કરતો હોય તો પણ નામથી કુલવર્ધન કહેવાય છે તે નામ સત્ય ૪, તથા કપટથી દીક્ષા લીધેલ સાધુવેશ ધારીને પણ સાધુ કહેવાય છે તે રૂપ સત્ય ૫, અન્ય વસ્તુની અપેક્ષાએ જે સત્ય તે પ્રતીત્ય સત્ય-જેમ અનામિકા અંગુલીનું દીર્ધપણું કનિષ્ઠાની અપેક્ષાએ છે અને લઘુપણું મધ્યમાની અપેક્ષાએ છે ૬, પર્વતમાં તૃણાદિક બળે છે છતાં પણ પર્વત બળે છે એમ કહેવાય છે, તે વ્યવહાર સત્ય
335
કહે છે—