________________
१० स्थानकाध्ययने द्रव्यानुयोगः ७२६ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ धायइसंडेमेरू, चुलसीइ सहस्स ऊसिया दो वि । अगोढा य सहस्सं, होंति य सिहरम्मि वित्थिन्ना ।।१६।। मूले पणनउइ सया, चउणउइ सया य होंति धरणियले
વૃિદ્ધક્ષેત્ર સાથ૭-૧૮ તિ] ધાતકી ખંડ દ્વીપમાં બન્ને મેરુ, ચોરાશી હજાર યોજનના ઊંચા છે અને એક હજાર યોજન જમીનમાં અવગાઢ (ઊંડા) તથા શિખર ઉપર પહોળા છે. (૧૬) મૂલમાં પંચાણુ સો એટલે સાડાનવ હજાર યોજન પહોળા અને ધરણીતલ-સપાટી પર નવ હજાર ને ચારસો યોજનના પહોળા છે. I૭૨૨/l.
બધાય વૃત્ત (વાટલા) વૈતાઢ્ય પર્વતો, વીશ છે તે પ્રત્યેક પાંચ હૈમવતું, પાંચ હૈરણ્યવતું, પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યફવર્ષ ક્ષેત્રમાં, શબ્દાવતી, વિકટાવતી, ગંધાવતી અને માલવત્પર્યાય નામથી છે. વૃત્ત શબ્દનું ગ્રહણ દીર્ઘ વૈતાદ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. ૭૨૩-૭૨૪ો.
માનુષોત્તર પર્વત ચક્રવાલ (મનુષ્ય ક્ષેત્રને ફરતો) પ્રસિદ્ધ છે. ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં રહેલા છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યમાં રહેલા સોળ પર્વતો છે. રતિકર પર્વતો નંદીશ્વરદ્વીપમાં ચારે વિદિશામાં રહેલા ચોથા સ્થાનકમાં કહેલ સ્વરૂપવાળા (બત્રીશ) પર્વતો છે. રુચક પર્વત રુચક નામા તેરમા દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કંડલનામાં અગ્યારમા દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે 'વં પડતડવી' ઉત્તઆ કથન વડે અહિં કુંડલ પર્વત, ઉદ્ધધ-ઊંડાઈ, મૂલનો વિખંભ અને ઉપરના વિખંભ વડે રુચકવર પર્વત સમાન કહ્યો, અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ સૂત્રોમાં તો આ પ્રમાણે કહ્યું છેदस चेव जोयणसए, बावीसे वित्थडो उ मूलंमि । चत्तारि जोयणसए, चउवीसे वित्थडो सिहरि ।।१७।।
| દ્વિીપસાર ૭૪ ]િ એક હજાર અને બાવીશ યોજન ૧૦૨૨ મૂલમાં વિસ્તાર અને શિખર ઉપર ચારસેં ને ચોવીશ ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો વિસ્તાર છે. (૧૭)
ચકપર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે-મૂલમાં વિખંભ દશ હજાર ને બાવીશ યોજન અને શિખર ઉપર ચાર હજાર ને ચોવીશ યોજન વિસ્તાર કહેલ છે. ૭૨પા.
અનંતર ગણિતાનયોગ કહ્યો. હવે દ્રવ્યાનયોગના સ્વરૂપને ભેદથી કહે છે – दसविहे दवियाणुओगे पन्नत्ते, तंजहा–दवियाणुओगे १, माउयाणुओगे २, एगट्ठियाणुओगे ३, करणाणुओगे ४, अप्पितणप्पिते ५, भाविताभाविते ६, बाहिराबाहिरे ७, सासयासासते ८, तधणाणे ९ अतधणाणे १० // સૂ૦ ૭રદા (મૂ9) દશ પ્રકારે દ્રવ્યાનુયોગ એટલે જીવાદિ દ્રવ્યનું વ્યાખ્યાન કહેલું છે, તે આ પ્રમાણે—દ્રવ્યાનુયોગ એટલે જીવાદિનું
દ્રવ્યપણું વિચારવું જેમ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે ઇત્યાદિ ૧, માતૃકાનુયોગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ ત્રણ પદનું વિચારવું જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત સત્ છે ઇત્યાદિ ૨, એકાર્યાનુયોગ-એક અર્થવાળા શબ્દોનો વિચારજેમ જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ, એ એકાર્યવાચક છે ૩, કરણાનુયોગ-કાલ, સ્વભાવ, નિયતિ અને પૂર્વકૃત રૂપ સાધકતમ કારણ વડે કર્ના કાર્ય કરે છે ઈત્યાદિ વિચારવું ૪, જેમ આ સંસારી જીવ છે ઈત્યાદિ વિશેષણ આપવુંતે અર્પિત અને વિશેષણ રહિત સામાન્ય કથનરૂપ તે અનપ્રિત-જેમ જીવદ્રવ્ય. એવી રીતે અર્પિતાનર્પિત ૫, દ્રવ્યાંતરના સંસર્ગથી વાસિતરૂપ તે ભાવિત અને અવાસિતરૂપ તે અભાવિત એવી રીતે દ્રવ્યનો વિચાર તે ભાવિતાભાવિત ૬. બાહ્ય દ્રવ્ય અને અબાહ્યદ્રવ્યનો વિચાર તે બાહ્યાબાહ્ય ૭, શાશ્વત અને અશાશ્વતનો વિચાર શાશ્વતાશાશ્વત ૮, સમ્યગુષ્ટિ જીવનું જે યથાર્થ જ્ઞાન તે તથાજ્ઞાન ૯, મિથ્યાષ્ટિ જીવનું જે એકાંતિક જ્ઞાન તે અતથાજ્ઞાન ૧૦. //૭ર૬/l.
321