________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९स्थानकाध्ययने पश्चाद्दभागविमानकुलकरतीर्थान्तरद्वीपवीथीनोकषायकुलकोटीपापपुद्गलाः ६९४-७०३ सूत्राणि पशुसंज्ञासु च ३ मध्यमस्यफलादिर्यदा चरेद् भृगुजः। अजमृगवैश्वानरवीथिष्वर्थभयादितो लोकः ॥२६॥
ભરણી, સ્વાતિ અને આગ્નેય-કૃતિકા, આ ત્રણ નાગ નામા વીથી ઉત્તર માર્ગમાં છે ૧, રોહિણી, મૃગશિર અને આદ્ર આ ત્રણ ઇભનામા વીથી છે ૨, આદિત્ય-પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા આ ત્રણ સુરગજ એટલે ઐરાવણનામા વીથી છે. ૩ (૨૨) મઘા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની આ ત્રણ વૃષભનામાં વીથી છે ૪, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા આ ત્રણ જરગવાનામા વીથી છે ૫, પ્રોઇપદા-પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની ગોવીથી છે ૬, તેમાં મધ્ય ફલ છે. (૨૩) હસ્ત, ચિત્રા, વિશાખા અને અનુરાધા આ ચાર નક્ષત્રો અજવીથી ૭, ઇંદ્રદેવતા,-યેષ્ઠા અને મૂલ હોય તો મૃગવીથી કહેવાય છે ૮, પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અને અભિજિતુ આ ત્રણ નક્ષત્રો વૈશ્વાનર્થ વીથી દક્ષિણ માર્ગમાં કહેલી છે. (૨૪) આ વીથીઓને વિષે શુક્ર વિચરે છે તેમાં નાગ, ગજ અને ઐરાવણ વીથીમાં જો શુક્ર હોય તો મેઘ ઘણો વર્ષે, ઔષધિઓ સુલભ થાય
અર્થાત્ ધાન્ય સોંઘા થાય અને દ્રવ્યની વૃદ્ધિ થાય (૨૫) પશુ સંજ્ઞાવાળી ત્રણ વીથીઓ અર્થાત્ વૃષભ, જરગવા અને ગો આ - ત્રણ વીથીઓમાં જો શુક્ર હોય તો ધાન્ય, ફલ વગેરે મધ્યમ થાય તથા અજ, મૃગ અને વૈશ્વાનર આ ત્રણ વીથીઓમાં જો શુક્ર હોય તો દ્રવ્ય અને ભયથી પીડિત લોક હોય છે. (૨૬) I૬૯૯ો.
વીથી વિશેષના ચાર વડે શુક્રાદિ ગ્રહો મનુષ્યોને ઉપકાર અને ઉપધાત (હાનિ) કરવાવાળા હોય છે માટે દ્રવ્યાદિ (ક્ષેત્ર, કાલ, ભાવ, ભવ) સામગ્રી વડે કર્મોના ઉદય વગેરે (ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ) નો સદ્ભાવ હોય છે. આ સંબંધથી પ્રસ્તુત અધ્યયનમાં અવતરતા કર્મના સ્વરૂપને કહે છે– નવવિદે ત્યાદ્રિ અહિં નો શબ્દ સાહચર્ય–સાથે રહેનાર આ અર્થમાં છે. ક્રોધાદિ કષાયોની સાથે રહેનારા તે નોકષાયો. માત્ર એકલા) આ નોકષાયોનું પ્રધાનપણું નથી પરંતુ જે અનંતાનુબંધી વગેરે કષાયોની સાથે ઉદયમાં આવે છે તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. બુધ ગ્રહની માફક બીજાના સંસર્ગની જેમ અનુવર્તે છે. એવી રીતે નોકષાયપણાએ જે કર્મ વેદાય છે તે નોકષાયવેદનીય છે. તેમાં જેના ઉદયથી સ્ત્રીને પુરુષને વિષે અભિલાષ થાય છે. પિત્તના ઉદયથી મધુર (ખાવાના) અભિલાષની જેમ. તે ફંફંકાગ્નિ (છાણાનો અગ્નિ) સમાન સ્ત્રીવેદ છે. જેના ઉદય વડે પુરુષને સ્ત્રી વિષે અભિલાષ થાય છે શ્લેષ્મ (કફ) ના ઉદયથી ખાટું ખાવાના અભિલાષની જેમ. તે દાવાગ્નિની જવાલા સમાન પુરુષવેદ છે. જેના ઉદયમાં નપુંસકને સ્ત્રી તથા પુરુષ ઉભયને વિષે અભિલાષ થાય છે. પિત્તમિશ્રિત કફના ઉદયમાં મસ્જિત અર્થાત દહિંવડા વગેરે મિશ્રિત પદાર્થના અભિલાષની જેમ. તે મહાનગરદાહના અગ્નિસમાન નપુંસકવેદ છે. જેના ઉદયથી નિમિત્તસહિત અથવા નિમિત્ત વિના હસે છે તે હાસ્યકર્મ. જેના ઉદયથી સચિત કે અચિત બાહ્ય દ્રવ્યોને વિષે જીવને રતિ ઉત્પન્ન થાય છે તે રતિકર્મ. જેના ઉદયથી તે જ બાહ્ય દ્રવ્યોને વિષે અરતિ ઉત્પન્ન થાય છે તે અરતિકર્મ. જેના ઉદયથી ભયરહિત જીવને પણ આલોકભય વગેરે સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે તે ભયકર્મ. જેના ઉદયથી શોકરહિત જીવને પણ જીંદન વગેરે શોક ઉત્પન્ન થાય છે તે શોકકર્મ. જેના ઉદયથી વિષ્ટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા (સુગ) થાય છે તે જુગુપ્સાકર્મ. ૭00ા.
અનંતરકર્મ કહ્યું, તેના વશવર્તી જીવો નાના પ્રકારની કુલકોટિને ભજનારા થાય છે માટે કુલકોટિના બે સૂત્રો છે, તેમાં ગયેલા જીવો કર્મનો સંચય કરે છે માટે ચયાદિ સૂત્રષક છે. અને કર્મપુદ્ગલના પ્રસ્તાવથી પુદ્ગલ સૂત્ર છે. આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે—'નવ નાડું ત્યાર૦ ચૌરિદ્રિય જીવોની જાતિમાં જે કુલકોટિઓની યોનિ પ્રમુખના અર્થાત્ યોનિદ્વારોન શતસહસ્રો (લાખો) છે તે નવ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ શતસહસ્રો. ભુજા વડે જાય છે–ચાલે છે તે ભુજગો, ગોધા (ઘો) વગેરે. I૭૦૧-૭૦૨-૭૦૩il.
|| ઇતિ શ્રીમદભયદેવાચાર્યવિરચિત સ્થાનાખ્યતૃતીયાંગના વિવરણમાં
નવમ સ્થાનકનામાં નવમ અધ્યયનનો અનુવાદ સમાપ્ત II
1. બુધ ગ્રહ, શુભ ગ્રહની સાથે શુભ ફલ આપે છે અને પાપ ગ્રહની સાથે અશુભ ફળ આપે છે પરંતુ સ્વતંત્ર તેની પ્રધાનતા નથી, તેમ નોકષાયની પ્રધાનતા નથી. 302