________________
९स्थानकाध्ययने पश्चाद्दभागविमानकुलकरतीर्थान्तरद्वीपवीथीनोकषायकुलकोटीपापपुद्दगलाः ६९४-७०३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઐરાવણપદ ૩, વૃષભવીથી ૪, ગોવીથી ૫, ઉરગવીથી (જરગવા) ૬, અજવીથી ૭, મૃગવીથી ૮ અને વૈશ્વાનરવીથી ૯. ૬૯૯૫
નવ પ્રકારે નોકષાય વેદનીય અર્થાત્ વેદવા યોગ્ય (મોહનીય) કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—સ્રીવેદ ૧, પુરુષવેદ ૨, નપુંસકવેદ ૩, હાસ્ય ૪, રતિ પ, અતિ ૬, ભય ૭, શોક ૮ અને દુગુંચ્છ ૯. Iecoll
૫,
ચૌરિદ્રય જીવોની જાતિ કુલકોટિ યોનિપ્રમુખ નવ લાખ કહેલી છે. ભુજગપરિસર્પ લક્ષણ સ્થલચર પંચદ્રિય તિર્યંચો (નોલીયા, ઉંદર વગેરે જીવો) ની જાતિ કુલકોટિયોનિપ્રમુખ નવ લાખ કહેલી છે. II૭૦૧॥
જીવો નવ સ્થાન વડે ઉપાર્જન ક૨ેલ પુદ્ગલોને પાપકર્મતાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિને કરશે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિક વડે નિવńિત-ઉપાર્જિત, યાવત્ પંચન્દ્રિય વડે નિવર્જિત. એવી રીતે ચયવૃદ્ધિ, ઉપચય-વિશેષ વૃદ્ધિ, બંધ–શિથિલ કર્મોને દૃઢ કરવા, ઉદીરણ–ઉદયમાં નહિ આવેલ કર્મોને આકર્ષીને ઉદયાવલીમાં પ્રક્ષેપવા, વેદવું, તેમજ નિર્જરવું, તે કરેલ છે, કરે છે અને કરશે. I૭૦૨॥
નવ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે, નવ પ્રદેશમાં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે, યાવત્ નવ ગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. II૭૦૩
(ટી૦) સુગમ છે. વિશેષ એ કે 'પ ંમાળ' ત્તિ પશ્ચાત્ ભાગ ચંદ્ર વડે ભોગ છે જે નક્ષત્રોનો તે પશ્ચાત્ભાગો ચંદ્ર અતિક્રમીને જે ભોગવે છે અર્થાત્ પુંઠ દઈને ભોગવે છે. 'અભિરૂં' 'હા', 'અસ્સી' એટલે અશ્વિની. વળી મતાંતર આ પ્રમાણે— અસ્તિનિ મરળી સમજો, અનુાહ-શિક-રેવડું-પૂસો । મિયસિર હત્યો ચિત્તા, પચ્છિમનો મુળવવ્યા ।।ર
અશ્વિની ૧૬ ભરણી ૨, શ્રવણ ૩, અનુરાધા ૪, ધનિષ્ઠા પ, રેવતી ૬, પુષ્ય ૭, મૃગશિર ૮, હસ્ત ૯, અને ચિત્રા ૧૦. આ દશ નક્ષત્રો, ચંદ્રમાની સાથે પશ્ચિમ યોગવાળા છે અર્થાત્ ચંદ્રમાના ઉદયમાં પશ્ચિમ દિશાએ આ નક્ષત્રો યોગ–સંબંધને ક૨ે છે. (૨૧) II૬૯૪॥
નક્ષત્રના વિમાનનો વ્યતિકર કહ્યો, માટે વિમાનવિશેષના વ્યતિક૨વાળું સૂત્ર છે, તે સ્પષ્ટ છે. II૬૯૫
અનંતર વિમાનોનું ઊંચપણ કહ્યું માટે કુલકરવિશેષના ઊંચપણાનું સૂત્ર છે. II૬૯૬
કુલકરના સંબંધથી ઋષભ કુલકર વિષયક સૂત્ર છે. II૬૯૭।।
ઋષભ પ્રભુ મનુષ્ય હતા તેથી અંતદ્વીપના મનુષ્ય સંબંધી ક્ષેત્રવિશેષના પ્રમાણવાળું સૂત્ર છે. વિશેષ એ કે–ધનદંતાદિ સાતમા અંતદ્વીપો છે. II૬૯૮
નવર્સે યોજન પ્રમાણવાળા (અંતદ્વીપો) છે એમ કહ્યું માટે સમભૂતલસમાન પૃથ્વીના તલીઆથી ઉપરના ભાગમાં નવ સો યોજનની અંદર ગતિ કરવાવાળા ગ્રહવિશેષના વ્યતિકરને કહે છે—'સુસ્સે' ત્યાવિ॰ શુક્ર નામા મહાગ્રહની નવ વીથીઓ-ક્ષેત્રના ભાગો પ્રાયઃ ત્રણ ત્રણ નક્ષત્રો વડે થાય છે તેમાં હય સંજ્ઞાવાળી વીથી તે હયવીથી. એવી રીતે સર્વત્ર સમજવું. સંજ્ઞા તો વ્યવહારવિશેષને અર્થે છે. જે અહિં હયવીથી કહી છે તે અન્યત્ર (બીજા શાસ્ત્રમાં) નાગવીથી તરીકે રૂઢ છે. અને નાગવીથી તે ઐરાવણ પદ છે. એ વીથીઓનું લક્ષણ ભદ્રબાહુ પ્રસિદ્ધ આર્યાઓ વડે ક્રમથી લખાય છે— भरणी स्वात्याग्नेयं ३ नागाख्या १ वीथिरुत्तर मार्गे । रोहिण्यादि ३ रिभाख्या २ चादित्यादि ३ सुरगजाख्या ३ ||२२|| वृषभाख्या ४ पैत्रादिः ३ श्रवणादि ३ र्मध्यमे जरद्गवाख्या ५
प्रोष्ठपदादि ४ चतुष्के गोवीथि ६ स्तासु मध्यफलम् ॥२३॥ अजवीथी ७ हस्तादि ४ र्मृगवीथी ८ चैन्द्रदेवतादि स्यात् । दक्षिणमार्गे वैश्वानर्याषाढद्वयं ब्राह्मम् ॥२४॥ एतासु भृगुर्विचरती नागगजैरावतीषु वीथिषु चेत् । बहुवर्षेत् पर्जन्यः सुलभौषधयोऽर्थ वृद्धिश्च ॥२५॥
1. વેદવા યોગ્ય હોવાથી સામાન્યતઃ બધાય કર્મો ઉદયની અપેક્ષાએ વેદનીય કહેવાય. વિશેષતઃ સાતા અસાતા લક્ષણ વેદનીય કર્મ કહેવાય
છે.
301