________________
९ स्थानकाध्ययने भाविसिद्धाः ६९२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મિચર્થ—અર્થાત્ બીજોરાનો પાક છે તેને તું ગ્રહણ કર, તે બીજોરાપાક વડે અમારે પ્રયોજન છે એમ ભગવાને કહ્યું ત્યારે સિંહ મુનિએ તેમજ કર્યું, રેવતીએ તો બહુમાનપૂર્વક પોતાના આત્માને કૃતાર્થ માનતી છતી જેવી રીતે યા... તેવી રીતે તે મુનિના પાત્રમાં પ્રક્ષેપ્યું-વ્હોરાવ્યું. સિંહમુનિએ પણ લાવીને તે ભગવાનના હસ્તમાં અર્પણ કર્યું. ભગવાને પણ વીતરાગપણાએ જ ઉદરકોષ્ટકમાં પ્રક્ષેપ્યું તેથી તત્કાલ જ રોગ ક્ષીણ થયો અને યતિવર્ગ આનંદ પામ્યો તથા અખિલ દેવાદિ લોક પ્રમુદિત થયો. ||૬૯૧||
અનંતર જે તીર્થંકરો થશે તે પ્રકૃત અધ્યયનના અનુપાત વડે કહ્યા. હવે તો તે જીવો સિદ્ધ થશે તે પ્રમાણે જ તેઓને કહે
एस णं अज्जो! कण्हे वासुदेवे १ रामे बलदेवे २ उदये पेढालपुत्ते ३ पुट्टिले ४ सतते गाहावती ५ दारुते नितंठे ६ सच्चती नितंठीपुत्ते ७ सावितबुद्धे अम्बडे परिव्वायते ८ अज्जा वि णं सुपासा पासावच्चिज्जा ९ आगमेस्साते उस्सप्पिणीते चाउज्जामं धम्मं पन्नवतित्ता सिज्झहिति जाव अंतं काहिति ।। सू० ६९२।। (મૂળ) ભગવાન્ શ્રી મહાવીર, સાધુઓને સંબોધીને કહે છે- આર્યો! આ કૃષ્ણ વાસુદેવ ૧, રામ નામા નવમો બલદેવ રે,
ઉદક નામા મુનિ પેઢાલપુત્ર જેનું વૃત્તાંત સુયગડાંગ સૂત્રના નાલંદીય અધ્યયનમાં છે તે ૩, પોલિ મુનિ ૪, શતક નામાં ગૃહપતિ પ, (આ બેનું વર્ણન કહેવાઈ ગયેલ છે) દારુક નામા નિગ્રંથ-આ શ્રી કૃષ્ણનો પુત્ર જેનું ચરિત્ર અનુત્તરોવવાઈ સૂત્રમાં છે તે ૬, સત્યકી વિદ્યાધર-સુયેષ્ઠા સાધ્વીનો પુત્ર ૭, સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ એવો અંબડનામા પરિવ્રાજક ૮, પાર્શ્વનાથ ભગવાનની પ્રશિષ્યા સુપાર્શ્વનામાં આર્યા-સાધ્વી ૯ આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મને પ્રરૂપીને સિદ્ધ થશે, યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. આ
નવ જણાંમાંથી કેટલાએક મધ્યમ તીર્થકર થશે અને કેટલાએક મધ્યમ તીર્થકર તીર્થમાં સિદ્ધ થશે. I૬૯૨ // (ટી.) 'સન' મિત્યવિ તેમાં એષ એટલે આ વાસુદેવોમાં છેલ્લો અનંતરકાલમાં થયેલ (કૃષ્ણ) નન્નો' ઉત્તર આમંત્રણ વચન છે તે ભગવાન્ શ્રી મહાવીર, સાધુઓને આમંત્રીને કહે છે કે- આર્યો! 'થે પેડાનપુત્તે' રિ૦ સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે નાલંદીયનામા (છેલ્લા) અધ્યયનમાં કહેલ છે. તે આ પ્રમાણે—ઉદકનામા અનગાર, પેઢાલનો પુત્ર અને પાર્શ્વજિનનો શિષ્ય-સંતાનીય, જે રાજગૃહી નગરીની બાહરલી વસ્તિ 'નાલંદા નામના પરાના ઇશાન કોણમાં હસ્તિદ્વીપ નામના
મંડમાં રહ્યો, તે વનખંડના એક દેશમાં રહેલ ગૌતમસ્વામી પ્રત્યે સંશયવિશેષને પૂછીને સંશય રહિત થયો થકો ચાર મહાવ્રતરૂપ ધર્મને છોડીને પંચમહાવ્રતરૂપ ધર્મનો તેણે સ્વીકાર કર્યો, પોફિલ અને શતક (પુષ્કલી) એ બે ગત સૂત્રમાં કહેલ તે જ છે. દારુક નામા અનગાર વાસુદેવ (કૃષ્ણ) નો પુત્ર અને ભગવાન અરિષ્ટ નેમિનાથનો શિષ્ય, જેનું ચરિત્ર અનુત્તરોપપાતિક સૂત્રમાં કહેલ છે તે જાણવો. તથા સત્યકી નામ (વિદ્યાધર) સાધ્વીનો પુત્ર છે જેની આવા પ્રકારની વક્તવ્યતા છે-ચેટક (ચેડા) મહારાજાની પુત્રી (બાલબ્રહ્મચારિણી) સુયેષ્ટા નામા, વૈરાગ્યથી દીક્ષિત થઈને ઉપાશ્રયની અંદર આતાપનાને લેતી હતી. આ - બાજુ પેઢાલનામાં વિદ્યાસિદ્ધ પરિવ્રાજક, (પોતાની) વિદ્યાને આપવા માટે યોગ્ય પુરુષને શોધે છે. જો બ્રહ્મચારિણી સ્ત્રીને પુત્ર થાય તો સારા સ્થાનમાં સ્થાપેલ વિદ્યા થાય એમ વિચારતો થકો તે સુયેષ્ઠા સાધ્વીને આતાપના લેતી જોઈને અંધકારનો વ્યામોહ કરીને વિદુર્વાન) વીર્યનો પ્રક્ષેપ કર્યો તેથી ગર્ભ ઉત્પન્ન થયો અને પુત્ર જન્મ્યો. અનુક્રમે તે બાલક સાધ્વી સહિત ભગવાનના સમવસરણમાં ગયો. તે વખતે ત્યાં કાલસંદીપ નામા વિદ્યારે ભગવાનને વાંદને પૂછ્યું કે મને કોનાથી ભય છે? 1. “ન’ ‘અલ’ ‘દા' આ ત્રણ પદ જેનો અર્થ જ્યાં દાન દેવાનો નિષેધ નથી અર્થાત્ સતત અપાય છે એવા ઋદ્ધિમાનું દાતાર લોકો વસે
છે જેથી નાલંદા કહેવાય છે. 2. સુજ્યેષ્ઠાને ગર્ભવતી જોઈને સાધ્વીઓએ ભગવાનને પૂછ્યું. ભગવાને એ મહાસતી છે એમ કહ્યું અને પરિવ્રાજક સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યો. વિશેષ હકીકત કથાનકથી સમજવી.
283