________________
९ स्थानकाध्ययने वैताढ्यादिकूटाधिकारः ६८९ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૮ અને વૈશ્રમણકૂટ ૯, આ સુકચ્છવિજય સંબંધી કૂટોના નામો છે. /૧// એવી રીતે યાવતું પુષ્કલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો કહેલા છે. એમજ વચ્છવિજયમાં દીર્ઘતાક્ય ઉપર નવ ફૂટો કહેલા છે. એ પ્રમાણે થાવત્ મંગલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય ઉપર નવ કૂટો કહેલા છે. જેબૂદ્વીપમાં વિદ્યુભનામા વક્ષસ્કાર પર્વત ઉપર નવ કૂટો કહેલા છે. તે આ પ્રમાણે–સિદ્ધફૂટ ૧, વિદ્યુ—ભ ૨, દેવકુરુ ૩, પશ્નકૂટ ૪, કનક ૫, સૌવસ્તિક ૬, શીતોદા ૭, સજલ ૮ અને હરિકૂટ ૯ આ નામો જાણવા. /૧// જંબૂનામા દ્વીપમાં પદ્મનામા વિજયને વિષે દીર્ઘવૈતાઢ્ય ઉપર રહેલા નવ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, પહ્મકૂટ ૨, ખંડપ્રપાત ૩, માણિભદ્ર ૪, વૈતાઢ્ય ૫, પૂર્ણભદ્ર ૬, તિમિશ્રગુહા ૭, પશ્નકૂટ ૮ અને વૈશ્રમણકૂટ ૯. એવી રીતે યાવતું સલિલાવતી વિજયને વિષે દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ સ્કૂટો કહેલા છે. એવી રીતે વપ્રવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત પર નવ ફૂટો કહેલા છે એમજ યાવત્ ગંધિલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, ગંધિલાવતીકૂટ ૨, ખંડપ્રપાતકૂટ ૩, માણિભદ્રકૂટ ૪, વૈતાઢ્યકૂટ ૫, પૂર્ણભદ્રકૂટ ૬, તિમિશ્રગુહા ૭, ગંધિલાવતીફૂટ ૮ અને વૈશ્રમણકૂટ ૯ આ કૂટોના નામો છે. એવી રીતે બધાય દીવૈતાઢ્યને વિષે બીજો અને આઠમો એ બે ફૂટ સરખા નામવાળા છે. અર્થાત્ વિજયના નામથી કૂટના નામો છે અને શેષ કૂટોના તે જ (પૂર્વોક્ત) નામો છે. જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરદિશાએ નીલવાનનામા વર્ષધર પર્વત ઉપર નવ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે–સિદ્ધક્ટ ૧, નીલવાનકૂટ ૨, વદેહ ૩. શીતા ૪. કીર્તિ ૫. નારિકાંતા ૬, અપરવિદેહ ૭, રમ્યકકટ ૮ અને ઉપદર્શનકુટ ૯ છે. /૧// જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ એરવતનામા ક્ષેત્રને વિષે દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો-શિખરો કહેલા છે, તે આ પ્રમાણે–સિદ્ધકૂટ ૧, રત્ન ૨, ખંડપ્રપાત ૩, માણિભદ્ર ૪, વૈતાદ્ય ૫, પૂર્ણભદ્ર ૬, તિમિસગુહા ૭, ઐરાવત ૮ અને
વૈશ્રમણ ૯ આ ઐરાવત ક્ષેત્રને વિષે રહેલ દીર્ઘવૈતાઢ્ય સંબંધી કૂટોના નામો છે. I/૧////૬૮૯// | (ટીઓ) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-ભરતક્ષેત્રનું ગ્રહણ વિજય વગેરેના નિષેધ માટે છે અને દીર્ધ શબ્દનું ગ્રહણ (વર્તુળ) વાટલા વૈતાઢયના નિષેધ માટે છે. 'સિદ્ધ જાહ૦ તેમાં સિદ્ધાયતનકૂટ તે સિદ્ધકૂટ, આ કૂટ સવા યોજન ઊંચું, એટલું મૂલમાં વિસ્તારવાળું અને એનાથી અર્ધ ઉપરના ભાગમાં વિસ્તારવાળું તથા એક કોશની લંબાઈ, અદ્ધ કોશની પહોળાઈ અને દેશે ઊણા એક કોશ (૧૪૪૦ ધનુષ્યની) ઊંચાઈવાળું તથા પશ્ચિમ દિશાને છોડીને શેષ ત્રણ દિશામાં પાંચસે ધનુષ્યના ઊંચા, અઢીસેં ધનુષ્યના પહોળા એવા ત્રણ દરવાજા યુક્ત અને એકસો આઠ જિનપ્રતિમા સહિત એવા સિદ્ધાયતન વડે વિભૂષિત ઉપરિતન ભાગવાળું સિદ્ધકૂટ છે. તે વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશામાં રહેલું છે. શેષ કૂટો તો ક્રમશઃ તેનાથી પશ્ચિમ દિશાએ છે. ભરતનામા દેવના પ્રાસાદાવતંસક વડે ઓળખાતું ભરતકૂટ છે. 'ઘંટા' ઉત્ત. ખંડપ્રપાતનામ વૈતાદ્યગુહા-જેના દ્વારા ચક્રવર્તિ અનાર્ય ક્ષેત્રથી સ્વક્ષેત્રમાં આવે છે તેના અધિષ્ઠાયકદેવના સંબંધીપણાથી ખંડપ્રપાતકૂટ કહેવાય છે. 'મા'તિ માણિભદ્રનામા દેવનો નિવાસ હોવાથી માણિભદ્રકૂટ છે. 'વેયg'ત્તિ વૈતાઢ્ય પર્વતના નાયક દેવનો નિવાસ હોવાથી વૈતાઢચકૂટ, "પુત્ર'તિ પૂર્ણભદ્રનામા દેવના નિવાસથી પૂર્ણભદ્રકૂટ, તિમિસગુહાનામાં ગુહા છે, જેના દ્વારા ચક્રવર્તિ, સ્વક્ષેત્રથી–ચિલાત - (અનાય) ક્ષેત્રમાં જાય છે, તેના અધિષ્ઠાયકદેવના નિવાસથી તિમિસગુણાકૂટ નામ છે 'પરહે'ત્તિ તેમજ છે. વૈશ્રમણ નામના લોકપાલનો આવાસ હોવાથી વૈશ્રમણકૂટ નામ છે. 'સિદ્ધ શાહ 'સિદ્ધ તિ સિદ્ધાયતનકૂટ, તથા નિષધપર્વતના અધિષ્ઠાયકદેવના નિવાસયુક્ત તે નિષધકૂટ. હરિવર્ષનામા ક્ષેત્રવિશેષના અધિષ્ઠાયકદેવે સ્વીકારેલું કૂટ તે હરિવર્ષપૂટ. એમ વિદેહકૂટ પણ જાણવું. હી દેવીના નિવાસવાળું તે હીકૂટ, એમજ ધૃતિકૂટ, શીતોદા નદીની અધિષ્ઠાયકદેવીના નિવાસવાળું તે શીતોદાકૂટ, અને અપર વિદેહકૂટ તે વિદેહટની જેમ જાણવું. રૂચકનામાં ચક્રવાલ પર્વતના અધિષ્ઠાયક દેવના નિવાસવાળું રૂચક ફૂટ છે. ''ત્તિ નંદનવન મેરુપર્વતની પહેલી મેખલા ઉપર છે, તેમાં નવ કૂટો છે 'નં 'Tદા. તેમાં નંદનવનને વિષે પૂર્વાદિ
279