________________
९ स्थानकाध्ययने ईशानवरुणेशानाग्रमहिषीलोकान्तिकग्रैवेयकाः ६८२ - ६८५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અર્થ-તે નવ પ્રકારની કોટિ બે પ્રકારે કરાય છે, એક ઉદ્ગમ કોટિ અને બીજી વિશોધિ કોટિ, તેમાં પેલી ઉદ્ગમઅવિશોધિકોટિ પ્રથમના છ ભેદમાં અવતરે છે અને છેલ્લી ક્રીતત્રિક (ખરીદી સંબંધી) વિશોધિકોટિમાં અવતરે છે તેમાં હિંસા ન હોવાથી. (૬) [વર્તમાનમાં ખરીદાવવામાં પણ રીક્ષા આદિનો ઉપયોગ કરીને લઈ આવે ત્યારે છ કાયની હિંસાનો પ્રસંગ બને છે સંયમના ખપીઓએ વિચારવું] II૬૮૧॥
નવકોટિએ શુદ્ધ આહાર લેનાર સાધુઓને કથંચિત્ મોક્ષના અભાવમાં દેવગતિ થાય છે માટે દેવગતિ સંબંધી વસ્તુના સમૂહને કહેવાની ઇચ્છાવાળા 'સાળĂ' ત્યાદ્રિ સૂત્ર નવકને કહે છે—
ईसाणस्स णंदेविंदस्स देवरण्णो वरुणस्स महारन्नो णव अग्गमहिसीओ पन्नत्ताओ ।। सू० ६८२ ।। ईसाणस्स णं देविंदस्स [देवरण्णो] अग्गमहिसीणं णव पलिओवमाई ठिती पन्नत्ता-ईसाणे कप्पे उक्कोसेणं देवी व पलि ओवमाई ठिती पन्नत्ता ।। सू० ६८३ ।।
नव देवनिकाया पन्नत्ता, तंजहा - " सारस्सयमादिच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिता अव्वाबाधा, - अग्गिच्चा चेव रिट्ठाय || १ || अव्वाबाहाणं देवानं नव देवा नव देवसता पन्नत्ता, एवं अग्गिच्चो वि एवं रिट्ठा वि || સૂ॰ ૬૮૪||
व गेवेज्जविमाणपत्थडा पन्नत्ता, तंजहा - हेट्ठिमहेट्ठिमगेवेज्जविमाणपत्थडे, हेट्ठिममज्झिमगेवेज्ज विमाणपत्थडे, हेट्ठिमउवरिमगेवेज्जविमाणपत्थडे, मज्झिमहेट्ठिमगेवेज्जविमाणपत्थडे, मज्झिममज्झिमगेवेज्जविमाणपत्थडे, मज्झिमउवरिमगेवेज्जविमाणपत्थडे, उवरिमहेट्ठिमगेवेज्जविमाणमाणपत्थडे, उवरिममज्झिमगेवेज्जविमाणपत्थडे उवरिमउवंरिमगेवेज्जविमाणपत्थडे, एतेसि णं णवण्हं गेवेज्जविमाणपत्थडाणं णव नामधिज्जा पन्नत्ता, तंजहा- भद्दे सुभद्दे सुजाते, सोमणसे पितदरिसणे । सुंदसणे अमोहे य, सुप्पबुद्धे जसोधरे ॥१॥। ।।सू० ६८५।। (મૂળ) ઇશાનનામા દેવેંદ્ર, દેવના રાજાના વરુણનામા લોકપાલ મહારાજાની નવ અગ્રમહિષીઓ કહેલી છે. II૬૮૨ ઇશાનનામા દેવેદ્ર, દેવના રાજાની અગ્રમહિષીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ઇશાન નામા દેવલોકમાં ઉત્કૃષ્ટથી (પરિગૃહિતા) દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. II૬૮૩
નવ‘દેવના નિકાયો—સમૂહો કહેલા છે, તે આ પ્રમાણે—સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય. અને રિષ્ટ ॥૧॥ અવ્યાબાધ દેવોના નવ સો ને નવ દેવો (પરિવારભૂત) કહેલા છે, એમ આગ્નેયના પણ, એમ જ રિષ્ટના પણ જાણવા. II૬૮૪
નવ પ્રૈવેયક વિમાનના પ્રસ્તટો–પ્રતરો કહેલા છે, તે આ પ્રમાણે—અધસ્તન અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૧, અધસ્તન મધ્યમ ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૨, અધસ્તન ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૩, મધ્યમ અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૪, મધ્યમ મધ્યમ ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૫, મધ્યમ ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટ ૬, ઉપરિતન અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૭, ઉપરિતન મધ્યમ પ્રૈવેયક વિમાન પ્રસ્તટ ૮, ઉપરિતન ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૯–આ ઉક્ત નવ ચૈવેયક વિમાન પ્રસ્તટોના નવ નામો કહેલા છે, તે આ પ્રમાણે—ભદ્ર ૧, સુભદ્ર ૨, સુજાત ૩, સૌમનસ ૪, પ્રિયદર્શન ૫, સુદર્શન ૬, અમોઘ ૭, સુપ્રબુદ્ધ ૮ અને યશોધર ૯. ॥૧॥ ૬૮૫૫
(ટી૦) આ સુગમ છે. વિશેષ એ કે 'નવ પત્તિઓવમારૂં' તિ॰ નવ જ તેણીઓનું સપરિગ્રહપણું હોવાથી. કહ્યું છે કે—
1. આ સારસ્વતાદિ નવ લોકાંતિક દેવો એકાવતારી હોય છે એમ ઘણા શાસ્ત્રોમાં જોવાય છે. દિગમ્બર આમ્નાયના ત્રિલોકસારમાં પણ તેમજ જોવાય છે પરન્તુ પ્રવચનસારોદ્ધારમાં સાત આઠ ભવ પણ કહેલા છે તે મતાંતર જણાય છે, પરન્તુ એ દેવો અત્યુતમ, એકાંત સમ્યગ્દૃષ્ટિ, દેવર્ષિ કહેવાય છે. પરિવારભૂત દેવો તો મિથ્યાદૃષ્ટિ પણ સંભવે.
275