________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि
અથવા ત્યાના-જડ જેવી ચૈતન્યની ઋદ્ધિ છે જેણીમાં તે 'સ્યાનદ્ધિ તેવા પ્રકારના વિપાકને વેદવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ
સ્યાનદ્ધિ અથવા સ્યાનગુદ્ધિ કહેવાય છે. તે આ પ્રમાણે નિદ્રાપંચક, દર્શનાવરણ કર્મના ક્ષયોપશમજન્ય મેળવેલ આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરણ કરનારું કહ્યું. હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂલથી જ આવરે છે તે આ દર્શનાવરણચતુષ્ક કહેવાય છે. ચક્ષુ વડે દર્શન-સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ. અચક્ષુ વડે-ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયો વડે અથવા મન વડે જે દર્શન તે અચક્ષુદર્શન તેનું આવરણ તે અચક્ષુદર્શનાવરણ. અવધિ-રૂપીપદાર્થની મર્યાદા વડે અથવા અવધિ જ ઇન્દ્રિયોની અપેક્ષા સિવાય બોધરૂપ દર્શન અર્થાતુ સામાન્ય પદાર્થનું ગ્રહણ તે અવધિ દર્શન તેનું આવરણ તે અવધિદર્શનાવરણ તથા ઉક્ત સ્વરૂપવાળું કેવલ એવું જે દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. એમ નવ પ્ર દર્શનાવરણ કર્મ કહ્યું. ll૬૬૮
જીવોને કર્મના સંબંધથી નક્ષત્રાદિ દેવપણું, તિર્યચપણું અને મનુષ્યપણું થાય છે, માટે નક્ષત્રાદિ વક્તવ્યતાની રચનાવાળા સૂત્રસમૂહને 'અમીત્યાવિ'થી આરંભીને 'મિતિ સંવર્દિ' અહિં સુધી કહે છે-આ સુગમ છે. વિશેષ એ કે 'સારૂગ' ત્તિ સાતિરેક (ઝાઝેરા) નવ મુહૂર્તોને યાવતુ એક મુહૂર્તના બાસઠીઆ ચોવીશ ભાગ વડે ૯-૨૪/૬૨ અને બાસઠીયા એક ભાગના સડસઠ ભાગ કરીએ તેવા છાસઠ ભાગ વડે અધિક. 'ઉત્તરે નો' તિઃ ઉત્તર દિશામાં રહેલા નક્ષત્રો, દક્ષિણ દિશામાં રહેલા ચંદ્રની સાથે યોગને અનુભવે છે. //૬૬૯ll
'વહુસમરળિજ્ઞાસ’ ૦િ અત્યંત સમ તે બહુસમ, એથી જ રમણીય-મનોહર તે ભૂમિભાગથી પરંતુ પર્વતની અપેક્ષાએ નહિ અને શ્વભૂ-વક્ર ભૂમિભાગની અપેક્ષાએ પણ નહિ 'કાવાધાણ' ત્તિ આંતરાએ વકૃત્વા–કરીને આ શેષ વાક્ય છે. '૩વરિત’ વિ. ઉપરિતન તારારૂપ-તારાની જાતિ સંબંધી ચાર-ભ્રમણને વતિ–કરે છે. //૬૭ll
'નવનોળિય' ત્તિ નવ યોજનની લંબાઈવાળા મિસ્યો) જ પ્રવેશે છે. લવણસમુદ્રમાં જો કે પાંચસે યોજનની લંબાઈવાળા સભ્યો હોય છે તો પણ નદીના મુખમાં જગતિના છિદ્રની ઉચિતતાવાળા જ પ્રવેશે છે અથવા આ લોકાનુભાવ છે. T૬૭૧||
"પયાવ’ તિઃ આ પૂર્વાર્ધ શ્લોકનું છે. અને ઉત્તર અદ્ધ તો ગાથાનું પશ્ચાદ્ધ છે. સંક્ષેપને માટે અતિદેશ કરતા થકા સૂત્રકાર કહે છે–'પો’ રિ૦ આ સૂત્રથી આરંભીને નહી સમાપ' ત્તિ સમવાય નામા ચોથા અંગમાં જેમ કહ્યું છે તેમ સઘળું જાણવું. તે અર્થથી આ-નવ વાસુદેવ અને બલદેવના માતા પિતાઓના નામો, વાસુદેવ બલદેવોના નામો, પૂર્વભવના નામો, પૂર્વભવના ધર્માચાર્યોના નામો, નિદાનની ભૂમિઓ-નિયાણાના કારણો, પ્રતિશત્રુઓ અને ગતિઓ, ક્યાં સુધી આ કહેવું? તે બતાવે છે—'નાવ 7' ત્યા૦િ ગાથાના પશ્ચાદ્ધ પર્વત. આ ગાથાનો પૂર્વાદ્ધ–'અદ્રુતા રામ જો પુખ વંમતોયધ્વમિ' સિમવાય સૂત્ર ૫૮ થી ૨૪૦ 7િ] આઠ રામો–બલદેવો મોક્ષે ગયા છે અને એક છેલ્લો રામબલદેવ પાંચમા બ્રહ્મલોક નામાં કલ્પમાં ગયેલ છે 'સિજ્ઞિરૂફ કાનિસ્તે' તિ આવતી ચોવીશીમાં સિદ્ધ થશે. જે શબ્દ વાક્યાલંકારમાં છે અથવા તૃતીયા વિભક્તિમાં છે તથા નવૂવીવે' ત્યાવિ આગામી ઉત્સર્પિણી સૂત્રમાં 'પવું નહીં સમવાણ' ઇત્યાદિ અતિદેશ વચન એ પ્રમાણે જ વિચારવું. યાવત્ પ્રતિવાસુદેવ સૂત્ર મહાભીમસેન અને છેલ્લો સુગ્રીવ અહીં સુધી, તથા 'તે' ગાતા. આ અનંતર કહેલા નવ પ્રતિશત્રુઓ 'વિરપુરિસાળ' રિ૦ કીર્તિપ્રધાન પુરુષો તે કીર્તિ પુરુષો તેઓના છે. 'વત્ર નોદિ' ત્તિ ચક્ર વડે યુદ્ધ કરવાનો સ્વભાવ છે જેઓનું તે ચક્રોધિઓ હંમીતિ' પોતાના ચક્રોથી હણાશે. ૬૭રી
અહીં મહાપુરુષોના અધિકારમાં મહાપુરુષ ચક્રવર્તીઓ સંબંધી નિધિના પ્રકરણને કહે છે
1. આ નિદ્રાના ઉદયવાળો અવશ્ય નરકે જાય, આ નિદ્રાની ઉપર પાંચ દગંતો વિશેષાવશ્યક વૃત્તિમાં બતાવેલા છે. 2. उक्तं च-तित्थयरा तह पियरो, चक्कीबलकेसवरुद्दणारदा । अंगज कुलयर पुरिसा, भविया सिझंति नियमेणं ।।१।। .
.
268