________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने गतिगंगादिद्वीपकालोद पुष्करार्धकाकणी योजनानि ६२८-६३४ सूत्राणि
મગધદેશમાં વ્યવહાર કરાયેલું એવું માગધ–યોજન આઠ હજાર ધનુષ્યપ્રમાણ નિશ્ચિત છે. II૬૩૪॥ (ટી૦) 'અટ્ટુ ો' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—'ગુરૂ' ત્તિ ભાવના પ્રધાનપણાથી નિર્દેશના ગૌરવ વડે–ઊર્ધ્વ, અધઃ અને તિર્યગમન સ્વભાવ વડે જે પરમાણુ વગેરેની સ્વભાવથી ગતિ તે ગુરુગતિ, જે અન્યની પ્રેરણાથી ગતિ તે પ્રણોદનગતિ–બાણ વગેરેની જેમ. અને અન્ય દ્રવ્ય (વસ્તુ) થી દબાયેલની જે ગતિ તે પ્રાક્ભાર ગતિ જેમ નાવાદિની અધોગતિ થાય છે. II૬૨૮
અનંતરગતિ કહી, તેથી ગતિવાળી ગંગાદિ નદીઓની અધિષ્ઠાતા દેવીઓના દ્વીપના સ્વરૂપને કહે છે—'ને' ત્યાદ્રિ' સુગમ છે. વિશેષ એ કે–ગંગાદિ, ભરત, ઐરવતક્ષેત્રની નદીઓ છે. તેની અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલા છે. II૬૨૯।।
દ્વીપોના અધિકા૨થી અંતરદ્વીપનું સૂત્ર, ત્યારપછી જ દ્વીપવાળા કાલોદસમુદ્રના પ્રમાણનું સૂત્ર, ત્યારપછી આંતરા રહિત રહેલ પુષ્કરાદ્ધદ્વીપના અત્યંતર અર્જુનું સૂત્ર, અને બાહ્ય અર્જુનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ અને વિદ્યુĒત શબ્દને દ્વીપ શબ્દ સંબંધ કરાય છે તેથી ઉલ્કામુખદ્વીપાદિ, ‘ભું’ શબ્દ વાક્યાલંકારમાં છે. દ્વીપો, હિમવત અને શિખરીનામા, વર્ષધર પર્વતની પૂર્વ અને પશ્ચિમની બે દાઢાઓની મધ્યે, સાત સાત અંતરદ્વીપોના મધ્યમાં છઠ્ઠો અંતદ્વીપ આર્સે આઠર્સે યોજનની લંબાઈ અને પહોળાઈ વડે કહેલ છે. II૬૩૦-૬૩૨॥
પુષ્કરાદ્ધદ્વીપમાં ચક્રવર્તીઓ હોય છે માટે ચક્રી સંબંધી રત્નવિશેષને અષ્ટસ્થાનકમાં અવતાર કરતાં થકા સૂત્રકાર કહે છે—'મેળે' ઇત્યાદિ, એક એક રાજા, ચાતુરંતચક્રવર્તીને અહિં અન્ય અન્ય કાલમાં ઉત્પન્ન થયેલાઓને પણ તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા માટે ‘એકૈક’ ગ્રહણ છે. ઉપચાર રહિત રાજા શબ્દનો વિષય જણાવવા માટે ‘રાજા’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોક્તપણું પ્રતિપાદન કરવા માટે ‘ચતુરંતચક્રવર્તિ' શબ્દનું ગ્રહણ છે. અષ્ટસૌવર્ણિક (સોનૈયા) કાકણિરત્ન છે. સુવર્ણનું માન તો ચાર મધુર તૃણલનો એક શ્વેત સરસવ, સોળ શ્વેત સરસવનું એક ધાન્ય માષકલ, બે ધાન્ય માષક ફળની એક ગુંજા (ચણોઠી), પાંચ ગુંજાનો એક કર્મ માષક–(માસો), સોળ કર્મ માષકનો એક સુવર્ણ. આ મધુર તૃણ લ વગેરે ભરત (ચક્રી) ના કાલમાં થનારા લેવાય છે જેથી સર્વ ચક્રવર્તીઓનું કાકણીરત્ન તુલ્ય છે તે છ તળાવાળું, બાર અગ્નિ-હાંસાવાળું, અષ્ટ કર્ણિકાવાળું અને અધિકરણીસંસ્થિત કહેલું છે. તેમાં તલા–મધ્યખંડો, અસ્ત્રિઓ-કોટિઓ, કર્ણિકા-ખૂણાના વિભાગો, અધિકરણિકસોનીનું ઉપકરણ-એરણ પ્રતીત જ છે. આ કાકણીરત્ન ચાર અંગુલના પ્રમાણવાળું. ''શ્વતપ્પમાળા, સુવન્નવાળી નેયા'' રૂતિ વત્તનાત્ ॥૬૩૩॥
અંગુલના પ્રમાણથી નિષ્પન્ન–બનેલું યોજનનું પ્રમાણ કહે છે—'માનદ્દે' ત્યાદ્રિ મગધમાં થયેલું તે માગધ અર્થાત્ મગધ દેશમાં વ્યવહા૨ કરાયેલું તે રસ્તાના પ્રમાણવિશેષરૂપ યોજનનું આઠ હજા૨ ધનુષ્ય નિહાર–નિર્ગમ યાવત્ પ્રમાણ કહેલું છે 'નિહત્ત' ત્તિ॰ ક્વચિત્ પાઠ છે ત્યાં નિધત્ત-નિકાચિત-નિશ્ચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણુ વગેરેના ક્રમથી જાણવું. તે આ પ્રમાણે—
''પરમાનૂ તનરેન્દૂ, રહરેનૂ બયં ચ વાતસ્સ શિવભ્રા નૂયા ય નવો, અદમુળનિવદ્ધિયા મસો ।।૧।।''
[अनुयोगद्वार० सूत्र ३३९ ज्योतिष्करण्डके गा० ७३, जीवसमासे गा० ९८ प्रवचन सारोद्धारे गा० १३९१ त्ति] અર્થ–પરમાણુ બે પ્રકારે છે. નૈૠયિક અને વ્યવહારિક, તેમાં અનંતા નૈૠયિક પરમાણુ (જેના બે વિભાગ ન થાય એવા સૂક્ષ્મ) ના સમુદાયરૂપ એક વ્યવહારિક (બાદ૨) પરમાણુ થાય છે તે જ અહિં લેવો, તે બધાય અંગુલ વગેરે પરિમાણોનું મૂલ કારણ છે. ઊર્ધ્વરેણુ વગે૨ે (ઉૠષ્ણ-શ્ર્વક્ષણિકા) ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે તે એના વડે જ સંગૃહિત જાણવા તથા પૂર્વનો પવન વગે૨ે પવનથી પ્રેરિત થવાથી જે રેણુ 'ત્રસ્થતિ’—ગતિ કરે છે તે ત્રસરેણુ. રથના ચાલવા વડે તેના પૈડાથી ઊડેલ જે રેણુ–ધૂલિ તે રથરેણુ, ત્યારબાદ વાલાગ્ર–તે પણ દેવકુરુ ઉત્તરકુરુના યુગલિક મનુષ્ય સંબંધી લેવો. ત્યારપછી લીખ,
244