________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२ - ६२४ सूत्राणि वतिरोयणे, पभंकरे, चंदाभे, सूराभे, सुपरट्ठा भे, अग्गिच्चाभे ३ । एतेसु णं अट्ठसु लोगंतितविमाणेसु अट्ठविधा लोगंतिता देवा पन्नत्ता, તુંનહા
सारस्सतमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिता अव्वाबाहा, अगिच्चा चेव बोधव्वा ||१|| ४ एतेसि णमदृण्हं लोगंतितदेवाणं अजहण्णमणुक्कोसेणं अट्ठ सागरोवमाई ठिती पण्णत्ता ५ ।। सू० ६२३ ।। अट्ठधम्मत्थिगातमज्झपतेसा पन्नत्ता १, अट्ठ अधम्मत्थिगातमज्झपतेसा पत्रत्ता २, एवं चेव अट्ठ आगासत्थिगामज्झपतेसा पन्नत्ता ३, एवं चेव अट्ठ जीवमज्झपएसा पन्नत्ता ४ ।। सू० ६२४ ।। (મૂળ) આઠ પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, અમનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. ॥૬૨૨॥ સનકુમાર અને માહેંદ્ર દેવલોકની ઉપર તથા બ્રહ્મલોકનામા દેવલોકની નીચે ત્રીજા રિષ્ટનામા વિમાનના પ્રતરને વિષે મલ્લના અખાડા સમાન ચોરસ સંઠાણ વડે રહેલી આઠ કૃષ્ણરાજિઓ-કાળા પુદ્ગલની પંક્તિયુક્ત ક્ષેત્રવિશેષ કહેલી છે, તે આ પ્રમાણે—પૂર્વદિશાએ બે કૃષ્ણરાજિ, દક્ષિણ દિશાએ બે કૃષ્ણરાજિ, પશ્ચિમદિશાએ બે કૃષ્ણરાજિ અને ઉત્તરદિશાએ બે કૃષ્ણરાજિ. પૂર્વદિશાની અત્યંતર-અંદરની કૃષ્ણરાજિ, દક્ષિણદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, પશ્ચિમદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પશ્ચિમદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, ઉત્તરદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. ઉત્તરદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, પૂર્વદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પૂર્વ દિશાની અને પશ્ચિમ દિશાની બાહેરલી બે કૃષ્ણરાજિ છ અંશ (હાંસ) વાળી છે. ઉત્તર અને દક્ષિણદિશાની બે કૃષ્ણરાજિ, વ્યંશ-ત્રિકોણ છે. બધીય (ચાર) અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે ૧, એ આઠે કૃષ્ણરાજિઓના આઠ નામો કહેલાં છે, તે આ પ્રમાણે—કૃષ્ણરાજિ કહીએ ૧, મેઘરાજિ કહીએ ૨, મા કહીએ ૩, માઘવતી કહીએ ૪, વાતપરિઘક કહીએ ૫, વાતપરિક્ષોભ કહીએ ૬, દેવપરિષ કહીએ ૭, અને દેવપરિક્ષોભ કહીએ ૮, (૨) એ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોને વિષે-કૃષ્ણરાજિના વચલા ભાગમાં આઠ લોકાંતિક વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—અર્ચિ ૧, અર્ચિમાલી ૨, વૈરોચન ૩, પ્રભંકર ૪, ચંદ્રાભ .૫, સૂરાભ ૬, સુપ્રતિષ્ઠાભ ૭, આગ્નેયાભ ૮, (૩) આ આઠ લોકાંતિક વિમાનોને વિષે આઠ પ્રકારના લોકાંતિક દેવો કહેલા છે, તે આ પ્રમાણે—સારસ્વત, આદિત્ય, વન્હિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય આ નામથી જાણવા. (૧) ૪. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમની સ્થિતિ કહેલી છે. II૬૨૩
ધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો (રુચકરૂપ) કહેલા છે, અધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો, એમજ આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહેલા છે. જીવના આઠ મધ્યપ્રદેશો જે આઠ અકંપ છે તેને મધ્યપ્રદેશો કહેલા છે. શેષ પ્રદેશો કંપાયમાન થતા હોવાથી અમધ્ય પ્રદેશો છે. ૬૨૪॥
(ટી૦) 'અટ્ટવિદે' ત્યાદ્િ॰ સુગમ છે. II૬૨૨II
રસપરિણામ વિશેષવાળા અમનોજ્ઞ આહારદ્રવ્યો હમણાં કહ્યા. હવે પુદ્ગલગત વર્ણના પરિણામ વિશેષપણાએ કરીને અમનોજ્ઞ કૃષ્ણરાજિ નામવાળા ક્ષેત્રવિશેષોને પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર સૂત્રપંચકને કહે છે—'ધ્ધિ' ઇત્યાદિ, સુગમ છે. વિશેષ એ કે 'કવ્પિ' તિ॰ ઉપર 'TMટ્ઠિ' તિ॰ નીચે. અર્થાત્ બ્રહ્મલોકનો રિષ્ટનામા જે (તૃતીય) વિમાન પ્રતર છે તેની નીચે, અખાટકવત્ સમ–અખાડાની તુલ્ય સર્વ દિશાઓમાં ચતુરસ–ચોખૂણું જે સંસ્થાન-આકાર, તેના વડે સંસ્થિતા-રહેલી તે 1. આઠ મધ્યપ્રદેશો અકંપ (સ્થિર) હોવાથી તે પ્રદેશોને કર્મનું બંધન નથી, કેમ કે પ્રદેશના કંપનથી વીર્યનું કંપન થાય છે તે ભાવયોગ કહેવાય છે, તે યોગ વડે કર્મનું બંધન થાય છે.
240