________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि
અથવા ‘આ’ એમ કહે છે. ‘હું’ આમ કહું છું અથવા ‘દેવ’ ‘ગંગા’ ‘કુલ’ વગેરે ૧, બીજી વિભક્તિમાં તો ઉપદેશક્રિયામાં છે જેમ–આ શ્લોકને ભણ. અથવા તે ઘડાને કર ઇત્યાદિ ૨. III ત્રીજી વિભક્તિ કરણમાં કરેલી છે, જેના વડે કરાય તે કરણ–સાધન, જેમ—તે ગાડા વડે ધાન્ય લઈ જવાયું મારા વડે કુંડ કરાયું ઇત્યાદિ ૩. નોયોગ અને સ્વાહાયોગમાં ચોથી હોય છે જેમ–નમો અર્હત્મ્ય, ઇંદ્રાય સ્વાહા તથા પ્રદાનમાં એટલે સમ્યબુદ્ધિ વડે પ્રકર્ષથી સાધુને માટે દેવું તે સંપ્રદાન તેમાં ચોથી હોય છે ૪. II૪l અપનયન-જૂદું કરવામાં અને ગ્રહણમાં પાંચમી હોય છે. જેમ કૂવામાંથી પાણી કાઢ, કોઠીમાંથી ધાન્ય ગ્રહણ કર ઇત્યાદિ ૫, છઠ્ઠી સ્વસ્વામિત્વના સંબંધમાં છે જેમ-તેનો, આનો અથવા ગયેલાનો આ નોકર છે. ।।૫।। સાતમી વિભક્તિ, જેમાં ક્રિયા સ્થપાય તે સન્નિધાન-આધાર અર્થમાં હોય છે–કાલ, ભાવરૂપ. ક્રિયાવિશેષણને વિષે હોય છે. જેમ-શરદકાલમાં સપ્તચ્છન વન ખીલે છે, સૂર્ય અસ્ત થયે છતે રાત્રિ પડી ઇત્યાદિ ૭, આઠમી આમંત્રણી–સંબોધની છે, યથા¬હે યુવાન્! હે રાજન! ઇત્યાદિ ॥૬॥ IIFCel
આઠ સ્થાનોવસ્તુઓને, સર્વ ભાવ વડે-સાક્ષાત્કારથી અતિશયવાળા અવધિજ્ઞાન રહિત, છદ્મસ્ય જાણતો નથી, દેખતો નથી, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય ૧, યાવત્ [શબ્દ વડે] અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, શરીર રહિત જીવ ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭ અને વાયુ ૮. આ આઠ વસ્તુઓને જ ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન-. · દર્શનને ધરનાર, અર્હત, જિન, કેવલી જાણે છે, દેખે છે યાવત્ ગંધ અને વાયુ. ૬૧૦॥
આઠ પ્રકારે આયુર્વેદ-વૈદ્યકશાસ્ત્ર કહેલ છે, તે આ પ્રમાણે—કુમારભૃત—બાલકોના પોષણમાં પ્રધાનશાસ્ત્ર ૧, કાયચિકિત્સા– જ્વર અતિસારાદિ રોગની શાંતિને અર્થે ચિકિત્સા બતાવનારું શાસ્ત્ર ૨, શાલાક્ય-કાન, નાક, મુખ, નેત્ર વગેરે ગળાથી ઉપરના ભાગના રોગોને શલાકા (શળી) વડે ચિકિત્સા બતાવનારું શાસ્ત્ર ૩, શલ્યહત્યા-તૃણ, કાષ્ઠ, પાષાણ, ૨જ અને લોહ વગેરે શરીરમાં પેસેલ શલ્યને ઉદ્ધરનારું શાસ્ત્ર ૪, જંગોલી–સર્પ, કીડો અને લૂતા (કરોળીઓ) ના વિષનો નાશ કરનારું શાસ્ત્ર ૫, ભૂતવિદ્યા-ભૂત, યક્ષ, રાક્ષસાદિના નિગ્રહને માટે બૂલ દેવું અને ગૃહની શાંતિ વગેરે બતાવનારું શાસ્ત્ર ૬, ક્ષારતંત્ર-શુક્ર-(વીર્ય) ને પોષણ કરનારું અર્થાત્ વાજિકરણ શાસ્ત્ર ૭, રસાયણ-અમૃતરસની વૃદ્ધિ કરનારું અર્થાત્ શરીર, આયુષ્ય અને બુદ્ધિને પુષ્ટ કરનારું શાસ્ત્ર. II૬૧૧||
(ટી૦) 'અટ્ટ મહાનિમિત્તે' ત્યાદ્રિ અતીત, અનાગત અને વર્તમાન સંબંધી અતીન્દ્રિય ભાવોને જાણવામાં નિમિત્ત-વસ્તુથી ઉત્પન્ન થયેલ જે હેતુ તે નિમિત્ત, તેનું કથન કરનારા શાસ્ત્રો પણ નિમિત્તો કહેવાય છે. તે પ્રત્યેક શાસ્ત્રો સૂત્રથી સહસ્ર (શ્લોક) પ્રમાણ. વૃત્તિથી લક્ષપ્રમાણ અને વાર્દિકથી કોટિપ્રમાણ છે તેથી મોટા એવા નિમિત્તો તે મહાનિમિત્ત શાસ્ત્રો. તેમાં ભૂમિનો વિકાર તે ભૌમ–ભૂકંપ વગેરે. તેના પ્રયોજનવાળું શાસ્ત્ર પણ ભૌમ જ છે એમ બીજા પણ શાસ્ત્રો કહેવા. વિશેષ અહિં ઉદાહરણ કહે છે—
शब्देन महता भूमिर्यदा रसति कम्पते । सेनापतिरमात्यश्च राजाराज्यं च पीड्यते ||३१||
મોટા શબ્દ વડે ભૂમિ જ્યારે અવાજ કરે છે અને કંપે છે ત્યારે સેનાપતિ, પ્રધાન, રાજા અને રાજ્ય પીડાય છે (૩૧) ઇત્યાદિ ૧, ઉત્પાદ–સ્વાભાવિક રુધિરની વૃષ્ટિ વગેરે ૨,
मूत्रं वा कुरुते स्वप्ने पुरीषं वाऽतिलोहितम् । प्रतिबुद्ध्यत् तदा कश्चिल्लभते सोऽर्थनाशनम् ||३२||
સ્વપ્નો યથા–કોઈક સ્વપ્નમાં અતિ રક્ત મૂત્રે છે અથવા અતિક્ત વિષ્ટા કરે છે ત્યારે જો જાગે તો પુરુષ, ‘દ્રવ્યના નાશને પામે છે (૩૨) ૩|| અંતરિક્ષ-આકાશ, તેમાં થયેલ તે આંતરિક્ષ-ગંધર્વ નગરાદિ, યથા—
कपिलं सस्यघाताय माञ्जिष्ठं हरणं गवाम् । अव्यक्तवर्णं कुरुते बलक्षोभं न संशयः ।।३३।। गन्धर्वनगरं स्निग्धं सप्राकारं सतोरणम् । सौम्या दिशं समाश्रित्य राज्ञस्तद्विजयङ्करम् ||३४||
કપિલ વર્ણવાળું ધાન્યના નાશ માટે થાય છે. મજીઠના જેવા લાલવર્ણવાળું ગાયના હરણને કરે છે અને અવ્યક્ત
232