________________
८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આ આઠ સ્થાનક વડે માયાવી–માયા વડે અતિચાર કરીને આલોચના કરે યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત-તપને અંગીકાર કરે, તે આ પ્રમાણે માયાવી અતિચારવાળાનો આ લોક-આજન્મ નિંદિત થાય છે ૧, ઉપપાત–પરલોક નિંદિત થાય છે અર્થાત્ કિલ્બિષિકાદિ દેવમાં ઉત્પત્તિ થાય છે ૨, કિલ્બિષિકાદિથી ચ્યવીને હીનજાત્યાદિમાં ઉપજવાથી આ જાતિ નિંદિત થાય છે ૩, અતિચારરૂપ એક પણ માયા કરીને જે માયાવી આલોચે નહિ યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે નહિ તેને મોક્ષમાર્ગની આરાધના થતી નથી ૪, જે માયાવી, અતિચારરૂપ એક પણ માયાને કરીને આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે છે તેને મોક્ષમાર્ગની આરાધના થાય છે ૫, જે માયાવી ઘણા અતિચારરૂપ માયાને કરીને આલોચે નહિ યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે નહિ તેને આરાધના થતી નથી ૬, જે માયાવી ઘણા અતિચારરૂપ માયાને કરીને આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે છે તેને આરાધના થાય છે ૭, તથા જો મારા આચાર્યઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન; દર્શન ઉત્પન્ન થાય તો મને જ્ઞાનથી જાણે કે એણે અતિચારો કર્યાં છે એવા ભયથી માયાવી, આલોચે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે ૮. માયાવી, માયા કરીને કેવો થાય છે તે અહિં દૃષ્ટાંતદ્વારા બતાવે છે–જેમ લોહાકર-જ્યાં લોઢું ધમાય છે તે, ત્રંબાકર–ત્રાંબું ગાળવામાં આવે છે તે, ત્રપાકર-કલઈ ગાળવામાં આવે છે તે, સીસાકર-સીસું ગાળવામાં આવે છે, તે રુપ્યાકર-રૂપું (ચાંદી) ગાળવામાં આવે છે તે, સુવર્ણાકરસોનું ગાળવામાં આવે છે તે, તિલના તૃણનો અગ્નિ, તુસ-કોદ્રવા વગેરેના ફોતરાનો અગ્નિ–બૂસજવાદિનાભૂસા (કુકશા)નો અગ્નિ, નલનો અગ્નિ, પાંદડાનો અગ્નિ, સુંડિકા (સુંડી)–દારુના લોટને બાફવાનો ભાજન તેના ચૂલાના સ્થાનો, થાલીઓ–હાંડલીઓના ચૂલાના સ્થાનો, મોટી ગોળીના ચૂલાના સ્થાનો, કુંભારને પચાવવાનું સ્થાન–નીંભાડો, નળીયા પકાવવાનું સ્થાન, ઇટો પકાવવાનું સ્થાન, ગોળ બનાવવા માટે કરવામાં આવતું ચૂલાનું સ્થાન અને લુહારની ભટ્ટી, એ પૂર્વોક્ત, તપેલા, તુલ્યજ્યોતિભૂત–જાજ્વલ્યમાન અગ્નિના જેવા, કેશુડાના ફૂલ જેવા લાલ, પ્રચુર ઉલ્કાપાત જેવા, હજારો જ્વાલાઓને મૂકતા એવા, તથા હજારો અંગારા–અગ્નિના કણીઆઓને મૂકતા એવા, મધ્યે મધ્યે વિખેરાતા બંધનો વડે પ્રદિપ્ત થાય છે, ઇતિ દૃષ્ટાંત. હવે દાષ્કૃતક કહે છે—એ પ્રમાણે માયાવી, માયા કરીને અંદર અંદર પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે બળે છે. જો કે તેને અન્ય કોઈ કહે તો પણ માયાવી, એમ જાણે કે હું દોષનો કારક હોવાથી એનાથી શંકા પામું છું કેમ કે આ મારી જ વાત કરે છે. માયાવી, માયા કરીને આલોચના કર્યા વિના, પ્રતિક્રમ્યા વિના કાલને અવસરે કાલ–મરણને પામીને અન્યતર દેવલોકને વિષે (અંતરાદિ) દેવપણાએ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે—મહર્ષિક દેવોને વિષે નહિ યાવત્ દૂગતિક–સૌધર્માદિ દેવલોકને વિષે નહિ તેમ સાગરોપમ વગેરેની મોટી સ્થિતિવાળા દેવોને વિષે નહિ. તે માયાવી, દેવલોકમાં દેવ થાય છે તે મહર્ષિક નહિ યાવત્ લાંબી સ્થિતિવાળો નહિ. ત્યાં તેની બાહ્ય પર્ષદા-દાસાદિ, અત્યંતર પર્ષદા-સમીપના સંબંધીની જેવા દેવો જે હોય છે, તે પણ તેનો આદર કરતા નથી, સ્વામિપણે માનતા નથી. વળી મોટા પુરુષને યોગ્ય આસન વડે નિયંત્રણ કરતા નથી. ભાષાને પણ બોલતા એવા તેને યાવત્ ચાર પાંચ દેવો, ભાષણનો નિષેધ કરવા સારુ નહિ કહ્યા છતાં પણ ઉઠે છે. તે એમ કહે કે-હે દેવ! તું ઘણું બોલ નહિ, છાનો રહે. તે માયાવી વ્યંતરાદિ દેવલોકથી આયુષ્યના ક્ષય વડે, દેવભવના ક્ષય વડે, સ્થિતિના ક્ષય વડે આંતરા રહિત ચ્યવીને આ જ મનુષ્યભવને વિષે જે કુલો હોય છે તે કહે છે–અંતકુલો-શૂદ્રકુલો, પ્રાંતકુલો-ચાંડાલકુલો, તુચ્છ-અલ્પ કુટુંબવાળા કુલો, દરિદ્રકુલો, ભિક્ષુકના કુલો, અથવા કૃપણના કુલો હોય, તેવા પ્રકારના ફુલોને વિષે પુરુષપણે અવતરે છે. તે પૂર્વોક્ત કુલોને વિષે કેવો પુરુષ થાય તે બતાવે છે—હીનરૂપવાળો, દુષ્ટ વર્ણ-કાળા વગે૨ે વર્ણવાળો, દુર્ગંધવાળો, દુષ્ટ રસવાળો, દુષ્ટ સ્પર્શવાળો, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ-મનને અણગમતો, હીન સ્વરવાળો, દીન સ્વરવાળો, અનિષ્ટ સ્વરવાળો, અકાંત સ્વરવાળો, અપ્રિય સ્વરવાળો, અમનોજ્ઞ સ્વરવાળો, અમણામ સ્વરવાળો, અને અનાદેય વચનવાળો થાય છે. 217