________________
७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ છે, તે પંદર પ્રકારે છે. માદ ૩
तित्थगर १ धम्म २ आयरिय ३, वायगे ४ थेर ५ कुल ६ गणे ७ संघे ८ । संभोगिय ९ किरियाए १०, मइनाणाईण १५ य तहेव ।।७।।
તીર્થકર ૧, ધર્મ ૨, આચાર્ય ૩, ઉપાધ્યાય ૪, સ્થવિર ૫, કુલ ૬, ગણ ૭, સંઘ ૮, સાંભોગિક-એક સામાચારીવાળા સાધુ ૯, ક્રિયા-આસ્તિકતા ૧૦, મતિ વગેરે પાંચ જ્ઞાન ૧૫ આ પંદર સ્થાનો છે. (૭૭) - અહિં ભાવના એ છે કે તીર્થકરની અનાશાતનામાં તથા તીર્થંકરપ્રરૂપિત ધર્મની અનાશાતનામાં વર્તવું. એવી રીતે સમજવું कायव्वा पुण भत्ती, बहुमाणो तहय वन्नवाओ य । अरंहतमाइयाणं, केवलनाणावसाणाणं ।।८।। વળી અરહંતથી માંડીને કેવલજ્ઞાન પર્યત પંદર સ્થાનની ભક્તિ કરવી, બહુમાન કરવું અને યશોગાન કરવું. (૭૮)
દર્શનવિનય કહ્યો, હવે ચારિત્રવિનય કહેવાય છે. તેમાં ચારિત્ર જ વિનય અથવા ચારિત્રનો જ શ્રદ્ધાનાદિરૂપ વિનય તે ચારિત્રવિનય. બાદ 7
सामाइयादिचरणस्स सद्दहणया १ तहेव कारणं । संफासणं २ परूवण ३, मह पुरओ भव्वसत्ताणं ।।९।।
સામાયિકાદિ ચારિત્રનું શ્રદ્ધાન કરવું ૧, તેમજ કાયા વડે સ્પર્શવું-કરવું ૨, તથા ભવ્યજીવોની આગળ પ્રરૂપવું-સભાના પ્રબંધ વડે વિસ્તારથી વ્યાખ્યાન કરવું આ પ્રમાણે ત્રણ પ્રકારે ચારિત્રનો વિનય છે. (૭૯).
મન, વચન અને કાયાનો વિનય તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનને વિષે કુશલ પ્રવૃત્તિ વગેરે છે. કહ્યું છે કેमणवइकाइयविणओ, आयरियाईण सव्वकालं पि । अकुसलाण निरोहो, कुसलाणमुईरणं तह य ।।८।।
આચાર્યાદિનો સર્વકાલમાં પણ મન, વચન અને કાયા વડે વિનય તો અકુશલ યોગનો નિરોધ અને કુશલ યોગોની ઉદીરણા-પ્રવૃત્તિ કરવારૂપ સમજવો. (૮૦)
લોકોનો ઉપચાર-વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય, પ્રશસ્ત અને અપ્રશસ્ત મન, વચન અને કાયા સંબંધી દરેકના સાત પ્રકારોને તથા લોકોપચાર વિનયને સાત પ્રકારે કહે છે—'સત્યમને” ત્યારે સૂત્રસહક સુગમ છે. વિશેષ એ કે-પ્રશસ્ત શુભ મનનું વિશેષ લઈ જવું તે વિનય અર્થાત્ પ્રવર્તવું તે પ્રશસ્તમનોવિનય, તેમાં અપાપક-શુભ વિચારણારૂપ ૧, અસાવદ્ય -ચોરી વગેરે નિંદિત કર્મના અનાલંબન (ત્યાગ) રૂપ ૨, અક્રિય-કાયિકી અને આધિકરણિકી વગેરે ક્રિયા રહિત ૩, નિસ્પક્લેશ-શોકાદિ બાધા રહિત ૪'તુ પ્રશ્રવણ' આ વચનથી આપ્નવ-આશ્રવ કર્મનું ગ્રહણ તેને કરવાના સ્વભાવવાળો તે આસ્તવકર. તેના નિષેધથી-અનાસ્તવકર અર્થાત્ પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત ૫, અક્ષયકરપ્રાણીઓને વ્યથા વિશેષરૂપ ક્ષયને નહિ કરનાર તે અક્ષયકર ૬, અભૂતાભિશંકન—જેનાથી ભૂતો-જીવો શંકા પામતા નથીડરતા નથી તે અભૂતાભિશંકન અર્થાત્ અભયને કરનાર ૭, આ સાત પદોનો પ્રાયઃ સદેશ અર્થ હોતે છતે પણ શબ્દનયના અભિપ્રાયથી ભેદ જાણવો અથવા બીજી રીતે પણ જાણવો. એવી રીતે શેષ પણ જાણવું. યોગને કાબૂમાં રાખનાર ઉપયોગવાળાનું જે ગમન તે આયુક્તનમન એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે સ્થાન-ઊભું રહેવું કાયોત્સર્ગાદિ, 'નિસીય' બેસવું, તુયટ્ટviસૂવું, સત્સંધન–ડેલી વગેરેનું અતિક્રમવું. બન્નધન–અર્ગલા-આગળી વગેરેનું અતિક્રમવું. બધીય ઈદ્રિયોના યોગો-વ્યાપારો, અથવા બધાય જે ઇદ્રિયના યોગોની યોજનતા કરવી તે સર્વેદ્રિયયોગયોજનતા. 'માનવત' તિ સમીપમાં વર્તવાપણું અર્થાત્ શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્યાદિની સમીપ રહેવું ૧, 'પરજીંવાળુવત્તિ' બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવાપણું ૨, 'શ્નર’ –કાર્યના હેતુથી આ અર્થ શ્રતની પ્રાપ્તિ વગેરે કાર્યના હેતુને લઈને અર્થાત્ હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું માટે વિશેષતઃ તેમના વિનયમાં વર્તવું જોઈએ અને તેમનું અનુષ્ઠાન કરવું જોઈએ ૩, તથા 'તપ્રતિકૃતિતા'—ભોજનાદિ વડે ઉપચાર કીધે છતે ગુરુઓ પ્રસન્ન થયા થકા સૂત્રાદિના દાનથી મારા ઉપર પ્રત્યુપકાર કરશે માટે ભક્તાદિના દાન પ્રત્યે મારે
2011