________________
७ स्थानकाध्ययने सर्वजीवा आयुपुरुपक्रमाः ५६०-५६२ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂળ) સાત-પ્રકારના સંસારસમાપત્રક-સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે–નરયિકો, તિર્યંચો, તિર્યંચણીઓ, મનુષ્યો,
મનુષ્યણીઓ, દેવો અને દેવીઓ //૫૭oll સાત પ્રકારે આયુષ્યનો ભેદ (કૂટવું) કહેલ છે, તે આ પ્રમાણે–રાગ, સ્નેહ અને ભયરૂપ અધ્યવસાય વડે આયુષ્ય ભેદાય છે ૧, દંડ, શસ્ત્રાદિ નિમિત્ત વડે ૨, અધિક આહાર કરવાથી અથવા આહારના અભાવથી ૩, શૂલાદિ પીડારૂપ વેદનાથી ૪, ગત્ત-ખાડા વગેરેમાં પડવારૂપ પરાઘાતથી અથવા સ્વહસ્તે આત્મઘાત કરવાથી ૫, સર્પ વગેરેના સ્પર્શથી ૬ અને શ્વસોચ્છવાસના નિરોધથી ૭. આ સાત પ્રકારના ઉપક્રમ-કારણોથી સાપક્રમ આયુષ્યવાળા પ્રાણીનું આયુષ્ય ભેદાય છે (તૂટે છે) I/II //પ૬૧// સાત પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો, અપ્રકાયિકો, તેજસૂકાયિકો, વાયુકાયિકો, વનસ્પતિકાયિકો, ત્રસકાયિકો અને અકાયિકો (સિદ્ધો) અથવા સાત પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે
કૃષ્ણલેશ્યાવાળા યાવતું શુક્લલેશ્યાવાળા અને અલેશ્યી-અયોગી તથા સિદ્ધો. //પ૬૨// (ટી૦) 'સત્તે’ ત્યાદ્રિ સરલ છે. પ૬૦ના
સંસારી જીવોનું સંસરણ આયુષ્યનો ભેદ થયે છતે હોય છે માટે તેને બતાવતા થકા સૂત્રકાર કહે છે—'સત્તે’ ત્યાદિ તેમાં બાયપે ત્તિ ગાયુપોન્જીવિતવ્યનો ભેદ-ઉપક્રમ તે આયુર્ભેદ, તે સાત પ્રકારના નિમિત્તને પ્રાપ્ત કરેલ હોવાથી સાત પ્રકારે જ છે. અવસા' Tદી રાગ, સ્નેહ અને ભયાત્મક અધ્યવસાય તે અધ્યવસાન ૧, નિમિત્ત-દંડ, ચાબૂક અને શસ્ત્રાદિ ૨. અહિં સમાહાર વંદુ છે તેથી અધ્યવસાન અને નિમિત્ત પ્રાપ્ત થયે છતે આયુષ્ય ભેદાય છે. આ સંબંધમાં માહાર– ભોજન અધિક કીધે છતે ૩. વેદના-આંખ વગેરેની પીડા ૪, પરાઘાત-ખાડામાં પડવું વગેરેથી ઉઠેલ. અહિં પણ સમાહાર કે છે તેથી વેદના અને પરાઘાત હોતેં છતે ૫ –તેવા પ્રકારના સર્પ વગેરે સંબંધી સ્પર્શ થયે છતે ૬, 'બાપITNIT' – સંધાયેલ ઉચ્છવાસ અને નિશ્વાસને આશ્રયીને ૭. એ પ્રમાણે સાત પ્રકારે આયુષ ભેદાય છે અથવા અધ્યવસાન આયુષ્યના ઉપક્રમનું કારણ છે. એવી રીતે નિમિત્ત વગેરે યાવત્ 'મા IISાબૂ' (આનપાન) પર્યત વ્યાખ્યાન કરવા યોગ્ય છે, કેમ કે અધ્યવસાનાદિ પદોને પ્રથમ વિભક્તિના એકવચનાતપણાથી એમ સતવિધપણાથી આયુષ સંબંધી ભેદના હેતુઓના સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે. આ આયુષ્યનો ભેદ, સોપક્રમ આયુષ્યવાળા જીવોને જ હોય છે, પરંતુ બીજાઓને-નિપક્રમ આયુષ્યવાળાને હોય નહિ. શંકા-જો એવી રીતે આયુષ્ય ભેદાય છે તો તેથી કૃતનાશ-કરેલનો નાશ અને નહી કરેલનું આવવું થાય, કેવી રીતે? એક સો વર્ષના બાંધેલ આયુષ્યનો, મધ્યમાં જ નાશ થવાથી કૃતનાશ અને જે કર્મ વડે તે ભેદાય છે તે નહિ કરેલ કર્મનું જ આવવું થાય છે. એવી રીતે મોક્ષનો અવિશ્વાસ થાય અને તેથી ચારિત્રમાં અપ્રવૃત્તિ વગેરે દોષો થાય. કહ્યું છે
કે–
कम्मोवक्कामिज्जइ, अपत्तकालं पि जइ तओ पत्ता । अकयागमकयनासा, मोक्खाणासासओ दोसा ।।६।।
[विशेषावश्यक २०४७ त्ति] બહુકાળે વેદવાયોગ્ય કર્મ પણ અપ્રાપ્ત કાળમાં ઉપક્રમ કરાય છે તેથી અકૃતાગમ, કૃતનાશ અને મોક્ષમાં અવિશ્વાસના દોષો થશે તે બતાવે છે-જો હમણાંજ અલ્પ સ્થિતિરૂપ ઉપક્રમવાળું કરેલું કર્મ-વેદાય છે તો પૂર્વે નહિ કરેલ કર્મનું જ આવવું થયું, એમ અકૃતાગમ દોષ, અને પૂર્વે દીર્વસ્થિત્યાદિરૂપે બાંધેલ (કરેલ) કર્મને જો અપવર્તના (ઘટાડો) કરણરૂપ ઉપકર્મ વડે નાશ કરેલ તો તેથી કૃતના દોષ થાય અને એમ થવાથી મોક્ષમાં પણ અવિશ્વાસ થાય. કેમ કે સિદ્ધના જીવોને પણ નહિ કરેલ કર્મના આગમન વડે કર્મનો પ્રસંગ આવશે. (૬૦) 1. કોઈ સુંદર સ્ત્રીને જોઈને તેના રાગ-મોહને લીધે તે ન મળવાથી આયુષ્ય ભેદાય છે, સ્નેહવાળા ભાઈ વગેરેનું મરણ સાંભળીને તેના ઉપરના સ્નેહને લીધે લક્ષ્મણની જેમ મૃત્યુ થાય છે. સોમિલ વગેરેની જેમ ભયથી આયુષ્ય ભેદાય છે.
- 185