________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम्
અને અક્ષરાદિ સાત સ્વર વડે સમતાવાળું જે ગીત ગવાય છે તે સુંદર છે ।।૨૫॥ સૂત્રવિષયક બત્રીશ દોષ રહિત તે ’ નિર્દોષ, અર્થયુક્ત તે સારવત્, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત-ઉપસંહાર યુક્ત, સોપચાર-અવિરુદ્ધાદિ, મિત્ત–પ્રમાણવાળું અને મધુર આ અષ્ટગુણોપેત ગેય કરવો ॥૨૬॥ જે ચાર ચરણ વડે અને ગુરુ લઘુ અક્ષર વડે સમાન હોય તે સમ, જેમાં પહેલા અને ત્રીજા ચરણની તથા બીજા અને ચોથા ચરણની સમાનતા હોય તે અÁસમ અને ત્રીજું સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત (છંદ) ના પ્રકારો છે. ચોથો પ્રકાર ઉપલબ્ધ નથી II૨૭॥ સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષાઓ કહેલી છે, તેમાં સંસ્કૃત નમો ટુર્નારાત્િ, અને પ્રાકૃત ધમ્મો મંગલમુકિ” ફત્યાર્િ॰ ષડ્જ઼ાદિ સ્વર મંડલ મધ્યે ગાયે છતે ઋષીઓએ પ્રશસ્ત-ઉત્તમ કહેલી છે ।।૨૯।। કેવી સ્ત્રી મધુર ગાય છે ૧, કેવી સ્ત્રી કર્કશ અને રુક્ષ ગાય છે ૨, કેવી સ્ત્રી ચતુર-દક્ષ ગાય છે ૩, કેવી સ્ત્રી મંદ ગાય છે ૪, કેવી સ્ત્રી શીઘ્ર ગાય છે ૫ ।।૨૯।। અને કેવી સ્ત્રી શીઘ્ર વિસ્વર-વિરુદ્ધ સ્વરને ગાય છે? આ પ્રશ્નનો ઉત્તર-શ્યામા (કિંચિત્ કાલી) સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે ૧, કાલી સ્ત્રી કર્કશ અને ઋક્ષ ગાય છે ૨, ગોરી સ્ત્રી ચતુર ગાય છે ૩, કાણી સ્ત્રી મંદ ગાય છે ૪, આંધળી સ્ત્રી શીઘ્ર ગાય છે ૫ ।।૩૦।। અને કપિલાકાબરચિત્રા (ભૂરા) વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીસમ ૧, તાલ સાથે મળેલ તે તાલસમ ૨, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ ૩. તંત્રીના રાગ સાથે મળેલ તે લયસમ ૪, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય તે છેવટ સુધી તે જ સ્વર વડે ગાવું તે ગ્રહસમ પ, ગાતાં થકાં શ્વાસોચ્છ્વાસથી ભરાઈ ન જાય તે ઉછ્વાસ નિશ્વાસસમ ૬, અંગુલી વડે તંત્રીનો આવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચાસમ ૭-આ સાત સ્વર વડે વિશુદ્ધ ગાન હોય છે. II૩૧॥ સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીશ મૂર્ચ્છના અને ઓગણપચ્ચાસ તાન છે. I૩૨
૫૫૩
(ટી૦) આ સુગમ છે. વિશેષ એ કે–સ્વરણ-આવાજ થવો તે સ્વરો-શબ્દવિશેષો. 'સપ્ને' ત્યાદ્રિ શ્લોકો. છથી ઉત્પન્ન થયેલ તે ૪. કહ્યું છે કે—
नासां कण्ठमुरस्तालु जिह्वां दन्तांश्च संश्रितः । षड्भिः सञ्जायते यस्मात्तस्मात् षड्ज इति स्मृतः ।।४३।।
નાસા, કંઠ, હૃદય, તાલુ, જીભ અને દાંતને આશ્રયીને છ (સ્થાન) થી ઉત્પન્ન થાય છે તે કારણથી આ ષડ્જ સ્વર કહેવાય છે. (૪૩) તથા ઋષભ-બળદ, તેની માફક જે સ્વર વર્તે છે ૠષભ સ્વર છે. કહ્યું છે કે—
वायुः समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः । नर्द्दत्यृषभवद् यस्मात् तस्मादृषभ उच्यते ॥ ४४ ॥
નાભિથી ઉઠેલ અને કંઠ તથા મસ્તકમાં હણાયેલ વાયુસ્વરૂપ સ્વર, બળદની જેમ નાદ કરે છે તે કારણથી ૠષભ સ્વર કહેવાય છે. (૪૪) તથા ગંધ વિદ્યમાન છે જે સ્વરમાં તે ગંધાર, તે જ ગાંધાર અર્થાત્ ગંધને વહન કરનાર વિશેષ. કહ્યું છે કે
वायु समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः । नानागन्धावहः पुण्यो गान्धारस्तेन हेतुना ।। ४५ ।।
નાભિથી ઉઠેલ અને કંઠ તથા શીર્ષ વડે હણાયેલ વાયુ, નાના પ્રકારના ગંધોને વહન કરતો થકો શુભ સ્વરને ઉત્પન્ન કરે
છે તે હેતુથી ગાંધાર કહેવાય છે. (૪૫) તથા કાયાની મધ્યમાં થયેલ તે મધ્યમ, જે માટે કહ્યું છે કે—
वायुः समुत्थितो ना भेरुरोहृदि समाहतः । नाभिं प्राप्तो महानादो मध्यमत्वं समश्नुते ।। ४६ ।।
નાભિથી ઉઠેલ અને ઉર (વક્ષસ્થલ) તથા હૃદયમાં હણાયેલ વાયુ પુનઃ નાભિને પ્રાપ્ત થયો થકો મહાનાદરૂપ મધ્યમપણાનો આશ્રય કરે છે (૪૬) તથા ષડ્વાદિ પાંચ સ્વરોના નિર્દેશક્રમને આશ્રયીને પૂરણ કરનાર તે પંચમ અથવા નાભિ વગે૨ે પાંચ સ્થાનોમાં પ્રમાણ ક૨ે છે તે પંચમ સ્વર. કહ્યું છે કે
वायुः समुत्थितो नाभेरुरोहृत्कण्ठशिरोहतः। पञ्चस्थानोत्थितस्यास्य पञ्चमत्वं विधीयते ॥ ४७॥
નાભિથી ઉઠેલ અને ૨, હૃદય, કંઠ તથા શિરમાં હણાયેલ વાયુસ્વરૂપ આ પાંચ સ્થાનથી ઉઠેલ સ્વરને પંચમપણું કહેવાય છે (૪૭) શેષ સ્વરો પ્રત્યે અનુસંધાન કરે છે તે નિરુક્તિવશાત્ ધૈવત. કહ્યું છે કે—
176