________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रतिक्रमणानि नक्षत्रतारकाः षट्स्थाननिवर्तितादि ५३८-५४० सूत्राणि સહસાકાર વગેરેથી અસંયમસ્વરૂપ જે કાંઈ મિથ્યા-અયથાર્થ વિષયવાળું (આચર્યું હોય તે) “આ મેં મિથ્યા કર્યું’ એવી રીતે સ્વીકારપૂર્વક મિથ્યા દુષ્કૃત કરવું તે યત્કિંચિત્મિથ્યાપ્રતિક્રમણ. કહ્યું છે કેसंजमजोगे अब्भुट्टियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एवं ति वियाणिऊण मिच्छ त्ति कायव्वं ॥१०१।।
[ગાવશ્યક નિર્યુક્તિ ૬૮૨ ]િ. સંયમયોગને વિષે તત્પર થયેલા સાધુએ પણ જે કાંઈ વિપરીત આચર્યું હોય તો “આ મિથ્યા કર્યું છે એમ જાણીને “મારું પાપ મિથ્યા થાઓ' એમ મિથ્યાદુષ્કૃત દેવું. (૧૦૧)
खेलं सिंघाणं वा, अप्पडिलेहापमज्जिउ तह य । वोसिरिय पडिक्कमई, तं पि य मिच्छुक्कडं देह ।।१०२॥
શ્લેષમ કે સિંઘાનક-નાકના મેલને નહિ જોઈને તથા નહિ પ્રમાર્જીને પરઠવીને પ્રતિક્રમે છે તેનું પણ મિથ્યા દુષ્કત આપે છે. (૧૦૨).
'સોમviતિ' ત્તિ સૂવાની ક્રિયાના અંતમાં થયેલું તે સ્વપ્નાંતિક-સૂઈને ઊઠેલા સાધુઓ અવશ્ય ઈર્યાવહીને પ્રતિક્રમે છે. અથવા સ્વપ્ન-નિદ્રાવશમાં વિકલ્પ, તેનો અંત-વિભાગ તે સ્વપ્નાંત, તેમાં થયેલું તે સ્વપ્નાંતિક. સ્વપ્નવિશેષમાં સાધુઓ અવશ્ય પ્રતિક્રમણ કરે છે. કહ્યું છે કેगमणागमण विहारे, सुत्ते वा सुमिणदंसणे राओ । नावानइसंतारे, इरियावहियापडिक्कमणं ।।१०३।।
[નવ નિયુક્તિ ૫૪૭ ઉત્ત ગમનાગમનમાં, વિહારમાં, સૂવામાં, રાત્રિને વિષે સ્વપ્નદર્શનમાં, નાવ વડે નદીને ઉતરવામાં ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરાય છે. (૧૦૩).
'મારતમાડત્તા સોવાવત્તિયાણ' ત્યા૦િ પ્રતિક્રમણ સૂત્ર છે. સ્વપ્નમાં કરેલ પ્રાણાતિપાતાદિને વિષે પ્રતાપક્રમણપાછું ફરવારૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગલક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે– ' पाणिवह-मुसावाए, अदत्त-मेहुण-परिग्गहे चेव । सयमेगं तु अणूणं, उसासाणं हवेज्जाहि ।।१०४।।
__ [आवश्यक नियुक्ति १५५२] પ્રાણીના વધુમાં, મૃષાવાદમાં, અદત્તમાં, મૈથુનમાં અને પરિગ્રહના સંબંધમાં સ્વપ્નને વિષે દોષ કર્યો હોય, કરાવ્યો હોય કે અનુમોદ્યો હોય તો તેમાં અન્યૂન એક સો ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવો અર્થાત્ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. લોગસ્સના એક પદનો એક ઉચ્છવાસપ્રમાણ કાળ ગણેલ છે. (૧૦૪) Ifપ૩૮.
અનંતર પ્રતિક્રમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય છે અને આવશ્યક તો નક્ષત્ર-ઉદયાદિના અવસરમાં કરે છે માટે નક્ષત્ર સૂત્ર છે તે અધ્યયનની સમાપ્તિ પર્યત પૂર્વના અધ્યયનની જેમ જાણવા. પ૩૯-૫૪ll,
|| છઠ્ઠા સ્થાનકનો ટીકાનુવાદ સમાપ્ત II
પરિગ્રહ વિરમણ વ્રતને વૃક્ષની ઉપમા : (૧) વિશુદ્ધ સમ્યગદર્શન કંદની નીચે રહેનાર મૂળ છે. (૨) ચિત્તની સ્વસ્થતા રૂપ ધૃતિ કંદ છે. (૩) મોક્ષ સાધક વિનય-વેદિકા સમાન છે. (૪) –લોકય વ્યાપી આરાધના રૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. (૫) મન-વચન-કાયાના સાત્વિક વ્યાપાર નાની શાખા સ્થાનીય છે. (૬) જુદા-જુદા ઉત્તર ગુણો પુષ્ય છે. (૭) અનાશ્રવ ફળ સ્થાનીય છે. (૮) મેરુ પર્વતની શિખરની જેમ સિદ્ધશિલાની પ્રાપ્તિ સંવર વૃક્ષનો સાર છે.
- કુમાર શ્રમણકૃત ‘પ્રશ્ન વ્યાકરણ ભાષાન્તર, પૂ. ૬૩
152