________________
५ स्थानकाध्ययने उद्देशः ३ श्रुतवाचनाशिक्षणहेतवः ४६८ सूत्रम्
નિર્યુક્તિમાં છઠ્ઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે—
पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुणउत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ।। २३९ ।।
[બાવ॰ મા૦ ૨૪૭ ત્તિ] જે કાળમાં જે કલ્પને વિષે મૂલગુણ અને ઉત્તરગુણોના વિષયમાં જે પ્રત્યાખ્યાન ક૨વા યોગ્ય છે તેને જે જાણે છે તેને તું શાનશુદ્ધ જાણ. (૨૩૯)
અહિં તો પાંચ સ્થાનકના અનુરોધથી આ છ પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાનશુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે કારણ કે-શ્રદ્ધાનનું જ્ઞાનવિશેષપણું હોય છે. I૪૬૬
પ્રત્યાખ્યાન કીધે છતે કદાચિત્ અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે—'પંચવિદે' ત્યાદ્િ॰ પ્રતીય—પ્રતિકૂળ માં—ગમન ક૨વું જોઈએ, તે પ્રતિક્રમણ. અહિં તાત્પર્ય એ છે કેશુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું પુનઃ શુભ યોગોને વિષે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે— स्वस्थानाद्यत् परं स्थानम् प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ २४० ॥ क्षायोपशमिकाद्भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात् स्मृतः ।। २४१ ।।
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
પ્રમાદના વશથી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ આવવું તે પ્રતિક્રમણ કહેવાય. (૨૪૦) અથવા ક્ષાયોપશમિક ભાવથી ઔયિક ભાવને વશ થયેલ જીવનું ફરીથી ક્ષાયોપશમિક ભાવમાં આવવું અર્થાત્ તે જ પ્રતિક્રમણ છે. (૨૪૧)
વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાતાદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ–નિવર્તવું અર્થાત્ ફરીથી ન કરવું તે આશ્રવદ્વારપ્રતિક્રમણ-અસંયમનું પ્રતિક્રમણ એ રહસ્ય છે. આભોગ (જાણપૂર્વક), અનાભોગ (અજાણપણે) અને સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વપ્રતિક્રમણ. એવી રીતે કષાયથી નિવર્તવું તે કષાયપ્રતિક્રમણ, : યોગનું પ્રતિક્રમણ તો અશુભ-મન-વચન-કાયાના વ્યાપારોનું નિવર્તન કરવું તે, અને વિશેષરૂપે વિવક્ષા નહિ કરેલ આશ્રવદ્વારાદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે કે—
1मिच्छत्ताइ न गच्छइ, न य गच्छावेइ नाणुजाणाइ । जं मणवइकाएहिं तं भणियं भावपडिक्कमणं ॥ २४२ ॥
સ્વયં જે મન, વચન અને કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવપ્રતિક્રમણ કહેલ છે. (૨૪૨)
વિશેષની વ્યાખ્યામાં તો કહેલા જ ચાર ભેદો છે. કહ્યું છે કે—
मिच्छत्तपडिक्कमणं, तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं, जोगाण य अप्पसत्थाणं ।। २४३ || [आव० नि० १२६४ ति] મિથ્યાત્વનું પ્રતિક્રમણ ૧, અસંયમનું પ્રતિક્રમણ ૨, કષાયોનું પ્રતિક્રમણ ૩ અને અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ ૪. (૨૪૩) ૪૬૭।।
ભાવપ્રતિક્રમણ તો શ્રુત વડે ભાવિત મતિવાળાને હોય છે માટે વાચના યોગ્ય અને શીખવવા યોગ્ય શ્રુત છે તેથી તેને બતાવવા સારુ બે સૂત્ર કહે છે— પંચદિનાત્તેહિં સુત્ત વાન્ગા, તનહા–સંદયાતે,વાદ[]કતાતે,શિષ્ન[[]દયાતે, સુત્તે વા મે પન્નવ નાતે भविस्सति, सुत्तस्स वा अवोच्छित्तिणययाते । पंचहिं ठाणेहिं सुत्तं सिक्खेज्जा, तंजहा - णाणताते, , दंसणदृताते, चरित्तट्ठताते, वुग्गहविमोतणट्टयाते, अहत्थे वा भावे जाणिस्सामीति कट्टु || सू० ४६८ ।।
1. आव० हारि० चतुर्थे प्रतिक्रमणाध्ययने गा० १२५० टीकायाम् ।
101