________________
५ स्थानकाध्ययने उद्देशः २ मालवदवक्षस्काराद्याः ऋषभादीनामुच्चत्वम् ४३४-४३५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
પશ્ચિમાદ્ધમાં વક્ષસ્કાર પર્વતો, કહો અને ઊંચાણું કહેવું. સમયક્ષેત્રને વિષે પાંચ ભરત અને પાંચ ઐરાવત છે એમ જેવી રીતે ચોથા ઠાણાના બીજા ઉદેશાને વિષે કહેલ છે તેમ અહિં પણ કહેવું યાવત્ પાંચ મેરુ, પાંચ મેરુની ચૂલિકાઓ છે. વિશેષ એ કે-ઈષકાર પર્વતો અહિં કહેવાના નથી, કારણ કે-આ પાંચમું ઠાણું છે. //૪૩૪ કોશલ દેશમાં ઉત્પન્ન થયેલ માટે કૌશલિક શ્રી ઋષભદેવ અરિહંત પાંચ સો ધનુષ્યની ઉંચાઈવાળા હતા ૧, ચાતુરંત ચક્રવર્તી ભરત મહારાજા પાંચ સો ધનુષ્યની ઊંચાઈવાળા હતા ૨, એવી રીતે બાહુબલી નામના અણગાર ૩, બ્રાહ્મી
નામની આય ૪, એમ સુંદરી નામા સાથ્વી પણ પાંચ સો ધનુષ્યની ઊંચાઈવાળી હતી ૫. //૪૩૫// (ટી.) આ સૂત્ર સરલ છે. વિશેષ એ કે-માલ્યવંત નામના ગજદંત પર્વતથી પ્રદક્ષિણા કરવા વડે ચાર સૂત્રથી કહેલ વીશ વક્ષસ્કાર પર્વતો જાણવા. અહિં દેવકર ક્ષેત્રમાં નિષધ નામના વર્ષધરપર્વતથી ઉત્તર દિશાએ આઠસો ને ચોત્રીશ યોજન તથા એક યોજનના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ ૮૩૪' ને ઉલ્લંધીને સીતોદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને વિષે વિચિત્રક્ટ અને ચિત્રકૂટ નામાં બે પર્વતો છે, તે એક હજાર યોજનના ઊંચા, મૂળના ભાગમાં એક હજાર યોજનાના લાંબાપહોળા અને ઉપરના ભાગમાં પાંચસો યોજનાના લાંબા-પહોળા, પ્રસાદ વડે સુંદર અને પોતાના નામવાળા દેવના નિવાસભૂત છે, તે બે પર્વતની ઉત્તર દિશામાં અનંતર કહેલ અંતરવાળો, સીતોદા મહાનદીના મધ્ય ભાગમાં રહેલ, દક્ષિણ અને ઉત્તર એક હજાર યોજનનો લાંબો, પૂર્વ પશ્ચિમ પાંચ સો યોજનાનો પહોળો, બે વેદિકા અને બે વનખંડ વડે ઘેરાયેલો, દશ યોજનનો ઊંડો દ્રહ છે. વળી વિવિધ મણિમય દશ યોજનના (કમળ) નાલવાળો. અદ્ધ યોજનની જાડાઈવાળો, એક યોજનની પહોળાઈવાળો અને અદ્ધયોજનની વિસ્તારવાળી તથા એક ગાઉની ઊંચાઈવાળી કર્ણિકા (ડોડા) વડે યુક્ત, નિષધ નામા દેવના નિવાસભૂત ભવન વડે શોભિત મધ્યભાગવાળો મહાપદ્મકમળ છે, તેનાથી અદ્ધ પ્રમાણવાળા એક સો આઠ પદ્મકમળો વડે અને આ કમળોથી અન્ય, સામાનિક વગેરે દેવોના નિવાસભૂત પદ્મકમાણેની એક લાખ સંખ્યા વડે ચોતરફથી ઘેરાયેલ તે મહાપદ્મ વડે શોભિત છે મધ્યભાગ જેનો એવો નિષધ નામનો મહાદ્રહ છે. એવી રીતે બીજા દ્રહોમાં પણ નિષધ સમાન વક્તવ્યતા, પોતાના નામ સમાન દેવોના નિવાસો અને કહેલ અંતરો જાણવા. વિશેષ એ કે–નીલવાન મહાદ્રહ, વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતની વક્તવ્યતા વડે પોતાના નામ સમાન દેવોના આવાસભૂત યમક નામા બે પર્વતોથી અંતર રહિત જાણવો. ત્યાર બાદ દક્ષિણથી શેષ ચાર દ્રહો જાણવા. આ બધાય દ્રહો દશ દશ કાંચનક નામા પર્વત વડે યુક્ત છે. તે પર્વતો એક સો યોજનના ઊંચા મૂળમાં એક સો યોજનના પહોળા, ઉપરના ભાગમાં પચ્ચાસ યોજનના પહોળા અને પોતાના સમાન નામવાળા દેવોના આવાસ વડે પ્રત્યેક (હોથી) દશ દશ યોજના અંતરે પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલ છે. આ વિચિત્રકૂટાદિ પર્વતો અને દ્રહનિવાસી દેવોની અસંખ્યય યોજનના પ્રમાણવાળા બીજા જંબૂદ્વીપને વિષે બાર હજાર યોજનના પ્રમાણવાળી અને તેના નામવાળી નગરીઓ છે. 'સલ્વેવિ ' નિત્યા જંબુદ્વીપ સંબંધી બધા વક્ષસ્કાર પર્વતો 'તે' તિ, પ્રસિદ્ધ સીતા અને સીતાદા બે નદીને આશ્રયીને અર્થાત્ નદીની દિશાએ અથવા મેરુપર્વત પ્રત્યે-તેની દિશાએ તેમાં ગંજદત જેવા આકારવાળા માલ્યવંત, સૌમનસ, વિદ્યુ—ભ અને ગંધમાદન પર્વતો, મેરુ પ્રત્યે-તે દિશાએ યથોક્ત સ્વરૂપવાળા છે. અનંતર કહેલ આ સાત સૂત્ર ધાતકીખંડના અને પુષ્કરાદ્ધ દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધને વિષે જાણવા. આ હેતુથી જ કહ્યું છે કે—'ના નંગૂ
ત્યાદિ સમય-કાળવિશિષ્ટ જ ક્ષેત્ર તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્યક્ષેત્ર, તેમાં જ સૂર્યની ગતિથી જાણવા યોગ્ય ઋતુ અને અનાદિ કાળયુક્તપણું છે 'જાવ પર મંડર' ત્તિ અહિં યાવત્ શબ્દથી પાંચ હૈમવત ક્ષેત્રો, પાંચ હેરણ્યવત ક્ષેત્રો અને પાંચ શબ્દાપાતી (વૃત્તવૈતાઢ્ય) પર્વતો ઇત્યાદિકની યોજના કરીને બધુંય ચતુઃસ્થાનકના દ્વિતીય ઉદેશકના અનુસારે કહેવું. વિશેષ એ કે—'સુથાર' ત્તિ ચોથા સ્થાનમાં ચાર ઈષકાર પર્વતો કહ્યા છે, અહિં તે કહેવા નહિ કેમ કે અહિં પંચસ્થાનકપણું છે. .I૪૩૪ો. અનંતર મનુષ્યક્ષેત્રમાં વસ્તુઓ કહી માટે તેના અધિકારથી ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણભૂત
63