________________
२ स्थानकाध्ययने उद्देशः १ प्रत्यक्ष-परोक्षज्ञानम् ७१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
સામાન્ય માત્ર ગ્રાહિણી મતિ તે ૠજુમતિ મનઃપર્યવજ્ઞાન છે. એ પ્રાયઃ વિશેષ વિમુખ ઘટ માત્ર ચિંતવ્યો છે એમ જાણે. અને વિપુલમતિ તે ઋજુમતિએ જાણેલી વસ્તુને વિશેષપણે ગ્રહણ કરે એટલે સેંકડો પર્યાય કરીને યુક્ત એવી ચિંતનીય વસ્તુને વિશેષપણે ગ્રહણ કરનારી હોય છે. (૧૭–૧૮) (૧૬-૧૭).
'આભિળિવોહિ' ઇત્યાદિ શ્રુતને આશ્રિત જે જ્ઞાન તે શ્રુતનિશ્રિત–મતિજ્ઞાન અથવા શ્રુત આશ્રિત કરાયેલું છે જેના વડે તે શ્રુતનિશ્રિતમતિજ્ઞાન. વ્યવહાર કાલથી પૂર્વે શ્રુતવડે સંસ્કારવાળી મતિવાળાને જે વર્તમાનમાં શ્રુતની અપેક્ષા વિના જ્ઞાન થાય છે તે અવગ્રહાદિસ્વરૂપ શ્રુતનિશ્રિત છે. વળી પૂર્વે શ્રુતવડે અસંસ્કારવાળી મતિવિશિષ્ટ ક્ષયોપશમના અતિશય નિપુણપણાથી ઔત્પત્તિકી આદિ બુદ્ધિરૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અથવા શ્રોત્રેન્દ્રિય વગેરેથી થયેલું તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે (૧૮), ભાષ્યકાર કહે છે—
पुव्वं सुयपंरिकम्मियमतिस्स जं संपयं सुयाईयं । तं सुयनिस्सियमियरं पुण अणिस्सियं मइचउक्कतं ॥१९॥ [विशेषावश्यक० १६९] પૂર્વે શ્રુતપરિકર્મિત મતિવાળાને હમણાં જે શ્રુતાતીત જ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત અને બીજું અશ્રુતનિશ્રિત, તે અશ્રુતનિશ્રિત મતિચતુષ્ક જાણવું. (૧૯)
'સુ'ત્યાતિ, 'અત્યોદે'ત્તિ-અર્થતે—જે જણાય અથવા અર્ધ્યતે–અન્વેષણ કરાય તે અર્થ. તે સામાન્યરૂપ, સર્વ વિશેષોની અપેક્ષા વિના કથન કરવા યોગ્ય રૂપાદિ પદાર્થનું અવગ્રહણ-પ્રથમ જ્ઞાન તે અર્થાવગ્રહ. જે વિકલ્પ રહિત જ્ઞાન છે તે દર્શન કહેવાય છે. જે એક સમયવાળો અર્થાવગ્રહ છે તે નૈૠયિક છે અને વ્યવહારી અર્થાવગ્રહ ‘આ શબ્દ છે’ ઇત્યાદિ કથન કરનાર છે તે અંતર્મુહૂર્ત્ત કાલપ્રમાણવાળો છે. આ અર્થાવગ્રહ, ઇંદ્રિયો અને મન સંબંધથી છ પ્રકારે છે. દીવા વડે ઘડાની જેમ જે વડે પદાર્થ જણાય છે તે વ્યંજન, ઉપકરણેંદ્રિય અથવા શબ્દાદિપણાએ પરિણત ભાષાવર્ગણાદિ દ્રવ્યના સમૂહરૂપ છે તેથી વ્યંજન–ઉપકરણ ઇંદ્રિય વડે શબ્દાદિપણાએ પરિણત દ્રવ્યરૂપ જે વ્યંજનોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અથવા વ્યંજન એટલે (શ્રોત્રાદિ) ઇંદ્રિય અને શબ્દાદિ દ્રવ્યનો સંબંધ. ભાષ્યકાર કહે છે—
वंजिज्जइ जेणऽत्थो, घडो व्व दीवेण वंजणं तो तं । उवगरणिंदियसद्दादिपरिणयद्दव्वसंबंधो ।। २० ।। [वि. आ० १९४] દીપકથી જેમ ઘટ પ્રગટ થાય છે તેમ જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન અને ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણત દ્રવ્યના સંબંધરૂપ છે. (૨૦)
આ વ્યંજનાવગ્રહ, મન અને ચક્ષુવર્જિત ઇંદ્રિયોનો ચાર પ્રકારે થાય છે, કારણ કે મન અને નયનને અપ્રાપ્ત (સંબંધ વિના) અર્થનું જાણવાપણું છે અર્થાત્ મન અને નયન અપ્રાપ્યકારી છે. શ્રોત્ર, ઘ્રાણ, રસના અને સ્પર્શનેંદ્રિયો પ્રાપ્ત થયેલ અર્થને જાણે છે અર્થાત્ શ્રોત્રાદિ એ ચારે ઇંદ્રિયો પ્રાપ્યકારી છે. શંકા—વ્યંજનાવગ્રહ, જ્ઞાન ન કહેવાય; કારણ કે શ્રોત્રાદિ ઇંદ્રિય અને શબ્દાદિ દ્રવ્યનો સંબંધકાળ હોવા છતાં પણ બહેરાની જેમ વ્યંજનાવગ્રહના અનુભવનો અભાવ છે. સમાધાન—તમે કહો છો એમ નથી. વ્યંજનાવગ્રહને અંતે તે વસ્તુના ગ્રહણથી જ (જ્ઞાનાત્મક અર્થાવગ્રહના) સાક્ષાત્કારના સદ્ભાવથી અહિં જે શેય વસ્તુના ગ્રહણના અંતમાં, જ્ઞેય વસ્તુના ઉપાદાન-ગ્રહણથી સાક્ષાત્કાર થાય છે તેથી જ તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહ પછી અર્થાવગ્રહ વડે ગ્રહણ કરવા યોગ્ય (જ્ઞેય) વસ્તુના ગ્રહણથી ઇહા થાય છે તેથી તે અર્થાવગ્રહજ્ઞાન છે. તેવી જ રીતે વ્યંજનાવગ્રહ પછી તજ્ઞેય વસ્તુના ઉપાદાનથી અર્થાવગ્રહ જ્ઞાન થાય છે, માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે પણ અજ્ઞાન નથી. ભાષ્યકાર કહે છે—
अन्नाणं सो बहिराइणं व, तक्कालमणुवलंभाओ । [आचार्यः] न तदन्ते तत्तो च्चिय, उवलंभाओ तयं नाणं ॥ २१ ॥ [विशेषावश्यक० १९५]
75