SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ क्रियावाद्याः ३४५ सूत्रम् चत्तारिवादिसमोसरणा पन्नत्ता, तंजहा-किरियावादी, अकिरियावादी, अन्नाणियवादी, वेणइयवादी । गेरइयाणं चत्तारिवादिसमोसरणा पन्नत्ता, तंजहा-किरियावादीजाव वेणतियवादी, एवमसुरकुमाराण विजाव थणियकुमाराणं, एवं विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।। सू० ३४५।। (મૂળ) ચાર પ્રકારના વાદીના સમવસરણો-વિવિધ મતના મિલાપો કહેલા છે, તે આ પ્રમાણે–૧. ક્રિયાવાદી, તેના એક સો એંશી ભેદો છે, ૨. અક્રિયાવાદી, તેના ચોરાશી ભેદો છે. ૩. અજ્ઞાનિકવાદી, તેના સડસઠ ભેદો છે, ૪ વૈનાયિકવાદી, તેના બત્રીશ ભેદો છે. સર્વ મળીને ત્રણ સો ત્રેસઠ ભેદ થાય છે. નરયિકોને ચાર વાદીના સમવસરણો કહેલા છે, તે આ પ્રમાણે–ક્રિયાવાદી યાવત્ વૈયિકવાદી. એમ અસુરકુમારોના પણ ચાર સમવસરણો છે યાવત્ સ્વનિતકુમારોના પણ ચાર છે. એવી રીતે એકેન્દ્રિય અને વિકલૈંદ્રિયને છોડીને ચાવતું વૈમાનિકોના ચાર વાદીના સમવસરણો છે. /૩૪પ (ટીવ) વારિનઃ-તીર્થિકો સમવતાર થાય છે તેઓને વિષે તે સમવસરણો-વિવિધ મતના મિલાપો. તેઓના સમવસરણો તે વાદી સમવસરણો. ક્રિયા-જીવ, અજીવાદિ પદાર્થ છે, આવી રીતે અસ્તિત્વરૂપ ક્રિયાને કહે છે તે ક્રિયાવાદીઓ અર્થાત્ આસ્તિકો. તેઓનું જે સમવસરણ તે અભેદ હોવાથી તે ક્રિયાવાદીઓ જ કહેવાય છે. જીવ, અજવાદિ પદાર્થથી અસ્તિત્વરૂપ ક્રિયાના નિષેધથી અક્રિયાવાદીઓ નાસ્તિકો છે. સ્વીકાર દ્વારાએ અજ્ઞાન છે જેઓને તે અજ્ઞાનિકો તેજ વાદીઓ-અજ્ઞાનિક વાદીઓ અર્થાત્ અજ્ઞાન જ શ્રેય છે એવી પ્રતિજ્ઞાવાળા છે. વિનય જ વૈનાયિક, તે જ મોક્ષને માટે છે એવી રીતે કહેનારા તે વૈનયિકવાદીઓ. આ ચારેના ભેદોની સંખ્યા આ પ્રમાણે જાણવી.. असियसयं किरियाणं, अकिरियवाईण होइ चुलसीई । अन्नाणिय सत्तट्ठी, वेणइयाणं च बत्तीसा ।।२२९।। . . મૂિત્ર નિ ૨૨૬ તિ].. ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના ૮૪ ભેદ, અજ્ઞાનિકવાદીના ૬૭.ભેદ અને વૈયિકવાદીના ૩૨ ભેદ છે. (૨૨૯). તેમાં એક સો ને એંશી ભેદ ક્રિયાવાદીના થાય છે, તે આ ઉપાય વડે જાણવા-જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ-એ નવ પદાર્થોને વિરચીને-પદ્ધત્તિસર એક પાટી પર લખીને જીવ પદાર્થની નીચે સ્વ અને પર ભેદો સ્થાપન કરવા, તેની નીચે નિત્ય અને અનિત્ય ભેદો સ્થાપવા, તેની પણ નીચે કાળ, ઈશ્વર, આત્મ, નિયતિ અને સ્વભાવ આ પાંચ ભેદો સ્થાપવા. બાદ આવી રીતે વિકલ્પો કરવા–'તિ નીવઃ સ્વતો નિત્યઃ #ાતતઃ '—કંલથી નિત્ય અને સ્વતઃ જીવ છે. આ એક વિકલ્પ. વિકલ્પનો અર્થ આ પ્રમાણે-આ આત્મા નિશ્ચયે પોતાના રૂપ વડે વિદ્યમાન છે પણ પરની અપેક્ષાએ નહિં–'હ્રસ્વ અને દીર્ઘત્વની જેમ નિત્ય છે. કાલવાદીઓનો આ વિકલ્પ છે. કહેલ અભિલાપ વડે જ જીવો ઈશ્વરને કારણ માનવાવાળા વાદીઓનો છે. 'પુરુષ વેવં નિમ્' ત્યાં આ બધુંય પુરુષ જ છે એમ સ્વીકારનારા આત્મવાદીઓનો ત્રીજો વિકલ્પ છે. નિયતિ, પદાર્થોને અવશ્યપણે જે જેમ થવાનું હોય તેમાં પ્રેરણા કરનારી છે. આવો ચોથો વિકલ્પ નિયતવાદીઓનો છે. પાંચમો વિકલ્પ સ્વભાવવાદીઓનો છે. એવી રીતે સ્વતઃ' પદને નહિં છોડવા વડે પાંચ વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેમજ સ્વિતઃ ને બદલે] પરતઃ આ પદ વડે પણ પાંચ જ વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેમાં પરતઃ એ પદનો અર્થ આ પ્રમાણે—અહિં બધા પદાર્થોને પરરૂપની અપેક્ષાવાળો સ્વરૂપનો પરિચ્છેદ-જ્ઞાન છે. જેમ હૃસ્વત્વાદિની અપેક્ષાવાળો દીર્ઘત્વાદિ પરિચ્છેદ છે. એ 1. જેમ હૃસ્વપણું કે દીર્થપણું સ્વતઃ છે પરંતુ આપેક્ષિક નથી. 2. કાલવાદીઓ કહે છે કે દરેક પદાર્થ કાળકૃત છે. 3. સર્વ પદાર્થ ઈશ્વરકત છે એમ ઈશ્વરવાદીઓનું કથન છે. 4. ગોશાલકાદિ નિયતવાદીઓ નિયતને જ કારણ માને છે. 5. સ્વભાવવાદીઓ દરેક પદાર્થ મયૂરપિચ્છવત્ સ્વભાવથી જ થાય છે એમ માને છે. 452
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy