________________
४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ દૂષણ દૂર કર્યું એટલું જ નહિ પરંતુ સર્વ વસ્તુ અનેકાંતાત્મક છે એમ વિકલ્પજ્ઞાત વડે સ્વમતસ્થાપન કર્યું. સ્વમતની સ્થાપના વડે વિકલ્પજ્ઞાત, સ્થાપનાકર્મ છે. અત્ર નિયુક્તિની ગાથાઓ જણાવે છે– ठवणाकम्मं एक्कं (अभेदमित्यर्थः), दिलुतो तत्थ पुंडरीयं तु । अहवावि सन्नढक्कण, हिंगुसिवकयं उदाहरणं ॥२०॥
શિર્વ નિ ૬૭ ] સ્થાપના કર્મ એક ત્યાં દષ્ટાંત પૉડરીકનું અથવા ફળ ઢાંકીને હિંગુશીવ દેવ કરનારનું ઉદહરણ. જે સવ્યભિચાર-દોષ સહિત હેતુ સહસા-તત્કાલ સ્વયં સ્થાપન કરેલ છે તેના સમર્થન માટે જે દષ્ટાંત ફરીથી સ્થપાય છે તે સ્થાપનાકર્મ. કહ્યું છે કેसव्वभिचारं हेडे, सहसा वोत्तुं तमेव अन्नेहिं । उववूहइ सप्पसरं, सामत्थं चऽप्पणो णाउं ॥२०१।
શિવ૦ નિ ૬૮ ]િ સવ્યભિચાર હેતુને તત્કાલ કહીને તે જ હેતુને પોતાનું પ્રસંગ સહિત સામર્થ્ય જાણીને અન્ય હેતુઓ વડે પુષ્ટ કરે.
તે આ પ્રમાણે–શબ્દ કૃતત્વ (કરેલી હોવાથી અનિત્ય છે. પ્રતિપક્ષી-વર્ણાત્મક શબ્દને વિષે કૃતકત્વ વિદ્યમાન નથી, કેમ કે વર્ષો (અક્ષરો) ને નિત્યપણાએ કહેલ છે. કૃતકત્વ હેત વ્યભિચારી (સદોષ) છે. પૂર્વપક્ષી ફરીથી કહે છે–વર્ણાત્મક શબ્દ કૃતકત્વ (કરાયેલી છે, પોતાના કારણ (તાલ્વાદિ સ્થાન) ના ભેદ વડે ઘટ-પટની જેમ ભિધમાન (ભિન્નપણું) હોય છે. ઘટાદિના દૃષ્ટાંત વડે જ વર્ગોનું કુતકત્વ સ્થાપન કર્ય માટે સ્થાપનાકર્મ થાય છે. 'પડુપનવિI[સિ' ત્તિ તત્કાલ ઉત્પન્ન થયેલ વસ્તનો વિનાશ. જે દષ્ટાંતમાં-કથનપણાએ છે તે પ્રત્યુતવિનાશી આહરણ. જેમ કોઈક' નગરમાં એક વાણીયો વસે છે. તેને ઘણી પુત્રી, બહેનો વગેરે સ્ત્રીઓનો પરિવાર છે. તેના ઘરની પાસે રાજગાંધર્વો (ગવૈયાઓ) દિવસમાં ત્રણ વાર સંગીત કરે છે, તેથી વણિકના ઘરની તમામ સ્ત્રીઓ તે સંગીતના શબ્દને વિષે અને ગાંધર્વોને વિષે આસક્ત થવાથી કંઈપણ ઘરનું કામ કરતી નથી. આ જોઈને તે વાણીયાએ વિચાર્યું કે-આ સ્ત્રીઓ બધી ભ્રષ્ટ થયેલ છે માટે હવે એવો ઉપાય કરું કે જેથી ભવિષ્યમાં ન બગડે. એમ વિચારીને તે સ્ત્રીઓના શીલની રક્ષાને માટે પોતાના ઘરમાં કુલદેવતાનું દેહરું કરાવ્યું અને જ્યારે ગાંધર્વો નાટક કરે ત્યારે તે વાણીયો પોતાના કરેલા દેહરામાં વાજા વગાડવા લાગ્યો. તેને લઈને તે ગાંધર્વોને વિન થવાથી તેઓએ રાજાને નિવેદન કર્યું. રાજાએ વણિકને તેડાવીને પૂછ્યું કે- કેમ વિદ્ધ કરે છે? ત્યારે તેણે કહ્યું કે-મારા ઘરમાં કુલદેવતા છે તેની આગળ હું વાજા વગડાવું છું. ન્યાયી રાજાએ ગાંધર્વોને કહ્યું કે–એમાં શેઠનો વાંક નથી. તમને જો વિદ્ધ થતું હોય તો બીજે સ્થળે ગાયન કરો; કારણ કે દેવની ભક્તિમાં અંતરાય કરાય નહિં. આવી રીતે વાણીયાએ પ્રત્યુત્પન્નદોષનો વિનાશ કરીને પરિવારના શીલનું રક્ષણ કર્યું. એવી રીતે ગુરુએ શિષ્યોને કોઈક વસ્તુમાં આસક્ત થયેલ જોઈને તેઓની આસક્તિનું નિમિત્તપણે નાશ કરવા યોગ્ય છે. આ પ્રમાણે પ્રત્યુત્પવિનાશનીયતા જણાવનાર હોવાથી પ્રત્યુત્પવિનાશીરૂપ જ્ઞાતતા ગાંધર્વિક આખ્યાન સંબંધી જાણવા યોગ્ય છે. કહ્યું છે કે__ होति पडुप्पन्नविणासणंमि गंधव्विया उदाहरणं । सीसोवि कत्थइ जई, अज्झोवज्जेज्ज तो गुरुणा ॥२०२।।
શિર્વ. નિ. ૬ ]િ ગુરુએ શિષ્યોને કોઈક પદાર્થમાં આસક્ત જોઈને પ્રત્યુત્પન્ન વિનાશનીયતાની જેમ ગાંધર્વિકાના ઉદાહરણની જેમ બચાવવા. (૨૦૨)
'વાયબ્રોડવા' [દશર્વ. નિ. ૭૦ 7િ] ઉપાય વડે ગુરુએ, શિષ્યને આસક્તિથી વારવા યોગ્ય છે અથવા આત્મા આકાશની જેમ અમૂર્તપણાથી અકર્તા છે. આવી રીતે આત્માને અકર્તુત્વની પ્રાપ્તિરૂપ દૂષણ ઉત્પન્ન થયે છતે તેના વિનાશને માટે કહેવાય છે-આત્મા કથંચિત્ મૂર્ણપણાથી દેવદત્તની માફક કર્તા જ છે. આહરણતા અને તેના ભેદોનું દેશ વડે અને 1. આ દષ્ટાંત ટીકામાં સંક્ષિપ્ત હોવાથી ગાથાવૃત્તિનો ભાવાર્થ લઈને કંઈક વિસ્તારથી લખેલ છે.
435