________________
४ स्थानकाध्ययने उद्देशः ३ दुःखसुखशय्याः, वाचनीयावाचनीयाः ३२५ - ३२६ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
વિપ્રરીત બુદ્ધિવાળો થયો થકો નિર્થ પ્રવચનને સદ્ઘતો નથી, પ્રતીતિ કરતો નથી, રુચિ કરતો નથી, નિગ્રંથ પ્રવચનને વિષે શ્રદ્ધા ન કરતો થકો, પ્રતીતિ ન કરતો થકો અને રુચિ ન કરતો થકો મનને ઉંચુંનીચું (ડામાડોળ) કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે, આ પ્રથમ દુઃખશય્યા કહી. હવે બીજી દુઃખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને યાવત્ દીક્ષિત થયેલ, તે સ્વકીય અશનાદિના લાભ વડે સંતોષ પામતો નથી પરંતુ અન્ય દ્વારા લાભ મેળવવાની આશા કરે છે, સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે, અભિલાષા—અધિક ઇચ્છા કરે છે, બીજાદ્વારા લાભની આશા કરતો થકો યાવત્ અભિલાષા કરતો થકો મનને ઉંચુંનીચું કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે, આ બીજી દુઃખશય્યા કહી. હવે ત્રીજી દુઃખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને યાવત્ દીક્ષિત થયેલ, તે દિવ્ય (શ્રેષ્ઠ) મનુષ્ય સંબંધી કામભોગની આશા કરે છે યાવત્ અભિલાષા કરે છે, દિવ્ય મનુષ્ય સંબંધી કામભોગને વિષે આશા કરતો થકો યાવત્ અભિલાષા કરતો થકો મનને ઉંચું નીચું કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે, આ ત્રીજી દુઃખશય્યા કહી. હવે ચોથી દુઃખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને યાવત્ દીક્ષિત થયેલ, તેને એવો વિચાર થાય છે કે–જ્યારે હું ગૃહવાસમાં વસતો હતો ત્યારે સંબાહણ–હાડકાને સુખરૂપ મર્દનવિશેષ (ચંપી), પીઠી વગેરેનું મર્દન માત્ર, શરીરને તેલ વગેરેથી ચોપડવું અને શરીરના પ્રક્ષાલન (સ્નાન) ને હું મેળવતો હતો પરંતુ જે દિવસથી હું મુંડ થઈને યાવત્ દીક્ષિત થયા બાદ સંબાહણ (ચંપી) યાવત્ શરીરના પ્રક્ષાલનને હું પામતો નથી, તે સાધુ સંબાધન (ચંપી) યાવત્ ગાત્રપ્રક્ષાલનની આશા કરે છે યાવત્ અભિલાષા કરે છે, તે સંબાધન યાવત્ ગાત્રપ્રક્ષાલનની આશાને કરતો થકો યાવત્ મનને ઉંચુંનીચું કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે, આ ચોથી દુઃખશય્યા કહી. ચાર પ્રકારની સુખ દેનારી સુખશય્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે– —તેમાં નિશ્ચે આ પ્રથમ સુખશય્યા–કોઈક લઘુકર્મી જીવ, મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને દીક્ષિત થયેલ, તે સાધુ નિગ્રંથ પ્રવચનને વિષે શંકા રહિત, આકાંક્ષા રહિત, વિચિકિત્સા રહિત દ્વિધાભાવને નહિઁ પામેલ–નિશ્ચિત, કલુષભાવને નહિં પામેલ અર્થાત્ નિર્મલ બુદ્ધિવાળો નિગ્રંથ પ્રવચનને સદહે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે, નિગ્રંથ પ્રવચનને સદહતો થકો, પ્રતીતિ કરતો થકો અને રુચિ કરતો થકો મનને ઉંચુંનીચું કરતો નથી—સ્થિર રાખે છે અને ધર્મથી ભ્રષ્ટ થતો નથી—ધર્મને પાળે છે, આ પ્રથમ સુખશય્યા કહી. હવે બીજી સુખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને યાવત્ દીક્ષિત થયેલ, તે પોતે મેળવેલ અશનાદિના લાભ વડે સંતોષ પામે છે. બીજા દ્વારા લાભ મેળવવાની આશા કરતો નથી, ઇચ્છા કરતો નથી, પ્રાર્થના કરતો નથી, અધિક અભિલાષા કરતો નથી, પરના લાભની આશાને ન કરતો થકો યાવત્ અભિલાષા ન કરતો થકો મનને ઊંચુંનીચું કરતો નથી અને ધર્મથી ભ્રષ્ટ થતો નથી, આ બીજી સુખશય્યા કહી. હવે ત્રીજી સુખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને યાવતુ દીક્ષિત થયેલ, તે દિવ્ય (શ્રેષ્ઠ) મનુષ્ય સંબંધી કામભોગને વિષે આશા કરતો નથી યાવત્ અભિલાષા કરતો નથી. દિવ્ય મનુષ્ય સંબંધી કામભોગને વિષે આશા ન કરતો થકો યાવત્ અભિલાષા ન કરતો થકો મનને ઊંચુંનીચું કરતો નથી અને ધર્મથી પતિત થતો નથી, આ ત્રીજી સુખશય્યા કહી. હવે ચોથી સુખશય્યા કહે છે–કોઈક મુંડ થઈને યાવત્ દીક્ષિત થયેલ, તેને એવો વિચાર થાય છે કે–જો તે આનંદિત, રોગ રહિત, બળવાન અને શ્રેષ્ઠ શરીરવાળા એવા અરિહંત ભગવંતો બાર પ્રકારના તપમાંથી કોઈ પણ એક, ઉદાર, કલ્યાણકારી, ઘણા દિવસ સુધી ઉત્કૃષ્ટ સંયમયુક્ત, આદરપૂર્વક, અચિંત્ય શક્તિયુક્ત અને કર્મક્ષયના કારણભૂત એવા તપરૂપ કર્મ (ક્રિયા) ને કરે છે, તો પછી હું આવ્યુપગમિકી (સ્વયં સ્વીકારેલી લોચાદિ ક્રિયા) અને ઔપક્રમિકી (કર્મના ઉદયને લઈને થયેલી) જ્વરાદિ વેદનાક્રિયાને હું સમ્યક્ સહન કરતો નથી, ક્ષમા કરતો નથી, તિતિક્ષા– અદીનપણે સહન કરતો નથી અને વેદનામાં સ્વસ્થ રહેતો નથી. આવ્યુપગમિક અને ઔપક્રમિક વેદનાને સમ્યક્ રીતે સહન નહિ કરનાર, ક્ષમા નહિ કરનાર, તિતિક્ષા નહિ કરનાર અને સ્વસ્થ નહિ રહેનાર એવા મને શું પ્રાપ્ત થાય છે? એકાંતથી મને પાપકર્મ પ્રાપ્ત થાય છે. આલ્યુપગમિક યાવત્ સમ્યક્ સહન કરનાર યાવત્ અધ્યાસન કરનાર–
417