SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने आश्रवसंवरवेयणास्वरूपम् १३-१५ सूत्रम् અનુભૂતિની (પ્રકર્ષની અનુભૂતિ હોવાથી) સ્વયોગ્ય પાપકર્મના પ્રકર્ષથી ઉત્પત્તિ થશે. એ પ્રમાણનું ફલ છે. વળી ભાષ્યકાર કહે છે કે – कम्मप्पगरिसजणियं, 'तदवस्सं पगरिसाणुभूइओ । सोक्खप्पगरिसभूई, जह पुण्णप्पगरिसप्पभवा ।।८०॥ [विशेषावश्यक० १९३१ इति] જેમ સુખના પ્રકર્ષનો અનુભવ પુન્યના પ્રકર્ષથી થાય છે. તેમ તે દુઃખનો અનુભવ પણ સ્વાનુરૂપ (પાપ) કર્મના પ્રકર્ષથી થાય છે. (૮૦) l/૧૨/ હવે હમણા જ કહેલ પુણ્ય અને પાપકર્મના બંધના કારણનું નિરૂપણ કરવા માટે કહે છે–' માસવે' શ્રતજેના વડે આત્માને વિષે કર્મો પ્રવેશ કરે છે તે આશ્રવ, કર્મબંધનો હેતુ છે એમ સમજવું. તે આશ્રવ ઈદ્રિય, કષાય, અવૃત, ક્રિયા અને યોગરૂપ છે. ક્રમથી તે પાંચ, ચાર, પાંચ, પચ્ચીશ અને ત્રણ ભેજવાળો છે. કહ્યું છેइंदिय ५ कसाय ४ अव्वय ५ किरिया २५ पण चउर पंच पणुवीसा । जोगा ३ तिन्नेव भवे, आसवभेया उ बायाला।।१।। પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, પચ્ચીસ ક્રિયા અને ત્રણ યોગ એ સર્વે આશ્રવના બેંતાલીશ ભેદ છે. (૮૧) આશ્રવ બેંતાલીશ પ્રકારે છે અથવા દ્રવ્ય ને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં જલમાં રહેલ નાવ વગેરેમાં, તથાવિધ પરિણામ વડે છિદ્રો દ્વારા જે જલનો પ્રવેશ તે દ્રવ્યાશ્રય, અને જે જીવરૂપ નાવમાં ઇંદ્રિય વગેરે છિદ્રોથી કર્મરૂપ જલનો સંચય તે ભાવાશ્રવ જાણવો; પરંતુ આશ્રવનું સમાનપણું હોવાથી એક જ છે. ll૧૩ હવે આશ્રવના પ્રતિપક્ષરૂપ સંવરનું સ્વરૂપ કહે છે–' સંવરે સંદ્રિયો-જે પરિણામ વડે કર્મના કારણભૂત પ્રાણાતિપાત વગેરે અટકાવાય તે સંવર-શ્રવનો નિરોધ એ તાત્પર્ય છે. समिई ५ गुत्ती ३ धम्मो १०, अणुपेह १२ परीसहा २२ चरित्तं च । सत्तावन्नं भेया, पणतिगभेयाइं संवरणे ।।२।। તે સંવર સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, ભાવના, પરીષહજય અને ચારિત્રરૂપ છે. તે ક્રમશઃ પાંચ, ત્રણ, દશ, બાર, બાવીશ અને પાંચ ભેજવાળો છે. તે બધા મેળવવાથી સત્તાવન ભેદ થાય છે. (૮૨) અથવા આ સંવર દ્રવ્ય અને ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં જલમાં રહેલ વહાણ વગેરેના છિદ્રોમાં હમેશાં જે જલ પ્રવેશ કરે છે તેને તથા પ્રકારના દ્રવ્ય વડે બંધ કરવું તે દ્રવ્યસંવર છે, તથા જીવરૂપ જહાજમાં ઇંદ્રિયાદિ છિદ્રો દ્વારા કર્મરૂપ જલ દાખલ થાય છે તેનો સમિતિ વગેરેથી નિરોધ કરવો તે ભાવસંવર છે. તે સંવર બે પ્રકારનો છે, તો પણ સંવરનું સમાનપણું હોવાથી એક સંવર છે. ll૧૪ો. કેવલ સંવર છતે અયોગિ ગુણસ્થાનની અવસ્થામાં કર્મોનું વેદન જ થાય છે પરંતુ કર્મનો બંધ થતો નથી, માટે હવે વેદનાનું સ્વરૂપ કહે છે–'II વેચા ' વેદ-વેદના. કર્મના સ્વાભાવિક ઉદયર વડે અથવા ઉદીરણા કરવા વડે ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મનો અનુભવ કરવો–ભોગવટો કરવો. તે વેદના જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ પ્રકારે પણ છે તેમજ “વિપાકોદય અને પ્રદેશોદયની અપેક્ષાએ બે પ્રકારની પણ છે. કેશ લુચન (લોચ) વગેરે આભુપગમિકી–સ્વયં સ્વીકારેલી અને ઔપક્રમિકી રોગાદિથી થયેલી એમ બે પ્રકારની પણ વેદના છે; તથાપિ વેદનાનું સમાનપણું હોવાથી એક જ વેદના છે. I/૧૫ll 1. આ ગાથામાં ‘તદ્' શબ્દથી “દુઃખ” લેવું. 2. અબાધા કાલ પૂર્ણ થયે કર્મનો ઉદય છે તે સ્વાભાવિક ઉદય. 3. જીવના વીર્યબળથી કર્મને ઉદયાવલિમાં ખેંચી લાવવું તે ઉદીરણા. 4. કોઈપણ પ્રકૃતિ, પોતાનો અનુભવ સ્વતંત્રપણે આપે તે વિપાકોદય, 5. એક પ્રકૃતિ બીજી પ્રકૃતિમાં મળીને જે ફલ, પ્રદેશોથી ભોગવાય તે પ્રદેશોદય. 28.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy