________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ नन्दीश्वराधिकारः ३०७ सूत्रम् जोयणसहस्साई छच्च तेवीसे जोयणसते परिक्खेवेणं, सव्वरतणामता अच्छा जाव पडिरूवा । तत्थ णंजे से उत्तरपुरथिमिल्ले रतिकरगपव्वते तस्स णं चउदिसिमिसाणस्स देविंदस्स देवरस्रो चउण्हमग्गमहिसीणं जंबूदीवपमाणातो चत्तारिरायहाणीओ पन्नत्ताओ, तंजहा–णंदुत्तरा, णंदा, उत्तरकुरा, देवकुरा,कण्हाते कण्हरातीते रामाते रामरक्खियाते। तत्थणंजेसे दाहिणपुरथिमिल्ले रतिकरगपते, तस्स णंचउदिसि सक्कस्स देविंदस्स देवरन्नो चउण्हमग्गमहिसीणं जंबूदीवपमाणातो चत्तारिरायहाणीओ पन्नत्ताओ, तंजहा-समणा,सोमणसा, अच्चिमाली,मणोरमा, पउमाते, સિવારે, સતત, અંગૂર तत्थ णंजेसे दाहिणपच्चत्थिमिल्ले रतिकरगपव्वते तस्सणंचउदिसि सक्कस्स देविंदस्स देवरन्नो चउण्हमग्गमहिसीणं जंबूदीवपमाणमेत्तातो चत्तारिरायहाणीओ पन्नत्ताओ तंजहा-भूता, भूतवडिंसा, गोथूभा, सुदंसणा, अमलाते, अच्छाराते, णवमिताते रोहिणीते। तत्थ णं जे से उत्तरपच्चस्थिमिल्ले रतिकरगपव्वते तत्थ णं चउदिसिमिसाणस्स [देविंदस्स. देवरनो]. चउण्हमग्गमहिसीणं जंबूहीवप्पमाणमेत्तातो चत्तारि रायहाणीओ पन्नत्ताओ, तंजहा–रयणा, रतणुच्चत्ता, सव्वरतणा, रतणसंचया, वसूते, वसुगुत्ताते, वसुमित्ताते, वसुंधराते ॥सू० ३०७॥ . (મૂળ) નંદીશ્વરવર નામના આઠમા દ્વીપના ચક્રવાલ વિષ્ઠભના બહુમધ્યદેશભાગમાં ચારે દિશાએ ચાર અંજનક પર્વતો
કહેલા છે, તે આ પ્રમાણે–પૂર્વ દિશાનો અંજનક પર્વત, દક્ષિણ દિશાનો અંજનક પર્વત, પશ્ચિમ દિશાનો અંજનક . પર્વત અને ઉત્તરદિશાનો અંજનક પર્વત. તે ચારે અંજનક પર્વતો ચોરાસી હજાર યોજન ઊંચા, એક હજાર યોજના જમીનમાં ઊંડા અને મૂલમાં દશ હજાર યોજન પહોળા છે. ત્યારબાદ થોડા થોડા પ્રમાણથી હીન થતા થતા ઉપરના ભાગમાં પહોળાઈથી એક હજાર યોજન કહેલા છે. તે ચારે પર્વતો મૂલ (તળિયા) માં એકત્રીસ હજાર, છ સો ત્રેવીસ યોજનની પરિધિવાળા છે. ઉપર (શિખર) ના ભાગમાં ત્રણ હજાર, એક સો છાસઠ યોજનની પરિધિવાળા છે. મૂલમાં વિસ્તારવાળા, મધ્યમાં સાંકડા અને ઉપર ઓછી પહોળાઈવાળા છે. ગાયના પૂછડાના આકાર વડે રહેલા છે. બધા અંજન (શ્યામ) રત્નમય છે, સ્ફટિક જેવા સ્વચ્છ છે, કોમળ વસ્ત્ર જેવા છે, ઘૂંટેલા વસ્ત્ર જેવા છે, ઘસેલ પત્થરની પ્રતિમા જેવા છે, પાલીશ કરાયેલ પત્થરની પ્રતિમા જેવા છે, રજ રહિત છે, કઠણ મલ રહિત છે, કાદવ રહિત છે, નિરાવરણ શોભાવાળા છે, સ્વપ્રભાવાળા છે. કિરણો સહિત છે, ઉદ્યોત સહિત છે, મનને અંદર કરનારા છે, જોવાલાયક છે, મનોહર છે, દરેક જોનારને રમણીય લાગે તેવા છે. તે અંજનક પર્વતોની ઉપર અત્યંત સમ અને રમણીય ભૂમિના ભાગો છે, તે અત્યંત સમ અને રમણીય ભૂમિભાગના મધ્યદેશભાગમાં ચાર સિદ્ધાયતનો કહેલા છે. તે સિદ્ધાયતનો એક સો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બોતેર યોજન ઊર્ધ્વ (ઊંચપણ) છે. તે સિદ્ધાયતનોની ચારે દિશાએ ચાર દરવાજાઓ કહેલો છે, તે આ પ્રમાણે–પૂર્વાદિ દિશાના ક્રમથી ૧. દેવદ્વાર, ૨. અસુરદ્વાર, ૩. નાગદ્વાર અને ૪. સુપર્ણદ્વાર છે. તે દરવાજાઓને વિષે ચાર પ્રકારના દેવો વસે છે. તે આ પ્રમાણે–દેવો, અસુરો, નાગકુમાર અને સુપર્ણકુમારો. તે દરવાજાઓની આગળ ચાર મુખમંડપ કહેલા છે. તે મુખમંડપોની આગળ ચાર પ્રેક્ષાઘરમંડપ (રંગમંડપ) કહેલા છે. તે પ્રેક્ષાઘરમંડપોના બહુમધ્યદેશભાગમાં ચાર, વજ (હીરા) મય, જોનાર લોકોના આસનભૂત અખાડાઓ કહેલા છે. તે વજરત્નમય અખાડાઓના બહુમધ્યદેશભાગમાં ચાર મણિમય પીઠિકાઓ કહેલી છે. તે મણિમય પીઠિકાઓની ઉપર ચાર સિંહાસનો કહેલા છે. તે સિંહાસનોની ઉપર ચાર વિજય દૂષ્ય (વસ્ત્રો) કહેલા છે તે વિજયદૂષ્યોના બહુમધ્યદેશભાગમાં ચાર વજય અંકુશ (આંકડાઓ) કહેલા છે, તે વજમય અંકુશમાં ચાર કુંભિકા પ્રમાણ 386