________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
___ ४ स्थानकाध्ययने उद्देशः २ महाप्रतिपदः २८५-२८८ सूत्राणि ચૈત્ર સુદિ પૂનમ પછીના પડવામાં ૧, સાધુઓને તથા સાધ્વીઓને ચાર સંધ્યાને વિષે સ્વાધ્યાય કરવા કહ્યું નહિ, તે આ પ્રમાણે–પ્રથમ સંધ્યા સૂર્યોદય વેલાથી એક ઘડી પ્રથમ અને એક ઘડી પછી, પશ્ચિમ સંધ્યા-સૂર્યાસ્ત સમયથી એક ઘડી પ્રથમ અને એક ઘડી પછી, (તેમજ) મધ્યાહ્ન અને મધ્ય રાત્રે ૨, સાધુઓને તથા સાધ્વીઓને ચાર કાલે–વખતે સ્વાધ્યાય કરવા કહ્યું છે, તે આ પ્રમાણે–પૂર્વાદ્ધ-દિવસના પ્રથમ પ્રહરમાં, અપરાā દિવસના છેલ્લા પ્રહરમાં, પ્રદોસ-રાત્રિના પહેલા પ્રહરમાં અને પ્રત્યુષે–રાત્રિના છેલ્લા પ્રહરમાં. ૨૮૫ ચાર પ્રકારે લોકની સ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે–આકાશને આધારે ઘનવાયુ અને તનુવાયુ પ્રતિષ્ઠિત-રહેલ છે ૧, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે ૨, ઘનોદધિને આધારે રત્નપ્રભા વગરે નરકમૃથ્વી રહેલી છે ૩, અને પૃથ્વીને આધારે ત્રસ તથા સ્થાવર જીવો રહેલા છે ૪. //ર૮૬/l ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—જે સેવક સંતો (હોઈને) સ્વામીના હુકમ પ્રમાણે વર્તે તે તથાપુરુષ ૧, જે સ્વામીના હુકમ પ્રમાણે ન વર્તે તે નોતથાપુરુષ ૨, સ્વસ્તિક વગેરે માંગલિક બોલનાર ભાટ-ચારણાદિ તે સૌવસ્તિકપુરુષ ૩, આ બધાને આરાધવા યોગ્ય શેઠ વગેરે તે પ્રધાનપુરુષ. ૪ (૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પોતાના ભવનો અંત કરનાર છે પણ બીજાના ભવનો અંત કરનાર નથી તે પ્રત્યેકબુદ્ધાદિ ૧, કોઈએક બીજાના ભવનો અંત કરનાર છે પણ પોતાના ભવનો અંત કરનાર નથી તે અચરમશરીરી આચાર્ય વગેરે ૨, કોઈએક પોતાના ભવનો અંત કરનાર છે અને બીજાના ભવનો પણ અંત કરનાર છે તે તીર્થંકરાદિ ૩, તેમજ કોઈએક પોતાના ભવનો અને પરના ભવનો અંત કરનાર નથી તે પાંચમા આરાના આચાયાદિ ૪ (૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક આત્મતમ-પોતે ખેદ કરે છે પણ બીજાને ખેદ કરાવતા નથી ૧, કોઈએક પરતમ–બીજાને ખેદ કરાવે છે પણ પોતે ખેદ કરતા નથી ૨, કોઈએક પોતે ખેદ કરે છે અને બીજાને પણ ખેદ કરાવે છે ૩ અને કોઈએક પોતે ખેદ કરતા નથી તેમ બીજાને પણ ખેદ કરાવતા નથી ૪. (૩) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક આત્માને દમે છે–શમવાળો કરે છે પણ બીજાને દમાવતા નથી ૧, કોઈએક બીજાને દમાવે છે પણ પોતે દમતા નથી ૨, કોઈએક પોતે દમે છે અને બીજાને પણ દમાવે છે ૩, તેમજ કોઈએક પોતે દમતા નથી અને બીજાને પણ દમાવતા નથી ૪ (૪). /ર૮૭ll ચાર પ્રકારે ગર્તા કહેલી છે, તે આ પ્રમાણે–પોતાના દોષના નાશ માટે ઉચિત પ્રાયશ્ચિત્ત લેવા સારું હું ગુરુ પાસે જાઉં, આ એક ગહ ૧, ગહ કરવા યોગ્ય દોષોનું વિવિધ પ્રકાર વડે હું નિરાકરણ કરું આ બીજી ગહ ૨, જે કાંઈ અનુચિત કર્યું હોય તેનું મિથ્યા દુષ્કૃત હું આપું, આ ત્રીજી ગહ ૩, એવી રીતે “સ્વદોષની ગહ કરવા વડે દોષોની
શુદ્ધિ થાય છે એમ જિનેશ્વરોએ કહેલું છે? આ પ્રમાણે સ્વીકારવું તે ચોથી ગહ ૪. //ર૮૮ (ટી) નો પૂરૂં ત્યારે બે સૂત્ર સરલ છે, પરંતુ મહોત્સવ પછી થનાર ઉત્સવની અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણ
સ્વરૂપ વડે મહાપ્રતિપદા (પડવા) ઓમાં (અહિં કોઈક દેશની રૂઢિ વડે ‘પાડિવય' શબ્દથી કથન કરાયેલ છે) નંદી વગેરે સૂત્ર વિષયક વાચનાદિરૂપ સ્વાધ્યાય કરવા કહ્યું નહિં પરંતુ અનુપ્રેક્ષા (ચિંતન) નો નિષેધ કરાયેલ નથી. આષાઢ માસની પૂર્ણિમા પછીની પ્રતિપદા તે આષાઢપ્રતિપદા. એવી રીતે બીજા પડવાઓને વિષે પણ જાણવું. વિશેષ એ કે-ઇદ્રમહર આશ્વિન માસની પૂર્ણિમા, સુગ્રીષ્મ-ચૈત્રમાસની પૂર્ણિમા. અહિં જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે છે તે દેશમાં તે દિવસની 1. કેટલાકનો અભિપ્રાય એવો છે કે પ્રથમ સંધ્યા સૂર્યોદય વેલાથી બે ઘડી અગાઉ લેવી કેમ કે ટીકામાં “અનુદિત સૂર્યો” પાઠ છે. બાકીની ત્રણ સંધ્યા એક ઘડી આગળ પાછળ લેવી પરંતુ અહિં તો ટબાને અનુસારે હકીકત લખેલ છે. જે ગચ્છમાં જે પ્રણાલિકા ચાલતી હોય તે માનવી. 2. ઇંદ્રમહા શબ્દની ટીકામાં, દીપિકામાં તથા પ્રાચીન ટબામાં આશ્વિન માસ અર્થ કરેલ છે પરંતુ ભાદ્રપદ માસ એવો અર્થ જોવામાં આવતો નથી.
356.