________________
४ स्थानकाध्ययने उद्देशः १ प्रमाणकालादिः परिणामः यामाः २६४ - २६६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ તેવી રીતે જે કાલ ના૨કાદિના ભવમાં રહે છે તે યથાયુઃ નિવૃત્તિકાલ છે. આ કાલ પણ આયુષ્યકર્મના અનુભવવિશિષ્ટ સર્વ સંસારી જીવોના વર્તનાદિરૂપ અદ્ધાકાલ જ છે. કહ્યું છે કે—
आउयमेत्तविसिझे, स एव जीवाण वत्तणादिमओ । भन्नइ अहाउकालो, वत्तइ जो जच्चिरं जेणं ॥६९॥
[विशेषावश्यक २०३७ त्ति ]
અદ્ધાકાલ જ યથાયુષ્કકાલ કહેવાય છે. શું સમગ્ર અદ્ધાકાલ યથાયુષ્ક છે? એમ નહિં, પરંતુ જીવોનો નાકાદિ આયુવિશિષ્ટ વર્તનાદિમય યથાયુષ્કકાલ કહેવાય છે, તે પોતે બાંધેલ આયુષ્ય વડે જેટલા કાલ પર્યંત જીવ વર્તે છે તેટલા કાલ સુધી રહે છે ૨.(૬૯)
મૃત્યુનો જે સમય તે મરણકાલ, આ પણ અહ્વાસમય વિશેષ જ છે, અથવા મરણવિશિષ્ટ કાલ તે મરણકાલ અથવા મરણ જ કાલ છે, કેમકે તે કાલનો પર્યાયવાચક શબ્દ છે. કહ્યું છે કે—
कालो त्ति मयं मरणं, जहेह मरणं गओ त्ति कालगओ । तम्हा स कालकालो, जो जस्स मओ मरणकालो॥७०॥ [विशेषावश्यक २०६६ त्ति ] ‘કાલ’ શબ્દ મરણવાચક છે, જેમ અહીં મરણગત જીવને કાલગત કહેવાય છે, તેથી પ્રાણીનો જે મરણનો કાલ (સમય) તે પૈકાલ–કાલ કહેલ છે. (૭૦)
અહ્વા જ કાલ તે અદ્ધાકાલ. ‘કાલ’ શબ્દ તો વૈવર્ણ અને પ્રમાણકાલ વગેરેમાં વર્તે છે, તેથી અહ્વા શબ્દ વડે વિશેષ કરેલ છે. આ અદ્ધાકાલ સૂર્યની ક્રિયા (ભ્રમણ) વિશિષ્ટ મનુષ્યક્ષેત્રની અંદર વર્તતો સમયાદિરૂપ જાણવો. ભાષ્યમાં કહ્યું છે કે— सूरकिरियाविसिद्धों, गोदोहाइकिरियासु निरवेक्खो । अद्धाकालो भन्नइ, समयक्खेतंमि समयाई ॥ ७१ ॥
[विशेषावश्यक २०३५ त्ति]
મેરુપર્વતની ચોતરફ સૂર્યાદિના ભ્રમણરૂપી ક્રિયા વડે પ્રગટ કરાતો, ગાયના દોહન વગેરે ક્રિયાથી નિરપેક્ષ, મનુષ્યક્ષેત્રમાં વર્તનારો સમયાદિરૂપ કાલ તે અઢાકાલ કહેવાય છે. (૭૧)
મનુષ્યક્ષેત્ર સિવાય બીજે સ્થલે સૂર્યાદિની ગતિક્રિયા ન હોવાથી ત્યાં અહ્વાકાલ કહેવાતો નથી, કેમકે ત્યાં તો વર્તનારૂપ ક્રિયા પરિણામવાળી હોવાથી કાલ કહેવાય છે. ઉપરોક્ત જે અદ્ધાકાલ તે ગાયનું દોહન વગેરે ક્રિયાની અપેક્ષા રાખતો નથી, પરંતુ સૂર્યાદિની ગતિક્રિયાની અપેક્ષા રાખે છે અર્થાત્ ગતિમાનૢ સૂર્ય પોતાના કિરણો વડે જેટલા ક્ષેત્રને પ્રકાશમાન કરે તેટલા ક્ષેત્રને દિવસ અને તે સિવાયના ક્ષેત્રને રાત્રિ કહેવાય છે. આ રાત્રિ કે દિવસનો અત્યંત સૂક્ષ્મ અંશ તે સમય, તેવા અસંખ્યાતા સમયની આવલિકા વગેરે કાલ, સૂર્યની ગતિ સિવાય અન્ય ક્રિયાની અપેક્ષા રાખતો નથી. સમયાવલિયમુદ્દુત્તા, વિસ-મહોત્ત પ૩-માસા ય । સંવચ્છ-ગુ।-પલિયા, સાગર-ઓસ-િપરિયા ।।૨।। [ आवश्यकनियुक्ति ६६३, विशेषावश्यक २०३६ त्ति ]
૫૨મ સૂક્ષ્મ કાલ તે સમય, અસંખ્યાત સમયની એક આવલિકા, બે ઘડીરૂપ કાલ તે મુહૂર્ત, સૂર્યકિરણોથી પ્રકાશિત આકાશખંડ (ક્ષેત્ર) રૂપ અથવા ચાર પ્રહરાત્મક તે દિવસ, સૂર્યકિરણથી અપ્રકાશિત આકાશખંડ અથવા ચાર પ્રહરપ્રમાણ તે રાત્રિ, તે ઉભય મળીને અહોરાત્ર કહેવાય છે. પંદર અહોરાત્ર મળીને એક પક્ષ, બે પક્ષનો એક માસ, બાર માસનો એક વર્ષ, પાંચ વર્ષનો એક યુગ, અસંખ્યાત યુગ વડે એક પલ્યોપમ, દશ કોડાકોડી પલ્યોપમ વડે એક સાગરોપમ, દશ કોડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી અને તેટલા જ પ્રમાણવાળી એક અવસર્પિણી તેમજ અંનતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી મળીને એક પુદ્ગલપરાવર્ત્ત થાય છે. (૭૨) ૨૬૪॥
1. એક કાલ શબ્દ મરણવાચક છે અને બીજો કાલ શબ્દ વખત-ટાઈમવાચક છે, તે કાલ-કાલ. 2. જેમ કાલો વર્ણ,
331