________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् चालिज्जइ बीहेइ व, धीरो न परीसहोवसग्गेहिं । सुहमेसु न संमुज्झइ, भावेसु न देवमायासु ॥३७॥ , देहविवित्तं पेच्छइ, अप्पाणं तहय सव्वसंजोगे ३। देहोवहिवुस्सग्गं, निस्संगो सव्वहा कुणइ ॥३८॥
[ધ્યાનપાત ૧૨-૧૨ ાિ. પરીષહો અને ઉપસર્ગો વડે ધીર પુરુષ ચલિત થતો નથી અને ભય પામતો નથી ૧, સૂક્ષ્મ ભાવોને વિષે અને દેવની માયામાં સંમોહ પામતો નથી ૨, દેહ અને આત્માને પૃથક્ (જુદો) તથા આત્માને સર્વ સંજોગોથી ભિન્ન માને છે ૩, દેહ અને ઉપધિનો સર્વથા ત્યાગ કરે છે તે વ્યુત્સર્ગ ૪. (૩૭–૩૮)
આલંબનનું સૂત્ર સ્પષ્ટ છે, તે સંબંધી ગાથા જણાવે છે– अह खंतिमद्दवज्जवमुत्तीओ जिणमयप्पहाणाओ । आलंबणाई जेहिं उ, सुक्कज्झाणं समारुहइ ।।३९।।
( [ધ્યાનશત ]િ શાંતિ, માર્દવ, આર્જવ અને નિર્લોભતા-આ ચાર જિનમતમાં પ્રધાન છે, કેમ કે કર્મક્ષયના હેતુભૂત હોવાથી આ આલંબનો છે, જેના દ્વારા શુક્લધ્યાનરૂપ મહેલ પ્રત્યે જીવ આરોહણ કરે છે ચડે છે. (૩૯).
હવે ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ કહેવાય છે. 'પાંતરિયાપુખેદ'ત્તિ અનંતા-અત્યંત વિસ્તૃતવૃત્તિ-વર્તન છે જેનું અથવા અનંતપણાએ વર્તે છે તે અનંતવર્તી, તેનો ભાવ તે અનંતવર્તિતાજે ભવપરંપરાની જાણવી, તેની અનુપ્રેક્ષા (ભાવના) તે અનંતવૃત્તિતાનુપ્રેક્ષા અથવા અનંતવર્તિતાનુપ્રેક્ષા. કહ્યું છે કેएस अणाई जीवो, संसारो सागरो व्व दुत्तारो । नारय-तिरिय-नरा-ऽमर-मवेसु परिहिंडए जीवो ॥४०॥
અનાદિકાલનો આ જીવ સાગરની જેમ દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના ભવોને વિષે પરિભ્રમણ કરે છે. (૪૦)
એવી રીતે બીજી અનુપ્રેક્ષામાં પણ સમાસ કરવો. વિશેષ એ કે–વિપરિબાને' ત્તિ વસ્તુઓનું વિવિધ પ્રકારે પરિણમન થવું તે વિપરિણામ. કહ્યું છે કેसव्वाणाई असासयाई इह चेव देवलोगे य । सुरअसुरनराईणं, रिद्धिविसेसा सुहाई च ॥४॥
[૨૦ પ્રવી- ધ ]િ આ (મનુષ્ય) લોકમાં અને દેવલોકમાં સર્વ સ્થાનો અશાશ્વત છે. વળી સુર, અસુર અને મનુષ્યાદિકની વિવિધ સંપત્તિઓ તેમ જ સુખો પણ અશાશ્વત છે. (૪૧)
સુરે” ત્તિ સંસારનું અશુભપણું છે. કહ્યું છે કેधी संसारो जमि(मी) जुयाणओ परमरूवगव्वियओ । मरिऊण जायइ किमी, तत्थेव कडेवरे नियए ॥४२॥
૦િ પ્રી૬૦૦ ]િ આ સંસારને ધિક્કાર છે કે જેને વિષે ઉત્કૃષ્ટ રૂપ વડે ગર્વિત થયેલ યુવાન પુરુષ કરીને પોતાના જ કલેવરમાં કીડો થાય છે. (૪૨)
તથા અપાયો એટલે આશ્રવોના દોષો. યથા– कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवमाणा। चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्मवस्स ॥४३॥
[दशवकालिक ८।४० ति] દમન નહિ કરાયેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લોભ-આ ચારે દુષ્ટ કષાયો પુનર્ભવરૂપ વૃક્ષના મૂલોને સીંચે છે. (૪૩).
આ સંબંધમાં ગાથા દર્શાવતાં કહે છે કે – 314