________________
३ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थितिप्रायश्चित्तप्ररूपणम् १९९-२०१ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
તુલ્ય અપરાધ છતે પણ પરિણામના વશથી ચારિત્રના નાશ વગેરેમાં વિચિત્રપણું થાય છે. કોઈ સ્થળે પરિણામ સરખા છતાં પણ અપરાધના અનેક પ્રકારથી પ્રતિસેવનાનું વિચિત્રપણું થાય છે. (૧૯૩)
(પ્રતિસેવામાં પારાંચિકનું સ્વરૂપ કહીને હવે આશાતનામાં પારાંચિકનું સ્વરૂપ કહે છે.) तित्थयरपवयणसुए, आयरिए गणहरे महिड्डीए । एते आसायंते, पच्छित्ते मग्गणा होइ ।।१९४॥
[बृहत्कल्प० ४९७५-५०६० त्ति] તીર્થકર, પ્રવચન (શાસન) શ્રત, આચાર્ય, ગણધર અને મહદ્ધિક (જ્ઞાનાદિવાન) એટલાઓની જે આશાતના કરે છે તેને પ્રાયશ્ચિત્તમાં માર્ગણા (વિચારણા) હોય છે. (૧૯૪).
તેમાં બે માસાંતે, પાવતિ પારંવયં ટા' વૃિદ૫૦ ૪૬૮૩] ૦િ આ સર્વ આશાતના કરતો થકો પારાંચિક સ્થાનને પામે છે. આ (ઠાણાંગ) સૂત્રમાં પ્રતિસેવક પારાચિક જ ત્રણ પ્રકારે કહેલ છે. કહ્યું છે કેपडिसेवणपारंची, तिविहो सो होइ आणुपुवीए । दुढे य पमत्ते या, नायव्वो अन्नमन्ने य ॥१९५।। [बृहत्कल्प० ४९८५]
પ્રતિસેવનાપારાચિક અનુક્રમે દુષ્ટ, પ્રમત્ત અને અન્યોઅન્ય એમ ત્રણ પ્રકારે જાણવો. તેમાં દુષ્ટ તે કષાયથી અને વિષયથી દોષવાળો જાણવો. વળી એક એક પણ સ્વપક્ષ અને વિપક્ષના ભેદથી બે પ્રકારે છે. (૧૯૫) કહ્યું છે કેવિદો જ હોતુ, સાયલુ ય વિનયકો યા વિહો વસાયો, સવર્ણ-૫૨૫૭ ૨૩ો ઉદ્દા
વૃિદ્ધ૧૦ ૪૬૮૬] દુષ્ટ બે પ્રકારના છે. કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ. કષાયદુષ્ટ બે પ્રકારે છે. સ્વપક્ષ અને પરપક્ષમાં. આની ચતુર્ભગી થાય છે. (૧૯૬).
તેમાં સ્વપક્ષમાં કષાયદુષ્ટ આ પ્રમાણે જાણવો–સરસવની નલિકા (નાલ) નામના શાકની ભાજીના ગ્રહણથી કુપિત : (ગુસ્સે) થયેલ (ચેલાએ) મરેલ આચાર્યના દાંતને ભાંગી નાખ્યા તેવો સાધુ અને વિષયદુષ્ટ તો સાધ્વીની વાંચ્છા કરનાર જાણવો. કહ્યું છે કેलिंगेण लिंगिणीए, संपत्तिं जो णिगच्छई पावो । सव्वजिणाणऽज्जाओ, संघो वाऽऽसाइतो तेणं ॥१९॥
- દિવ ૧૦૦૮] રજોહરણાદિ લિંગ વડે યુક્ત એવો પાપાત્મા સાધુ, જો અધમપણાથી સાધ્વીઓની પ્રાપ્તિ પ્રત્યે (વાંછે છે) જાય છે તો તેણે સર્વ તીર્થકરોની આર્યાની (સાધ્વીઓની) અથવા સંઘની આશાતના કરી કહેવાય. (૧૯૭) पावाणं पावयरो, दिद्विप्फासे वि सो न कप्पति तु । जो जिणपुंगवमुई, नमिऊण तमेव धरिसइ ॥१९८।।
દિવ૦ ૧૦૦૧]. સર્વે પાપીઓના મળે તે અત્યંત પાપિષ્ઠ છે. તેને દૃષ્ટિસ્પર્શ કરવો અર્થાત્ નજરે નીરખવો પણ કહ્યું નહિં, કારણ કે જિનવરની મુદ્રા પ્રત્યે નમીને તેને જ લજ્જાવે છે. (૧૯૮) संसारमणवयग्गं, जाइ-जरा-मरणवेयणापउरं । पावमलपडलछन्ना, भमंति मुद्दाधरिसणेणं ॥१९९।।[बृहत्क० ५०१०]
મુદ્રાને (વેશને) લજાવવા વડે પાપમલરૂપી પટલથી આચ્છાદિત થયેલા એવા તેઓ જન્મ, જરા અને મરણની પ્રચુર 1. ૧ સ્વપક્ષકષાય દુષ્ટ અને પરપક્ષકષાય દુષ્ટ, ૨ સ્વપક્ષકષાય દુષ્ટ અને ન પરપક્ષકષાય દુષ્ટ, ૩ ન સ્વપક્ષકષાય દુષ્ટ અને પરપક્ષકષાય
દુષ્ટ તેમજ ૪ ઉભય પક્ષમાં ન કષાય દુષ્ટ-આ પ્રમાણે ચાર ભાંગા છે. તે ચાર ભાંગા પૈકી ચોથો ભાંગો શુદ્ધ છે. 2. શિષ્ય પોતાને માટે લાવેલ ભાજીનું શાક તેને પૂછયા વિના એક આચાર્યે ખાવાથી તેના ઉપર ચેલો ગુસ્સે થયો. તે ગુરુને હેરાન કરવા છિદ્ર જોવા લાગ્યો પરંતુ તે ઇચ્છા પાર પડી નહીં, અમુક સમયે ગુરુ કાળધર્મ પામ્યા એટલે તે ચેલાએ જાગૃત રહેલા ક્રોધથી તે મૃત આચાર્યના દાંત પાડી નાખી પોતાનો રોષ શમાવ્યો.
265