________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने १ सूत्रम् [यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत! । अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ।।१।।]
એવી રીતે જ રાગદ્વેષનો સમૂલ નાશ ન થવાથી તેનું વચન અપ્રમાણિક છે. રાગાદિનો સમૂલ નાશ થયે છતે ક્યા કારણથી ફરી આ લોકમાં આગમનનો સંભવ થાય? અથવા આયુષ્મતા પ્રાણને ધારણ કરનારા, પરંતુ સદા સંશુદ્ધ સિદ્ધરૂપે નહિ તેને અકરણ(અશરીર)પણાથી બોલવાનો અસંભવ છે. અથવા 'વિસંતે 'તિ એ મયા શબ્દનું વિશેષણ છે તેથી માહિતિગુરુએ દેખાડેલી મર્યાદા વડે વસવું, મર્યાદાએ વસવાથી—એ શબ્દ વડે પરમાર્થથી ગુરુની આજ્ઞામાં રહેવારૂપી ગુરુકુલવાસનું વિધાન અર્થથી કહ્યું છે. ગુરુકુલવાસ જ્ઞાનાદિના હેતુભૂત છે. જે વ
णाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥४०॥ गीयावासो रती धम्मे, अणाययणवज्जणं । निग्गहो य कसायाणं, एयं धीराण सासणं ॥४१।। (युग्मं)
[विशेषावश्यक० ३४५९-३४६०] ગુરુકુલવાસમાં રહેતો થકો (સાધુ) શ્રુતજ્ઞાનાદિનું ભાજન થાય, સમ્યકત્વ અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય માટે જેઓ ગુરુકુલવાસને યાવત્ જીવનપર્યત છોડતા નથી તેઓને ધન્ય છે ને તેઓ ધર્મ-ધનને મેળવનારા છે (૪૦). ગીતાર્થ બહુશ્રુત પાસે વસવું, સાધુધર્મમાં પ્રીતિ, અનાયતનો-સાધુઓને અયોગ્ય સ્થાનોનું વર્જવું, કષાયોનો નિગ્રહ-ઉદયમાં આવેલ નિષ્ફળ કરવો. આ શિષ્યોને (ગુરુકુલવાસીઓને) શિખામણ છે. (૪૧)
અથવા 'મુસંતi'તિ, સમૃશતા-ભગવાનના ચરણકમલને ભક્તિપૂર્વક હસ્તયુગલાદિ વડે સ્પર્શ કરતાં, આમૃશતા શબ્દ વડે આ પ્રમાણે કહે છે. સર્વ શાસ્ત્રને જાણનાર શિષ્ય પણ ગુરુની પગચંપી વગેરે વિનયકાર્ય ન છોડવું જોઈએ. ૩ – जहाऽऽहिअग्गी जलणं णमसे, णाणाहुतीमंतपयाभि[हि]सित्तं । एवायरीयं उवचिट्ठएज्जा, अणंतणाणोवगओऽवि संतो ॥४२।। [दशवैकालिक० ९।१।११]
જેમ આહિતાગ્નિ (બ્રાહ્મણ) અનેક પ્રકારની આહુતિ (વૃતાદિનો પ્રક્ષેપ) અને નયે સ્વાહા ઇત્યાદિ મંત્રપદો વડે અભિષેક કરાયેલ અગ્નિને નમન કરે છે તેમ અનંતજ્ઞાનને પ્રાપ્ત થયો થકો શિષ્ય પણ આચાર્યને વિનય વડે સે. (૪૨)
અથવા 'બા સંતે 'તિ-માનુષમાબેન-શ્રવણવિધિની મર્યાદા વડે ગુરુઓની આસેવનાથી. એ શબ્દ વડે પણ એમ સૂચન કર્યું છે કે શાસ્ત્રોક્ત વિધિ વડે યોગ્ય સ્થાને રહેલ શિષ્ય ગુરુ પાસેથી સાંભળવું જોઈએ, જેમ તેમ નહિં સાંભળવું. કહ્યું છે કે – निद्दा-विगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्ति-बहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेयव्वं ।।४३।।
__ [आवश्यक नि० ७०७, पञ्चवस्तु० १००६4] નિદ્રા અને વિકથાને છોડીને, ત્રણ યોગને કાબૂમાં રાખીને, અંજલી જોડીને, ભક્તિ અને બહુમાનપૂર્વક, જેમ થાય તેમ એકચિત્તે ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ (૪૩).
એવી રીતે પદનો અર્થ કહેવાયો. પદવિગ્રહ એટલે સમાસ સહિત પદ, તે આખ્યાત આદિ પદોમાં દર્શાવેલ છે. હવે ચાલના (તક) અને પ્રત્યવસ્થાન (સમાધાન) તે બંને શબ્દથી અને અર્થથી કહે છે. તેમાં શબ્દથી નનું (શંકા) મે આ શબ્દનો મને અને માં–છટ્ટી અને ચોથી વિભક્તિનો એકવચનાત છે. સમ શબ્દને મે આદેશથી મે-માં વ્યાખ્યાન કરવા યોગ્ય છે. અહિં ગ્રંથકાર સમાધાન કરે છે કે 'R' તૃતીયાના એકવચનાંત વિભક્તિનો પ્રતિરૂપક આ અવ્યય, અસ્મ શબ્દના અર્થમાં છે માટે દોષ નથી. અર્થથી તો ચાલના (શંકા) વસ્તુ નિત્ય છે કે અનિત્ય છે? નિત્ય હોય તો અપ્રચુત (નાશ રહિત) ઉત્પન્ન 1. પંડ્યા ૨૨-૨૬, પંજવતુ ૨૩૫૮, ૩૫રેશ પ ૬૮૨ 2. વૃદન્ય ૧૭૨૩-૨૪, નિશીથ મ૧૪૧૦-૧૪૬૪ 3. વસંતેvi અને મામુતેvi એ બંને પાઠાંતર છે. 4. તુલના વૃદ્ધત્વ પ૦ ૮૦૨
14