________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ वृक्ष-पुरुषनिरूपणम् १२८ सूत्रम् અને વાસુદેવો કર્મપુરુષો (૭), મધ્યમ પુરુષો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે–ઉગ્રકુલમાં ઉત્પન્ન થયેલા, ભોગકુલમાં ઉત્પન્ન થયેલા અને રાજન્યકુલમાં ઉત્પન્ન થયેલા (૮), જઘન્ય પુરુષો ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે–દાસના કુલમાં ઉત્પન્ન થયેલા, જે મૂલ્ય (પગારવેતન) લઈને કામ કરનારા તે ભૂતકો અને ચોથ વગેરે
ભાગ લેનારા ભાગિયા (૯). /૧૨૮ (ટીવ) 'તતો હ9'ત્યા૦િ બે સૂત્ર છે, પત્રો (પાંદડા)ને જે પ્રાપ્ત થાય છે તે પત્રોપગ-પાંદડાવાળું વૃક્ષ. એવી રીતે બીજા બે વૃક્ષો (પુષ્પવાળા અને ફળવાળા) જાણવા. 'વમેતે'તિ આ શબ્દ, દૃષ્ટાંત સંબંધી ઉપનય-સિદ્ધાંત મેળવવા માટે છે અને તેના ઉપનયથી પુરુષના પ્રકારો જણાવે છે. જેમ પત્ર વગેરેથી યુક્તપણાએ અર્થ—ઇચ્છાવાળાને વિષે ઉપકાર માત્ર વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉપકારને કરવાવાળા વૃક્ષો-પત્રયુક્ત વૃક્ષ છાયા માત્ર આપે છે, પુષ્પયુક્ત સુગંધ પણ આપે છે અને લયુક્ત વૃક્ષ ફળને પણ આપે છે તેમ લોકોત્તર પુરુષો સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ બંનેના દાનાદિ વડે અનુક્રમે વિશેષ વિશેષ ઉપકારના કરનારા હોવાથી વૃક્ષો સમાન માનવા. એવી રીતે લૌકિક પુરુષો પણ માનવા. અહિં પરોવા' રૂત્યાદિ સૂત્રના કથનમાં પત્તોવા’ ઇત્યાદિક પ્રાકૃતભાષાની શૈલીથી કહેલું છે. “સમાને' આ શબ્દને વિષે 'સીમા' એ શબ્દ છે (૧-૨), હવે પુરુષના પ્રસ્તાવથી પુરુષોને સાત સૂત્ર વડે નિરૂપણ કરતા થકા કહે છે–'તો' રૂત્યા૦િ સુગમ છે, વિશેષ કહે છે—નામ એજ પુરુષ તે નામપુરુષ, પુરુષની જે પ્રતિમા વગેરે તે સ્થાપનાપુરુષ, પુરુષપણાએ ભવિષ્યમાં ઉત્પન્ન થશે અથવા ભૂતકાળમાં જે ઉત્પન્ન થયેલ તે દ્રવ્યપુરુષ. અહિં વિશેષ સંબંધ ઇદ્ર 'સૂત્રથી જોઈ લેવો. ભાષ્યકાર જણાવે છે કે आगमओऽणुवउत्तो, इयरो दव्वपुरिसो तिहा तइओ । एगभवियाइ तिविहो, मूलुत्तरनिम्मिओ वा वि ॥४२॥
[વિરોષાવશ્ય ૨૦૧૧] આગમથી પુરુષ પદના અર્થનો જાણનાર, પણ તેમાં ઉપયોગ રહિત જે વક્તા તે દ્રવ્યપુરુષ, નોઆગમથી દ્રવ્યપુરુષ ત્રણ પ્રકારે છે. ૧ જ્ઞપુરુષ, ૨ ભવ્યપુરુષ અને ૩ તથ્યતિરિક્ત. તવ્યતિરિક્તના ત્રણ પ્રકાર છે, ૧ એકભવિક, ર બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ-ગોત્રવાળો. અથવા તદ્ગતિરિક્ત બે પ્રકારે છે, તે આ પ્રમાણે–૧મૂલગુણનિર્મિત, અને ૨ ઉત્તરગુણનિર્મિત.
મૂલગુણનિર્મિત-પુરુષને યોગ્ય જે પુદ્ગલ દ્રવ્યો (જે પુગલોથી પુરુષશરીર રચાયું હોય તે) અને ઉત્તરગુણનિર્મિતઆકારવાળા પુદ્ગલો-પુરુષચિહ્ન, દાઢી અને મૂછ વગેરે ૩, વળી ભાવપુરુષો-જ્ઞાનપુરુષ વગેરે, જ્ઞાન લક્ષણરૂપ ભાવ છે પ્રધાન જેને વિષે તે જ્ઞાનપુરુષ, એવી રીતે સમકિત તેમજ ચારિત્રની પ્રધાનતાવાળા તે દર્શન પુરુષ અને ચારિત્રપુરુષ જાણવા ૪, પુરુષવેદના અનુભવની પ્રધાનતા છે જેને વિષે તે વેદપુરુષ. તે સ્ત્રી, પુરુષ અને નપુંસક સંબંધી ત્રણે લિંગ (આકાર)માં પણ હોય છે. તથા પુરુષચિહ્ન, દાઢી, મૂછ વગેરેથી ઓળખાતો જે પુરુષ તે ચિહ્નપુરુષ. જેમ નપુંસક છતાં દાઢી, મૂછ ચિહ્નવાળો ચિહ્નપુરૂષ અથવા પુરુષવેદરૂપ ચિહ્નપુરુષ, જે ચિહ્ન વડે આ પુરુષ છે એમ જણાય છે. આ વ્યુત્પત્તિ કરીને અથવા પુરુષ વેષધારી સ્ત્રી વગેરે ચિહ્નપુરુષ છે. જેના વડે બોલાય છે તે અભિલાપ-શબ્દ, તે જ પુરુષ પુલિંગાણાએ કથન કરવાથી; જેમ ઘટ અથવા કૂટ, કહ્યું છે કે
अभिलावो पुल्लिंगाभिहाणमेत्तं घडो व्व चिंधे उ । पुरिसाकिई नपुंसो, वेओ वा पुरिसवेसो वा ॥४३।। वेयपुरिसो तिलिंगो वि, पुरिसो वेदाणुभूइकालम्मि ।
[विशेषावश्यक० २०९२-९३] 1. ત્રીજા ઠાણાની શરૂઆતમાં દ્રવ્યંદ્રના વર્ણનમાં જેમ દ્રયેંદ્રના શરીરાદિ ભેદનું સ્વરૂપ કહેલું છે તેના અનુસારે અહિં પુરુષ શબ્દના
શશરીરપુરુષ વગેરે ભેદો જાણવા. 2. પુરુષના આકારવાળા પુદ્ગલોને જોઈ આ પુરુષ છે એમ નિર્ણય થાય છે, માટે દ્રવ્યપુરુષ ભાવપુરુષનું કારણ છે. '#ાર યા તે વ્યં
રૂતિ વાતા 3. વેદ, મોહનીયકર્મના ઉદયથી અને લિંગ (આકાર) નામકર્મના ઉદયથી હોય છે. •
180