________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ जीवस्य धर्मान् ११९ सूत्रम् આત્માને બંધ વગેરે નહિ થાય. બધાય અગ્નિ દહનાદિ અર્થક્રિયાના સાધક થતા નથી, કારણ કે ભસ્મથી ઢાંકેલ અગ્નિ વડે વ્યભિચાર દોષ આવે છે અર્થાત્ આચ્છાદિત અગ્નિ બાળતો નથી. પ્રસંગને અનુલક્ષીને આટલું વિવેચન કર્યું. નો આગમથી ભાવેંદ્ર, ઈદ્રના નામકર્મ અને ગોત્રકર્મને અનુભવતો થકો પરઐશ્વર્યનું પાત્ર છે, કારણ કે નો શબ્દ સર્વથા નિષેધવાચક છે જે કારણથી તેમાં ઇદ્ર પદાર્થનું જ્ઞાન, ઇદ્રના વ્યવહારના સંબંધ વડે વિવક્ષિત નથી. ઇદ્રની ક્રિયાની જ વિવક્ષા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ, તે કેવળ આગમ જ નહિ તેમ કેવળ અનાગમ પણ નહિ. આ કારણથી મિશ્રવચનપણાથી નો શબ્દને નોઆગમથી કહેવાય છે. અહિં ‘ના’ શબ્દ દેશ નિષેધવાચક છે) શંકા–નામ, સ્થાપના અને દ્રવ્યને વિષે ઈદ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે, કારણ કે વિવક્ષિત ભાવ વડે શૂન્ય હોય છે, તે કારણથી નામાદિમાં શું વિશેષ છે? ભાષ્યકાર કહે છે– अभिहाणं दव्वत्तं, तदत्थसुन्नत्तणं च तुल्लाई । को भाववज्जियाणं, नामाईणं पइविसेसो ॥९।। [विशेषाव० ५२ इति]
ભાવનિક્ષેપ સિવાયના નામાદિ ત્રણમાં અભિધાન, દ્રવ્યત્વ અને તદર્થશૂન્યપણું સમાન હોવાથી તે નામાદિ ત્રણમાં શો તફાવત છે? (૯)
અહિં સમાધાન કરતાં કહે છે—જેવી રીતે સ્થાપકેંદ્રમાં ચોક્કસ ઇંદ્રનો આકાર જોવાય છે, તથા સ્થાપના કરનારનો સદ્ભૂત ઇંદ્ર સંબંધી અભિપ્રાય હોય છે, વળી જોનારને ઇંદ્રનો આકાર જોવાથી ઇંદ્રનો નિર્ણય થાય-વિશ્વાસ થાય છે, વળી નમસ્કાર કરવાની બુદ્ધિવાળા અને ફળની ઇચ્છાવાળા જીવો સ્તુતિ કરવા માટે પ્રવર્તે છે અને કેટલાએક દેવતાના અનુગ્રહથી લને પણ પામે છે. નામેંદ્ર અને દ્રલેંદ્રને વિષે તેવું કાંઈ જણાતું નથી. તે કારણથી સ્થાપનાનો આ પ્રમાણે ભેદ કહેલ છે– आगारोऽभिप्पाओ, बुद्धी किरियाफलं च पाएणं । जह दीसइ ठवणिंदे, न तहा नामे न दविंदे ।।१०।।
[વિરોણાવ વરૂ ]િ જેમ સ્થાપના ઇંદ્રમાં આકાર-અભિપ્રાય-બુદ્ધિ ક્રિયા અને ફળ પ્રાયઃ જણાય છે તેમ નામઈદ્ર અને દ્રવ્યUદ્રમાં જણાતું નથી. (૧૦)
જેમ દ્રવ્યંદ્ર ભાવેંદ્રનાં કારણપણાને પામે છે, તથા ઉપયોગથી અપેક્ષામાં પણ તે ભાવેંદ્રની ઉપયોગતાને પામે છે અને ભાવેન્દ્રની ઉપયોગિતાને પ્રાપ્ત કરેલ છે તેમ નામ અને સ્થાપના ઇંદ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રલેંદ્રમાં આ વિશેષ છે. ભાષ્યકાર કહે
भावस्स कारणं जह, दव्वं भावो य तस्स पज्जाओ । उवओगपरिणतिमओ, न तहा नामं न वा ठवणा ।।११।।
[વાવ ૧૪ તિ] જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમય જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ અને સ્થાપના ભૂત અને ભવિષ્યમાં પર્યાય થતા નથી. (૧૧)
નામ, સ્થાપના અને દ્રલેંદ્ર કહ્યા. હવે ભારેંદ્રને ત્રણ સ્થાનકના અવતાર વડે કહે છે –'તો દૈ'ત્યાદિ સુગમ છે. વિશેષ કહે છે કે–જ્ઞાન વડે, જ્ઞાનના અથવા જ્ઞાનને વિષે ઇદ્ર-જે પરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાન, શ્રુત વગેરે કોઈપણ જ્ઞાનાધીનના વશથી વિવેચન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે જ્ઞાનેન્દ્ર અથવા કેવલી જ્ઞાનેન્દ્ર, એવી રીતે જે ક્ષાયકસમ્યગદર્શનવાળા તે દર્શને, અને યથાખ્યાતચારિત્રવાળા તે ચારિત્રેદ્ર, એઓનું સર્વભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ ભાવ વડે અથવા વિવક્ષિત ક્ષાયોપથમિક લક્ષણ વડે અથવા ભાવતઃ–પરમાર્થથી ઇદ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં નહિ પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લક્ષ્મીસ્વરૂપ પરમેશ્વર્યયુક્ત હોવાથી ભારેંદ્રપણું જાણવું. આધ્યાત્મિક ઐશ્વર્યાની અપેક્ષાએ ભાવેંદ્રનું ત્રિવિધપણું કહ્યું, હવે બાહ્ય ઐશ્વર્યાની અપેક્ષાએ તે ભાવેંદ્રનું જ ત્રિવિધપણું કહે છે–'તો ફુટે ત્યાતિ અર્થ સુગમ છે. વિશેષ કહે છે કે દેવો-વૈમાનિકો અથવા જ્યોતિષ્કો અને વૈમાનિકો, રૂઢિથી અસુરા-ભવનપતિ વિશેષો અથવા ભવનપતિ
164