________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ४ जीवाजीववक्तव्यता ९५ सूत्रम् ત્રુટિતાંગ અને ત્રુટિત (૧૧), અડડાંગ અને અડડ (૧૨), અપપાંગ અને અપપાત (૧૩), હૂહૂતાંગ અને હૂહૂત (૧૪), ઉત્પલાંગ અને ઉત્પલ (૧૫) પહ્માંગ અને પદ્ય (૧૬), નલિનાંગ અને નલિન (૧૭) અક્ષનિકુરાંગ અને અક્ષનિકુર (૧૮), અયુતાંગ અને અયુત (૧૯), નિયતાંગ અને નિયુત (૨૦), પ્રયુતાંગ અને પ્રયુત (૨૧), ચૂલિકાંગ અને ચૂલિકા (૨૨), શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા (૨૩), પલ્યોપમ અને સાગરોપમ (૨૪), ઉત્સર્પિણી અને અવસર્પિણી (૨૫) એ દરેક જીવ અને અજીવપણે કહેવાય છે [૧]. ગામ ને નગર (૧), નિગમ ને રાજધાની (૨), ખેડ ને કર્બટ (૩), મહેંડ]બ ને દ્રોણમુખ (૪), પાટણ ને આકર (૫), આશ્રમ ને સંબાહ (૬), સન્નિવેશ ને ઘોષ (૭), આરામ ને ઉદ્યાન (૮), વન ને વનખંડ (૯), વાપી (વાવ) ને પુષ્કરિણી (૧૦), સરોવર ને સરપંક્તિ (૧૧), કૂપ (કૂઓ) ને તળાવ (૧૨), દ્રહ ને નદી (૧૩), પૃથ્વી (રત્નપ્રભાદિ) ને ઘનોદધિ (૧૪), વાતસ્કંધ (ઘનવાત વગેરે) ને અવકાશતર (૧૫), વલય-પૃથ્વીને વેસ્ટન (વટવા) રૂપ ઘનોદધિ વગેરે, વિગ્રહ-લોકનાડીના વક્ર સ્થાન (૧૬), દ્વીપ ને સમુદ્ર (૧૭), વેલ–સમુદ્રના જલની વૃદ્ધિ ને વેદિકા-ગઢના કાંગરા (૧૮), દ્વાર-દરવાજા ને તોરણ (૧૯), નરયિકો અને નરકાવાસો, એવી રીતે યાવત્ ચોવીશ દંડકમાં વૈમાનિક અને વૈમાનિકના વાસો (વિમાનો) પર્યન્ત જે છે તે સર્વ જીવ અને અજીવ સ્વરૂપ છે (૨૦-૪૩), કલ્ય તે દેવલોક અને તે દેવલોકના અંશો તે કલ્પવિમાનવાસો (૪૪), વર્ષ (ક્ષેત્રો) અને વર્ષધર પર્વતો (૪૫), કૂટ તે શિખર, અને કૂટાગારો (૪૬), વિજય અને રાજધાનીઓ (૪૭) એ બધા જે છે તે જીવ અને અવસ્વરૂપ કહેવાય છે [૨]. વૃક્ષાદિકની છાયા અને સૂર્યનો આતપ (૧), જ્યોન્ના-કાન્તિ અને અંધકાર (૨), અવમાન-ક્ષેત્રાદિનું પ્રમાણ હસ્તાદિ અને ઉન્માન-કષદિ (તોલો વગેરે) (૩), અતિયાનગૃહ-નગર વગેરેના પ્રવેશમાં જે ઘરો હોય છે અને ઉદ્યાનગૃહ તે બગીચામાં રહેલા ઘરો (૪), અવલિંબ અને સણિપ્રપાત તે રૂઢિથી જાણવા (૫) બે રાશિ કહેલી છે, તે
આ પ્રમાણે-જીવરાશિ અને અજીવરાશિ. I૯૫ (ટી) આ સૂત્રોનો અનંતર સૂત્રથી આ સંબંધ છે–પૂર્વના સૂત્રમાં જીવ વિશેષોનું ઉચ્ચત્વ લક્ષણ (ઊંચાઈ) ધર્મ કહ્યો, અહિં તો ધર્મના અધિકારથી જ સમયાદિ સ્થિતિ લક્ષણ ધર્મ-જીવ અને અજીવ સંબંધી ધર્મ અને ધર્મના અભેદપણાથી જીવ અને અજીવપણાએ જ કહેવાય છે. તેમાં સઘળા ય કાલપ્રમાણમાં આદ્ય (પહેલા) પરમ સૂમ, અભેદ્ય, અવયવરહિત, ઉત્પલકમલના સેક્કો પત્રના ભેદનના ઉદાહરણ વડે ઓળખાતો સમય કહેવાય છે. તે સમયનું અતીત વગેરે કાલની વિવક્ષા વડે બહુપણાથી બહુવચન છે, માટે સૂત્રકાર કહે—'સમયાડુ વા' ત્યા૦િ 'તિ' શબ્દ સમીપ અર્થ બતાવવામાં અને વા' શબ્દ વિકલ્પાર્કમાં છે. અસંખ્યાતા સમયના સમુદાયવાળી આવલિકા, ક્ષુલ્લક ભવગ્રહણ કાલના બસો ને છપ્પન ભાગે છે [અર્થાત્ ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ થાય છે]. તે સૂત્રમાં સમયો અથવા આવલિકાઓ છે. જે કાલવસ્તુ છે તે સામાન્યથી જીવ છે, કારણ કે જીવનો પર્યાય છે. પર્યાય અને પર્યાયવાળાનો કથંચિત્ અભેદ છે તથા અજીવોનો-પુલાદિનો પર્યાય હોવાથી અજીવ કહેવાય છે. મૂલમાં બે ''કાર છે તે સમુચ્ચય અર્થમાં છે અને જે દીર્ઘપણું છે તે પ્રાકૃત શૈલીને કારણે છે. પ્રોતકહેવાય છે. જીવાદિના વ્યતિરેકથી (સિવાય) સમય વગેરે નથી, તે કહે છે–જીવ અને અજીવોની સાદિ અને સપર્યવસાનાદિ (અંત સહિત) વગેરે ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો સમય વગેરે છે. તે જીવ અને અજીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી, જો અત્યંત ભેદ હોય તો એક અંશમાત્ર ધર્મ [વસ્તુનો] જણાતે છતે પ્રતિનિયત (ચોક્કસ) ધર્મીના વિષયમાં સંશય જ નહિં થાય, કારણ કે તે ધર્મીના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષપણે છે. વળી અનુભવની વસ્તુ છે કે
જ્યારે કોઈક પુરુષ લીલા વૃક્ષની તરૂણ શાખાના વિસ્તારના વિવર (મધ્ય)ના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે ત્યારે 1. કાલ વસ્તુત દ્રવ્ય નથી કારણ કે તે પંચાસ્તિકાયનો પર્યાય છે, વર્તના લક્ષણ પર્યાય સર્વ દ્રવ્યમાં સામાન્ય છે. તેને ઉપચારથી દ્રવ્ય,
વ્યવહારનય વડે કહેલ છે. 136