________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ सुषमादूषमादिस्वरूपम् ८९ सूत्रम्
=
पत्ता पच्चणुब्भवमाणा विहरंति, तं जहा - हेमवए चेव एरनवर चेव १६ । जंबुद्दीवे दीवे दोसु खित्तेसु मणुया सबा दूसमसुसममुत्तममिद्धिं पत्ता पच्चणुब्भवमाणा विहरंति तंजहा - पूव्वविदेहे चेव अवरविदेहे चेव १७, जंबूदीवे दीवे दोसु वासेसु मणुया छव्विहं पि कालं पच्चणुब्भवमाणा विहरंति, तंजहा - भरहे चेव एरवते चेव १८ // સૂ॰ ૮૬।।
(મૂળ) જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં સુષમદૂષમ નામના (ચોથા) આરાનો કાળ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ હતો (૧), એવી રીતે આ વર્તમાન અવસર્પિણીમાં સુષમદુષ્પમ નામના (ત્રીજા) આરાનો કાળ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહેલ છે (૨), એવી રીતે આગામી ઉત્સર્પિણીમાં સુષમદુષ્પમ નામના (ચોથા) આરાનો કાળ પૂર્વ પ્રમાણે થશે (૩), જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીના સુષમ નામા (પાંચમા) આરામાં મનુષ્યો બે ગાઉની ઊંચાઈવાળા તેમજ (૪), બે પલ્યોપમના આયુષ્યને પાળનારા હતા (૫), એવી રીતે આ અવસર્પિણીમાં સુષમ નામના (બીજા) આરામાં બે પલ્યોપમના આયુષ્યને ભોગવનારા હતા (૬), એવી રીતે આગામી ઉત્સર્પિણીમાં સુષમ નામના (પાંચમા) આરામાં બે પલ્યોપમના આયુષ્યને પાળનારા થશે (૭), જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે એક યુગના એક સમયમાં બે અરિહંતના વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે (૮), એવી રીતે બે ચક્રવર્તીના વંશ (૯), બે દશાર-વાસુદેવના વંશ ઉપજ્યા છે, ઉપજે છે અને ઉપજશે (૧૦), જંબુદ્રીપના ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે બે અરિહંત ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે (૧૧), એવી રીતે બે ચક્રવર્તી ઉપજ્યા છે, ઉપજે છે અને ઉપજશે (૧૨), એવી રીતે બે બલદેવ અને બે વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે (૧૩), જંબુદ્રીપના બે કુરુક્ષેત્રને વિષે મનુષ્યો સદા સુષમસુષમ (પહેલા) આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે તે ક્ષેત્રો દેવકુરુ અને ઉત્તરકુરુ (૧૪), જંબુદ્રીપ નામના દ્વીપમાં બે વર્ષક્ષેત્રને વિષે મનુષ્યો સદા સુષમ નામના (બીજા) આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે, તે વર્ષક્ષેત્રો હરિવર્ષ અને રમ્યવર્ષ (૧૫), જંબુદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા સુષમદુષ્યમ નામના (ત્રીજા) આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે, તે ક્ષેત્રો હૈમવત અને હૈરણ્યવત (૧૬), જંબુદ્રીપ નામના દ્વીપમાં બે ક્ષેત્રને વિષે મનુષ્યો સદા દુષ્પમસુષમ (ચોથા) આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે, તે આ—પૂર્વવિદેહ અને અપરવિદેહ (૧૭), જંબુદ્વીપના બે ક્ષેત્રમાં મનુષ્યો છ પ્રકારના કાલ સંબંધી આયુષ્યાદિ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે, તે આ પ્રમાણે—ભરત અને ઐરવતક્ષેત્ર (૧૮). ૮૯॥
(ટી૦) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે 'તીતા'ત્તિ॰ ગયેલી ઉત્સર્પિણીનું સ્વરૂપ પૂર્વની માફક જાણવું. તે ઉત્સર્પિણીમાં અથવા ઉત્સર્પિણીના સુષમદુષ્યમા–બહુ સુખવાળા, સમા—ચોથા આરાના લક્ષણરૂપ કાલ વિભાગની સ્થિતિ (અથવા પ્રમાણ) બે કોડાકોડી સાગરોપમ હતી (૧), એવી રીતે 'નંબુદ્દીને ર ત્યાદ્રિ કહેવું, વિશેષ 'રૂમીસે'ત્તિ॰ આ પ્રત્યક્ષ વર્તમાન પૂર્વોક્ત અર્થવાળી અવસર્પિણીમાં 'નાવ'ત્તિ॰ સુષમદુષમા નામના ત્રીજા આરાને વિષે 'વો સરોવમજોડાજોડીઓ જાત્તે' 'પન્નત્તે' કહેલ છે. એ જ પૂર્વસૂત્રથી વિશેષ છે. પૂર્વ સૂત્રમાં 'હોત્થ'ત્તિ કહેલ છે (૨), 'વ'નિત્યાદ્રિ 'આમિસ્સા 'ત્તિ આવતી ઉત્સર્પિણીમાં 'મવિષ્યતિ' થશે. એ જ પૂર્વસૂત્રથી વિશેષ છે (૩), 'ખંવૂ'ત્યાવિ॰ સુષમ નામના પાંચમા આરામાં 'હોત્ય'ત્તિ હતા (૪), 'પાતચિત્થ'ત્તિ પાળનારા, પૂર્વ સૂત્રથી શબ્દભેદ વિશેષ છે (૫-૭), 'નવૂ'ત્યાદ્રિ 'જ્ઞાનુÌ'ત્તિ પાંચ વર્ષનો યુગ કાલ વિશેષ કહેવાય છે, યુગના એક વર્ષના એક સમયમાં, 'સમણ ાનુશે' આ પ્રમાણે પાઠ હોવા છતાં પણ વ્યાખ્યા 1. બીજા સૂત્રથી તેરમા સૂત્ર સુધીનું વર્ણન ટીકાકારે કોઈક શબ્દનો અર્થ સંક્ષેપથી કરેલ છે માટે મૂલસૂત્રના અનુવાદથી- જાણી લેવું.
118