________________
२ स्थानकाध्ययने उद्देश २ समुद्घातवैक्रियेतरतोऽवधिः देशसर्वतः शब्दाद्या ८० सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ 'લોહી'ત્યાર્િ॰ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—અવભાસતે-ખદ્યોત (ખજુઆ)ની માફક દેશથી દીપે છે અને દીવાની માફક સર્વથી દીપે છે. અથવા દેશથી ફડકાવધિજ્ઞાની' જાણે છે અને સર્વથી અત્યંતરાવધિજ્ઞાની? જાણે છે (૧), 'મિ'ત્તિ દેશ અને સર્વથી વિશેષતઃ દીપે છે (૨), દેશથી હાથ વગેરેનું વૈક્રિય ક૨વા વડે અને સર્વથી—સંપૂર્ણ શ૨ી૨નું વૈક્રિય ક૨વા વડે વિક્ર્વણા કરે છે (૩), 'પરિયારેફ'ત્તિ દેશથી મનોયોગ વગેરેમાંથી કોઈપણ એક યોગ વડે અને સર્વથી ત્રણ યોગ વડે મૈથુનને સેવે છે (૪), દેશથી જીભના સમભાગ વગેરેથી અને સર્વથી સમસ્ત તાલુ વગેરે સ્થાન વડે ભાષાને બોલે છે (૫), દેશથી માત્ર મુખ વડે અને સર્વથી ઓજ આહારની અપેક્ષાએ (સર્વ આત્મપ્રદેશ વડે) આહાર કરે છે (૬), આહારને જ પરિણમાવે છે. ખલ, રસના વિભાગ વડે ભક્તાશય (હોજરી)ના ભાગને બરોળ વગેરે વડે રુંધવાથી દેશથી અને પ્લીહ વગેરેથી રુંધેલ ન હોવાથી સર્વથી (૭), દેશથી હાથ વગેરે અવયવ વડે અનુભવે છે અને સર્વથી અવયવ વડે આહાર સંબંધી પરિણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલોને ઇષ્ટ અને અનિષ્ટ પરિણામથી અનુભવે છે (૮), આહાર કરેલા, પરિણમેલા અને અનુભવેલા આહારના પુદ્ગલોને દેશથી અપાન (ગુદાસ્થાન) વગે૨ેથી અને સર્વથી સંપૂર્ણ શ૨ી૨ વડે પ્રસ્વેદ (પરસેવા)ની જેમ નિર્જરે છે–ત્યાગ કરે છે (-) આ ચૌદ સૂત્રો વિવક્ષિત વિષયવસ્તુની અપેક્ષાએ લેવા. તેમાં દેશ અને સર્વની યોજના આ પ્રમાણે સમજવી. જેમ દેશથી પણ વિવક્ષિત શબ્દોમાંથી કેટલાએક શબ્દોને સાંભળે છે અને સર્વથી સમસ્તપણે બધા શબ્દોને સાંભળે છે (૧), એવી રીતે રૂપ વગેરેને પણ દેશથી અને સર્વથી જાણી લેવું (પ), તથા (શબ્દાદિ) વિવક્ષિત વસ્તુને દેશ અથવા સર્વથી પ્રકાશે છે (૬), વિશેષ પ્રકાશે છે (૭), એવી રીતે વિપુર્વણા સંબંધી વસ્તુને વિક્ર્વણા કરે છે (૮), પરિચારણા યોગ્ય સ્રીશરીરાદિ પ્રત્યે પરિચારણા સેવે છે (૯), કહેવા યોગ્ય શબ્દની અપેક્ષાએ દેશથી ભાષાને બોલે છે (૧૦), સર્વથી ભોજન યોગ્ય વસ્તુને ખાય છે (૧૧), આહારને પરિણમાવે છે (૧૨), વેદવા યોગ્ય કર્મને અનુભવે છે (૧૩), દેશથી અથવા સર્વથી એવી રીતે નિર્જરે પણ છે (૧૪), દેશ અને સર્વ વડે સામાન્યથી સાંભળવું વગેરે કહ્યું, વિશેષ વિવક્ષામાં દેવોનું પ્રધાનપણું હોવાથી તેઓને આશ્રયીને તે (શબ્દાદિ) કહે છે—'રોહી'ત્યાર્િ॰ એ પણ વિવક્ષિત શબ્દાદિ વિષયની અપેક્ષાએ ચૌદ સૂત્ર દેશથી અથવા સર્વથી લેવા. આ હમણા જ કહેલ ભાવો શરીર હોય તો જ સંભવે છે, આ કારણથી દેવોનું પ્રધાનપણું હોવાથી દેવોના જ શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે–'મરુ'ત્યાવિ॰ આ આઠ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે—મરુત દેવો લોકાંતિક દેવ વિશેષ છે. કહ્યું છે કે- सारस्वता १ दित्य २ वहन्य ३ रुण ४ गर्द्दतोय ५ तुषिता ६ ऽव्याबाध ७ मरुतो ८ ऽरिष्ठा ९ श्चेति० [ तत्त्वा० अ.४, સૂ॰ ૨૬] તે દેવો એક શરીરવાળા હોય છે, કારણ કે વિગ્રહગતિમાં કાર્પણ શરીર છે, ત્યાર પછી વૈક્રિયભાવથી બે શરીરવાળા હોય છે, બન્ને શરીરનો સમાહાર–એકત્રીભૂત બે શરીર, તે છે જેઓને તે બે શરીરવાળા, અથવા ભવધારણીય (મૂળ) જ શરીર
જ્યા૨ે હોય ત્યારે એક શરીર, જ્યારે ઉત્તરવૈક્રિય કરે ત્યારે બે શરીર હોય છે. કિન્નર, કિંપુરુષ અને ગંધર્વ એ ત્રણ વ્યંતરો છે અને નાગકુમારાદિ ચાર ભવનપતિઓ છે. અમુક સંખ્યામાં ભેદનું ગ્રહણ કરેલ છે તે બીજા ભેદોને બતાવનાર છે, પરંતુ બીજાનો નિષેધ કરવા માટે નથી. સર્વ જીવોને વિગ્રહગતિમાં એક શરીરપણાની અને વિગ્રહગતિ સિવાયના સમયમાં બે શરીરપણાની પ્રાપ્તિ હોવાથી સામાન્યતઃ કહે છે—'રેવા તુવિષે’ત્યા॰િ સુગમ છે. II૮૦
II બીજા સ્થાનના બીજા ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાપ્ત II
1. ઓરડાના જાળિયાથી અંતરિત રહેલ દીપકની પ્રભાના નીકળવાની સમાન ફડ્ડકાવધિજ્ઞાન કહેવાય છે. તે ફડકો એક જીવને ક્ષયોપશમની વિચિત્રતાથી સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય છે. આ ઝુકો, મનુષ્ય અને તિર્યંચ અવધિજ્ઞાનીને હોય છે.
2. જીવને સર્વતઃ અંત૨રહિત એક સરખું જ્ઞાન હોય તે અત્યંતરાવધિ જાણવું. વિશેષ જિજ્ઞાસુએ વિશેષાવશ્યકની ટીકા જોવી.
95