________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુકિત ૧૮૪ सर्वत्र योजनीयं, क्षुण्णत्वादनुयोगद्वारेषु चोक्तत्वान्नेह दर्शितमिति । अष्टविधः अष्टप्रकारः कालादिभेदद्वारेण ज्ञानाचारो - ज्ञानासेवनाप्रकार इति गाथार्थः । उक्तो
જ્ઞાનાવા:,
હવે જ્ઞાનાચારને કહે છે.
કાલ : અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે જે જે શ્રુતનો અભ્યાસ માટેનો જે જે શાસ્ત્રીયકાળ હોય, તે તે શ્રુતનો તે તે કાળમાં જ સ્વાધ્યાય કરવો અત્યંકાળે નહિ. કેમકે એ તીર્થંકરની આજ્ઞા છે. વળી ખેતી વગેરે પણ કાળમાં કરીએ તો ફલ અને અકાળે કરીએ તો ફલાભાવ દેખાય જ છે.
આમાં કથાનક આ છે કે
-
|T એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ
ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરે છે, સમ્યગ્દષ્ટિ દેવતા વિચારે છે કે ‘બીજો હલકો દેવતા આ સાધુને હેરાન ન કરે !..” એટલે કુંડમાં છાસ લઈને “છાશ લો, છાશ લો” એમ તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેના દ્વારા લાંબોકાળ સુધી સાધુને – સ્વાધ્યાયનો વ્યાઘાત કરે છે.
સાધુએ કહ્યું કે “અણપઢ ! આ વળી કયો છાસ વેંચવાનો કાળ છે ? સમય તો જો.” દેવતાએ પણ કહ્યું કે “અહો ! આ કયો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.” પછી સાધુએ જાણ્યું કે “આ સામાન્ય સત્રી નથી” એટલે એણે ઉપયોગ મુક્યો. ખબર પડી કે = અડધીરાત થઈ છે. એણે મિ.દુ. આપ્યું. દેવતાએ કહ્યું કે આવું ન કરીશ. એવું ન બને કે હલકાં દેવતા પરેશાન કરે. તેથી કાલમાં સ્વાધ્યાય કરવો, અકાલમાં નહિ.
V
(૨) વિનય : શ્રુતગ્રહણ કરનારાએ ગુરુનો વિનય કરવો. વિનય એટલે ઉભા થવું, x
지
= ગુરુના પગ ધોવા વગેરે. અવિનયથી ગ્રહણ કરેલું શ્રુત નિષ્ફળ બને છે. આમાં ઉદાહરણ શ્રેણિક૨ાજાને પત્ની ચેલ્લણા કહે છે કે “એક થાંભલાવાળો પ્રાસાદ કરો...” દ્રુમપુષ્પિકા અધ્યયનમાં આ કથાનક કહી દીધું છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી
નહિ.
-
(૩) બહુમાન : શ્રુતગ્રહણમાં ઉદ્યમી બનેલાએ ગુરુ ઉપર બહુમાન કરવું. બહુમાન એટલે ગુરુ પ્રત્યે આંતરિક ભાવપ્રતિબન્ધ = અનુરાગ, સદ્ભાવ. બહુમાન હોય તો શ્રુત બહુ જ ઝડપથી અધિકફલ આપનારું બને.
વિનય અને બહુમાનમાં ચતુર્થંગી છે.
d
ય