________________
શ્રી દશવે કાલિકસૂમ ભાગ-૨ હ વા અધ્ય. ૩ નિયુક્તિ ૧૦૨ છે. તેમાં દેશશંકા આ પ્રમાણે કે બધા જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં એવું શા માટે છે ( કે એક ભવ્યજીવ અને બીજો અભવ્યજીવ... આ પ્રમાણે શંકા કરે. (અહીં જીવત્વ માન્યું ' છે, એટલે એની શંકા નથી. પણે ભવ્યતાદિની શંકા છે, એટલે આ દેશશંકા છે.) !
સર્વશંકા આ પ્રમાણે કે દ્વાદશાંગીરૂપ આખુંય શ્રત પ્રાકૃત ભાષામાં ગુંથાયેલ હોવાથી | એ કાલ્પનિક હશે. (જો શ્રુતનાં બનાવનાર વિદ્વાન હોત તો સંસ્કૃત જેવી ઊંચીભાષામાં |જ શ્રુતરચના કરત ને ? આવી સામાન્ય લોકભોગ્ય ભાષામાં શ્રુતની રચના કરી છે.' - એટલે લાગે છે કે એ માણસ કોઈ જ્ઞાની નહિ હોય, પણ માત્ર કલ્પનાઓ દ્વારા આ - શ્રુતની રચના કરી હશે. આમાં આખીય દ્વાદશાંગી ખોટી હોવાની શંકા છે. એટલે આ "
સર્વશંકા કહેવાય.) - આ શંકા કરનારો વિચારતો નથી કે પદાર્થો બે પ્રકારનાં છે. હેતુગ્રાહ્ય અને ! | અહેતુગ્રાહ્ય. તેમાં જીવનું અસ્તિત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય છે. યુક્તિ દ્વારા એ પદાર્થો સિદ્ધ થઈ શકે છે. જ્યારે ભવ્યત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય નથી.
" (પ્રશ્ન કેમ ! શા માટે એ પદાર્થો હેતુગ્રાહ્ય નથી? શું આ પદાર્થોની સિદ્ધિ માટેનાં કે = કોઈ હેતુ જ નથી ?) T ઉત્તર ઃ (ના, ના, એના હેતુ તો છે. પરંતુ) ભવ્યત્યાદિ પદાર્થોની સિદ્ધિ કરનારા |
જે હેતુઓ છે. તે આપણાં બધાનાં જ્ઞાન કરતાં ઊંચાજ્ઞાનનો વિષય બનનારા છે. એટલે | એ પદાર્થો આપણે હેતુથી જાણી શકતા નથી. (ટુંકમાં એ હેતુઓ છે તો ખરા, પણ | કેવલજ્ઞાનાદિ દ્વારા જ એ જાણી શકાય. એટલે આપણે માટે તો ભવ્યવાદિપદાર્થો ; | શ્રદ્ધાગ્રાહ્ય છે. યુક્તિગ્રાહ્ય નથી.)
તથા દ્વાદશાંગીનું પ્રાકૃત ભાષામાં ગુંથન કરેલ છે, એ પણ એટલા માટે કે એ ' બાલાદિસાધારણ છે. (અર્થાત્ જો સંસ્કૃતાદિભાષામાં એની રચના કરે, તો બાલજીવો એને
જલ્દી સમજી ન શકે, અને તો પછી એમના ઉપર ઉપકાર ન થઈ શકે. જ્યારે આ FI દ્વાદશાંગી તો બાલાદિ બધા જીવોને ઉપયોગી બને એ માટે છે. એટલે એની રચના
પ્રાકૃતભાષામાં કરી છે. એ વખતની લોકભાષા પ્રાકૃત હતી, એટલે બાલ, સ્ત્રી વગેરે | છે માટે આ ગ્રંથો ઉપકારી બની રહ્યા.)
કહ્યું છે કે “બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ અને જે ચારિત્રેચ્છાવાળા જીવો છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતસિદ્ધાન્ત બનાવ્યો છે.”
એટલે પ્રાકૃત ભાષામાં હોવા માત્રથી એ કાલ્પનિક – અસત્ ન મનાય.