________________
૩
-
--
દશવૈકાલિકસૂર ભાગ-૨
) માં અય. ૨ નિયુકિત - ૧૦૫ ક્ષુલ્લક તો પદે પદે = એકેએક અપરાધપદોમાં સીદતો, સંકલ્પને વશ પડેલો બન્યો. પ્રશ્નઃ આ ક્ષુલ્લક કોણ છે? ઉત્તર : એક કથાનક છે.
કોંકણ દેશનાં એક પિતાએ પુત્ર સહિત દીક્ષા લીધી. તે પુત્ર પિતાને અત્યંત ઈષ્ટ | હતો. સીદાતો પુત્ર કહે છે કે “બાપા! જોડા વિના ચાલવા માટે હું સમર્થ નથી.” પિતાએ || |અનુકંપાથી જોડા આપ્યા. ત્યારે પુત્ર કહે છે કે “મારા પગનાં ઉપરનાં તળીયા ઠંડીથી | ફાટે છે” પિતાએ એને ખુલ્લા કરી આપી. (ચામડાનું બનેલું એક પ્રકારનું સાધન ખલ્લા IT " કહેવાય. એ પગની ઉપરબાજુનાં તળીયાની રક્ષા માટે બંધાય. સૌથી નીચે તો જોડા છે "
45
=
| ફરી પાછો પુત્ર કહે છે કે “મારું મસ્તક અત્યંત બળે છે” ત્યારે તેને ન શીર્ષદ્વારિકા (માથા ઉપર ઢાંકી શકાય એવા પ્રકારનું છત્ર જેવું સાધનવિશેષ...)| ની રજા આપી. ત્યારે કહે છે કે “હું ગોચરી ફરવા સમર્થ નથી” પિતા એને ઉપાશ્રયમાં જ રાખીને બધું લાવી આપે છે. એમ દીકરો કહે છે કે “હું જમીન ઉપર તે ન ઉંઘવા માટે સમર્થ નથી.” ત્યારે પિતાએ સંથારાની રજા આપી. ફરી પુત્ર કહે છે ! કે “હું લોચ કરવા સમર્થ નથી.” તો પિતાએ અાથી મુંડન કરાવ્યું. ત્યારે પુત્ર કહે છે કે “હું સ્નાન કર્યા વિના નહિ રહી શકું.” ત્યારે પિતાએ અચિત-નિર્દોષ પાણીથી ભીનું વસ્ત્ર કરી શરીર સ્વચ્છ કરવા દીધું. એમ આચાર્યપ્રયોગ્ય બે વસ્ત્રો 'પણ ગ્રહણ કર્યા. આમ એ જે જે કહે છે સ્નેહથી બંધાયેલ પિતા એ બધાની રજા [ આપે છે. આમ કાલ પસાર થાય છે. એકવાર એ કહે છે કે “બાપા ! હું સ્ત્રી વિના શ રહેવા માટે સમર્થ નથી.” ત્યારે પિતા કહે છે કે “તું લુચ્ચો, અયોગ્ય છે” પિતાએ ના | મુ એને ઉપાશ્રયમાંથી કાઢી મુકયો. ન હવે એ પુત્ર તો કંઈપણ કામ કરવાનું જાણતો જ નથી. અજ્ઞાની એવો તે કોઈ જ
મહોત્સવનાં જમણવારમાં ખૂબ ભોજન કરીને, અજીર્ણ થવાથી મરી ગયો. વિષયસુખનાં વા | આર્તધ્યાનને લીધે તે મરીને પાડો થયો. લોકો એને વહન કરે છે. છે તે પિતા સાધુપર્યાય પાળીને આયુષ્યનો ક્ષય થવાથી કાલ પામી દેવલોકમાં ઉત્પન્ન ક થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અવધિજ્ઞાનથી તે પુત્રને જાણીને તે જ પૂર્વનાં | આ સ્નેહને લીધે તે ગોધ-પાડાને વહન કરનારાઓનાં હાથમાંથી તેને ખરીદીને લઈ લે છે. | એ વૈક્રિય ગાડું બનાવી તેમાં એને જોડે છે. પુષ્કળભાર વહન કરાવે છે. પેલો પાડો વહન